________________
૩૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ વધાવે છે. “ઈન્દુકુમાર'–૧માં કાન્તિકુમારીના દર્શને એના સૌંદર્યથી થતા આનંદસંવેદનને પ્રગટ કરતા જે ઉગારે ઈન્દુકુમારના મુખમાં કવિએ મૂક્યા છે તેનો પ્રકાર પણ એ જ છે. ગિરનારને ચરણેમાં
ગાલે ઢળે નમણી પાંપણ અધમીંચી, ઢાંકી વળી વળી જ પાલવ કરદેશ;
સંકોરી કોર સરતી કરવેલડીએ : હેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારો ? એ કડીમાંનું તથા “શરદપુનમમાંનું
લજનમેલું નિજ મંદ પોપચું કે મુગ્ધ બાલા શરમાતી આવશે ને શોભી રહે નિર્મળ નેનની લીલા : એવી ઊગી ચંદ્રકલા ધીરે ધીરે.
એ કડીમાંનું, એમ મુગ્ધાના નિર્મળ સૌંદર્યનાં સહદોની સ્મૃતિને બાઝી જાય એવાં બે શબ્દચિત્ર આ કવિ સજીવ સૃષ્ટિના, માનવીના, બાહ્યાભંતર સોંદર્યનાય કેવા પૂજકગાયક બન્યા છે તે દેખાડે છે. એમનાં નારી સૌંદર્યવર્ણનેમાં એક પ્રકારની સાત્ત્વિક સૌંદર્યભક્તિ હોય છે, વિકારોત્તેજક્તા-લેશ પણ નહિ. શ્રીમત તત્વને ઈશ્વરીય વિભૂતિરૂપે પૂજવાની કવિની વૃત્તિ હોય છે, આગલી કડીમાંનું ચિત્ર “શું થૂલમાં ન ઉભરાય અદશ્ય સૂક્ષ્મ ?” એ વિચારને સમર્થન માટેના દષ્ટાંતરૂપ હતું; બીજુ પૂર્ણિમાના ચંદ્રોદયને સાક્ષાત્કારક રીતે વર્ણવવા માટે ઉપમાનરૂપ હતું. પ્રકૃતિ સૌંદર્યને આલેખતાં માનવસદર્યને અને માનવ પાત્રોનાં સૌંદર્યને આલેખતાં પ્રકૃતિસૌંદર્યને કવિ આ રીતે એમનાં અનેક કાવ્યમાં ઉપયોજે છે. એમણે પ્રયોજેલા ઉપમા, ઉપ્રેક્ષા, રૂપક જેવા સદશ્યવાચક અર્થાલંકારેનો અભ્યાસ કરવાથી આ તરત દેખાઈ આવશે. એ અલંકારોમાં કવિની સૌંદર્યદષ્ટિ એમની સર્જક-કપનાને કેવી રમણે ચડાવે છે તે જોવા બેત્રણ નમૂના જ બસ થશે. વસંતોત્સવ'માંની નીચેની પંક્તિઓ જુઓ : બીજની વિધુરેખ/તીરછી દષ્ટિપાતે જગ વધાવી/સહચરીઓ સંગે પરવર / સ્નેહનમણાં સ્મિતકિરણ ફેંકી/ સુમરા તેમ સખીઓમાં ગઈ. / ગારરંગી સલુણ બાલાઓ | ન્હાનકડા પુષ્પરાશિઓ સમી ? જલતીરે | ઊભી હતી.
*
પરાગની પ્રગલ્સ સરિતા શે | કુમારિકાઓ પાછળ પાલવ ઊડતો. | આછીવાદળીઓમાંથી ફૂટતી / ચંદ્રકિરણની વેલ જેવા | સાળુડે સન્તાતા કરદંડ | અને હેના મણિકંકણ ! નેત્રનેત્રમાં મનહરતા આંજતાં. | સ્ફટિકલ શી હસ્તસ્થલીઓમાં સુમનહન્ત છાબે હતી. | આહલાદક શશિયરવદને નિર્મળ રત્ન શાં નયન રાજતાં.