________________
હાનાલાલ
[ ૩૧
પ્ર. ૨ ] - જેવી પંક્તિઓમાં ગાતા કવિએ સંધ્યાની તેજ-અંધારની લીલાને
દૈવી બ્રહ્માંડ-ફરતી ઝીણી અબરખ શી ગેબી અંધારી નાખી
ભેદી તેજે જગતલીંપતી સંધિકા જાય ઊંડું. (“
ઉધન”) અને
અહે આ જ કુકુમ ઢોળાયેલ આભમાં ( કુરુક્ષેત્ર ) સાંધ્યરંગી સાળુ મંહીં મેઘશ્યામ વાદળી
રૂપેલી પાલવનાં ચીર. (“વિહંગરાજ' ) જેવી પંક્તિઓમાં એવા જ કવિસામર્થ્યથી ગાઈ છે. અમાસની મધ્યરાત્રિના અંધકારને “શ્રાવણી અમાસ” અને “બ્રહ્મજન્મમાં તેમ જ “તિમિર ઝીણું ઝીણું ઊડે અનિલમાં ગેબી કઈ નાંખી ભૂરકીથી “મંદ મંદ ઘનરંગી તરંગ ભૂરા વ્યોમતટ ઊંડા ચૂમે એ બધીર સમર' કાવ્યની ચાર પંક્તિઓમાં કવિએ કાવ્યરસિત કરીને શબ્દચિત્રિત કર્યો છે. વસંતની પ્રકૃતિશ્રીને વસંતોત્સવ' અને અન્ય કાવ્યમાં ગાતા કવિએ વર્ષા, શરદ, આકાશ, તારાઓ, સાગર વગેરેને પણ સારી રીતે કાવ્યાભિષિક્ત કર્યાનું એમની કવિતા અનેક સ્થળે દેખાડે છે. ચંદ્ર અને ચાંદનીને તો કવિએ એટલી બધી વાર અને એટલાં બધાં કાવ્યોમાં ચિત્રવિષય તેમ અલંકારસામગ્રી તરીકે મન મૂકીને પ્રજ્યાં છે કે તેમને ચંદ્ર અને ચાંદનીના કવિ કહેવાનું દિલ થઈ જાય. “ક્ષિતિજસરોવરને જળતરંગે ચન્દીનું દેવપોયણું રહડથું' એ પંક્તિમાંનું અંધારિયાની છેલ્લી ચંદ્રકલાના ઉદયની “બ્રહ્મજન્મ કાવ્યમાંની, અને “પૂર્ણિમાના શશીરાજ'ના અને “પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ'ના ઉદયના અનુક્રમે “વસંતોત્સવ” અને “કેટલાંક કાવ્યો'–૧ ને અર્પણુકાવ્યમાંનાં ચિત્રોની તેમ જ “અટારીએ રહડન્ત' “શશીરાજ'ની અને “નભની અટારીએ ચડતી શરદ પૂનમની ચન્દીની અનુક્રમે એ દિવસો” અને “શરદપૂનમ એ બે કાવ્યમાંનાં ચિની આસ્વાદ્યતા અનેરી જ છે. ન્હાનાલાલ કવિ તરીકેના ભાવવિશ્વમાં પ્રકૃતિસૌંદર્ય મહત્ત્વનું સ્થાન રોકે છે તેની પ્રતીતિ માટે આટલા ઉલેખ બેસ થશે.
વસંતને વધાવતાં આવ્યાં ને તે દેવી! આવજે માનવદેશ જો!” અને પછી તે ‘વસંત જનમંડળે રમવા ઊતરી એમ “વસંતોત્સવ'માં કહેતા અને પ્રકૃતિના સૌંદર્યને માનવકનું, માનવજીવનનું, સૌંદર્ય બનાવવા ચાહતા ન્હાનાલાલ “નવયૌવના” અને “સૌભાગ્યવતી' જેવાં ચિત્રાત્મક કાવ્યમાં તથા ‘વસંતોત્સવમાં અમુક પરિવેશમાં ઓપતા માનવ સૌંદર્યનેય કાવ્યર્થથી સત્કાર