________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[૩૩
મેઘમાઈવે ઉપર તરતા/ઈન્દ્રધનુષના હાનકડા ખંડ શી
સુકુમાર બાલિકાઓ પરિમલમાં રમવા લાગી. એમાંની પહેલી પાંચ પંક્તિઓમાં છે તેવાં ઉપમાચિત્રો એટલે વાક્ય ઉપમાઓ એ કૃતિમાં અનેક છે, અને શબ્દગા ઉપમાઓને તે સુમાર નથી. અલંકારોના ગુલાલથી કવિએ વસંતરાવ ત્યાં ઊજવે છે. “વસંતત્સવની પ્રથમ પંક્તિમાં બાલિકાને “ગુલછડી સમોવડી' એ ઉપમાથી અને સૌભાગ્યવતી'ની સૌભાગ્યવતીને જાણે ફૂલની લટકતી સેર' એ ઉપેક્ષાથી વધાવતા કવિએ એ બેઉ કૃતિઓમાં સાદશ્યમૂલક અલંકારો કેટલા બધા પ્રયોજ્યા છે ! ચિત્રદર્શનાત્મક કાવ્યમાં શરદપૂનમ'માં શરદને સુંદરીના રૂપકથી અને સજીવારોપણથી અને ચંદ્રીને એમનીરમાં ખીલેલું કમલ કહી રૂપકથી અને માનવ સુંદરીને વર્ણવતાં ચાર ચાર ઉપમાચિત્રાથી નવાજતા કવિ તાજમહેલના સૌદર્યને સાક્ષાત્કરાવવા
ઊંચા મિનારા સમ ઉર્વ હસ્તથી ચન્દ્રાનની ઘુમ્મટશીષ ટેકતી,
ઢાળી ટા પાલવ વાડીક શા; રસીલી કો નાચતી નિત્યરાસ આ. એ પંક્તિઓમાં ઉપમા અને રૂપકની જે સુંદર સંસૃષ્ટિ પ્રયોજે છે, અને “ચાર વાટિકા'માં લીલી નાઘેરને હિન્દદેવીની “સુભગ ઢળતી સાડીની કેર શી', ચોરવાડને “એ કરે બુટ્ટીના કે લીલમ સરિખડું' એ ઉપમાઓથી, ત્યાંની આંબા, કેળ્યો, પપૈયાં, જાંબુની વાડીઓ ને નાગરવેલનાં પાનની વેલેના માંડવાઓને રમણીઓની ઉપમાગર્ભ ઉપેક્ષાથી અને સુચારુ સજીવારોપણથી, ત્યાંના સાગરનાં ફીણ-મોજાંની જળલીલાને
ઘાઘરના ઘેર જેવી ઊજળી ઊછળતી છીણની ઝાલર, ને હૈયે પાલવ પડેલી કરચલી સરિખી ડોલતી ઊમિમાલા, છુટ્ટી મેલી શું લાંબી મણિમય અલકો કાલિકા ઘર નાચે,
માયાની મૂર્તિ શી ત્યહાં જલનટડી રમે વ્યોમની છાંયડીમાં. એ પંક્તિઓમાંના નર્તકીના ઉપમાગર્ભ રૂપકથી, અને ત્યાંની ભીના વાન ને ભરેલા અવયવની “અલબેલડીઓને “ઉજળી વાદળી શી રસા” તથા “સિન્ધની લક્ષ્મી જેવી’ કહી જે મનહર કલ્પનાલીલાથી ભાવકને ઇદ્રિયપ્રત્યક્ષ કરાવે છે, તે એમની આ બાબતની તેમ ચિત્રનિર્માણશક્તિની વિશિષ્ટતા તેમ સિદ્ધિના અડીખમ પુરાવા
બને છે.
પ્રકૃતિના અને માનવીય સૌંદર્યને નિરૂપવા એકમેકની સહાય લેતા કવિ પ્રકૃતિનાં રમ્ય અને ભવ્ય સરવો અને દાનું તેમને પિતાને જ ખાતર સીધું