________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[૪૧ અભિવ્યક્તિ સાથે ભક્તિ-કવિતાની મધ્યકાલીન પરંપરાને લંબાવી આપે છે. એમનું અંતિમ સર્જન કૃષ્ણ કનૈયાના દર્શન-આગમનને વધાવતું ઊર્મિગીત હતું. પણ એ ને “નંદને દુલારો” ને “હે વ્રજરાજ ! હારી વાંસળિયે' જેવાં કાવ્યો લખનાર આ કવિના ઉપાસ્ય કૃષ્ણ તે ગીતાને ગાનાર ને કુરુક્ષેત્રને યુદ્ધ વેળાના અને તે પછીના યોગેશ્વર જ્ઞાનેશ્વર કૃષ્ણ હતા, વ્રજવાળા કૃષ્ણ નહિ. આથી નરસિંહ ને દયારામ જેવા ઘણું મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિઓના જેવી પ્રેમલક્ષણ ભક્તિશૃંગારની કવિતાથી તેમ સૂફીવાદી પ્રકારની કવિતાથી એ દૂર રહ્યા છે. પ્રાર્થનાસમાજ–બ્રહ્મસમાજની અસર તેમ અર્વાચીન યુગના શિક્ષણ-સંસ્કાર જેણે એમને શુભ્રભાવના (puritanism)ના ઉપાસક બનાવ્યા છે તે એમાં કારણભૂત હેય. સ્વદેશભક્તિની કવિતા
પરદેશી અંગ્રેજી અમલ બાદ દુનિયાની નવી હવાના સ્પર્શ આપણે ત્યાં નવું ભણતર ભણેલા વર્ગમાં રાષ્ટ્રીય અસ્મિતાની સભાનતા આવી, તેણે અર્વાચીન ગુજરાતી સાહિત્યને સ્વદેશભક્તિનો એક નવો વિષે સંપડાવ્યું હોવાની હકીકત પ્રસિદ્ધ છે. દલપતરામ, નર્મદ, હરિલાલ ધ્રુવ, ભીમરાવ દિવેટિયા, મણિલાલ, ગોવર્ધનરામ, ઠાકર આદિએ પોતપોતાની સૌમ્ય કે ઉત્કટ રીતે પિતાની દેશવત્સલતાને પોતાના સાહિત્યમાં પ્રગટ કરી છે. નવયુગને વિશેષ ઉત્સાહથી વધાવનાર અને વીસમી સદીના આગમનની હવામાં કવિ તરીકે પરિયાણ આદરનાર ન્હાનાલાલ દેશભક્તિના દિનકર'('ઈન્દુકુમાર' – ૧)ના ઉદયને વધાવવામાં પાછા ન પડયાનું જેમ એમનું જીવન કહે છે તેમ એમની કવિતા પણ દેખાડે છે. કવિની દેશભક્તિ ૧૯૦૨, ૧૯૦૫ અને ૧૯૧૧માં લખેલાં પ્રાસંગિક “રાજમહારાજ એડવર્ડ ને, રાજયુવરાજને” અને “રાજરાજેન્દ્રને” એ ત્રણ આમ રાજભક્તિ દેખાડતાં પણ અંદર આત્મગૌરવ સાથે ભારતની બ્રિટન પાસેની અપેક્ષાઓને સવિનય છતાં નિર્ભક રીતે “વાવશો એવું લણશે' જેવી સ્પષ્ટભાષી વાણીમાં ઉચ્ચારતાં કાવ્યોમાં સ્પષ્ટ મૂર્ત થતી દેખાય છે. એમાંને બીજા કાવ્યમાંની
કવિતા, ભક્તિ, ધમની જનેતા, ઋષિ, દ્રષ્ટા, યોગીઓનું વતન, પ્રજાઓનું હિન્દ મહાતીર્થ છે...
પ્રજાઓની માતામહી અમ પ્રજા છે. એ પંક્તિઓમાંની અને ત્રીજાની
અનેરી વસ્તુનું એક રાખ્યું સંગ્રહસ્થાન આ...
અમારા દેશમાં રાજન, ખીલે છે માનવી પ્રા. જેવી પંક્તિઓમાંની “ધર્મખંડ હિન્દની આત્મગૌરવભરી પ્રશસ્તિ “ઈન્દુકુમાર' –