________________
૩૦ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ગ્રં. ૪ સૌદર્યદર્શન બહિરંગ પરથી ન્હાનાલાલની કવિતાના અંતરંગ પર આવતાં પ્રથમ ધ્યાન ખેંચવું જોઈએ એમાંના સૌંદર્યગાને. સર્જનહારે ન્હાનાલાલને કવિનું હૃદય, કવિની કલ્પના અને કવિની શબ્દભક્તિની સાથે સૃષ્ટિમાં પથરાયેલા પ્રભુના સુંદરસ્વરૂપ ઉપર તરત જઈ ઠરતાં સૌંદર્યદર્શક કવિચક્ષુ બયાં હતાં. કિશોર વયે રેલવેના પાટા પરથી પુલ ઉપરથી નીચે ગુજરાતની એક નદીમાં પ્રતિબિંબિત આકાશ અને તીર પરની વૃક્ષઘટાના સૌંદર્યદર્શનને તેમણે હૈયામાં એવું કાયમ માટે સંધરી દીધું કે કેટલાંક વરસ પછી શ્રીલંકામાં દીઠેલા એક સરોવરની પાળે થયેલા એવા જ પ્રકૃતિસૌંદર્યચિત્રના દર્શને તેને સંભારી આપ્યું અને તેમની પાસે “કુલોગિની' કાવ્યની પેલી મનહર પંક્તિઓ ઉદ્ગારાવીઃ “જેવી તમારા જલમાં વનશ્રી, તેવી જ મહારા ઉરમાં કુલશ્રી'. કોલેજના વિદ્યાર્થી તરીકે વર્ષઋતુમાં વરસાદ બંધ પડે કે તરત ઘરમાંથી બહાર નીકળી પડી લીલીછમ ધરાનું દશ્ય પીતા જઈ ઝાડ પર ચડી ખિસ્સામાંથી ટેનિસનની કવિતાને ગુટકે કાઢી કલાકેક વાંચી પોતે ઘેર પાછા ફરતા. રાજકોટના નેકરીકાળે કેટલીય શનિ રવિની દોઢ દિવસની રજા ગિરનાર પર્વત પર પોતે ગાળ્યાનું એમણે જણાવ્યું છે. આ પ્રકૃતિપ્રેમે વસંતેસવ'માં ગુજરાતનાં આંબાવાડિયાંને, “સરોવરમાં શત્રુંજય પરથી દેખાતા શીત સરોવરને, “આભલાથી ચીતરેલ વ્યોમ” તથા “ચંદનીએ ચીતર્યા સમીર એવું હૃદયહર ચિત્ર રજૂ કરતા પંચાસર કને રણકાંઠાના પાલી રાતને અજવાળિયાના દશ્યને (“હે રણને કાંઠડલે રે), સૌરાષ્ટ્રની ટેકરિયાળ ઊંચીનીચી “સાગર સમ', “હિલોળા લેતી ભોમને (“કાઠિયાણીનું ગીત)), ગિરનાર પરના સૂર્યોદયને (‘ગિરનારને ચરણે') અને “ચારુ વાટિકાની પહેલી કડીમાં સૌરાષ્ટ્ર નાઘેર અને ચોરવાડને, થ્રી-સાતમી કડીઓમાં ચોરવાડની વાડીઓને તથા પાનવેલોના માંડવાઓને અને આઠમી કડીમાં ત્યાંના સાગરની જળલીલાને આ કવિ પાસે ઉલ્લાસથી ઊભરાતી અને ચિત્રો ઉપસાવતી વાણીમાં ગવડાવ્યાં છે. પ્રભાતના સૌંદર્યને
જાયું ઉષાનું અનિલે ચૂમ્યું નેત્ર પેલું..
અને
ઝાંખું પ્રકાશિત અહડધું વન ના હિંડોળે, ગંભીર ધીર સહકાર અને ડેલે ( “પ્રભાત' ) રજનીની ચૂંદડીને છેડાના હીરલા શા ડૂબે છે તારલા આજ ધીમે ધીમે.