________________
૪૮૦ ]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[[ચં. ૪
માટે “સંયુક્તા' નાટક લખ્યું હતું. એ નાટકથી એમની સાહિત્યિક પ્રવૃત્તિને રીતસરને આરંભ થયો એમ કહી શકાય. એ પછી “નવગુજરાત' સામયિક માટે તેમણે ઈ. ૧૯૨૪-૨૫માં ઠગ' નવલકથા પ્રગટ કરવા માંડી ત્યારથી તેમની નવલકથાલેખન-પ્રવૃત્તિ શરૂ થઈ.
વીસમી સદીના ત્રીજા દસકા દરમ્યાન ગાંધીજીને પ્રભાવ સારાય દેશ પર પડ્યો હતે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે તેમણે પ્રજાજીવનમાં પ્રેરણું ફૂકી હતી. આ દેશ ઉત્સાહને હિલોળે ચડયો હતો. રમણલાલે પણ ગાંધીજીની સત્યાગ્રહની. ભાવનાને નીડરતાપૂર્વક પુરસ્કાર કર્યો અને નવલકથાઓમાં એ ભાવનાને પ્રગટ કરી. ગુજરાતની પ્રજાનું શૌર્ય તેમને સ્પર્શી ગયું. તેમણે ગાંધીયુગના ગુજરાતનાં ભાવનાશીલ ચિત્રો નવલકથાઓમાં આલેખીને પ્રજાજીવનને પોરસ ચડાવ્યું. આ સમય દરમ્યાન સામ્યવાદ, ગાંધીવિચારધારા વગેરેને તેમ જ સમાજના સમકાલીન પ્રશ્નોને પણ તેમણે સારે એવો અભ્યાસ કરી લીધું હતું. અર્થશાસ્ત્ર, ઈતિહાસ, સમાજશાસ્ત્ર એ તેમના રસના વિષયો હતા. ઈ. ૧૯૨૭માં તેમનાં પત્ની કૈલાસવતીનું અવસાન થયું. રમણલાલના જીવનમાં આ કપરો આઘાત હતે. પણ ધૈર્યપૂર્વક એમણે એમની વેદના અંતરમાં સમાવી. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ તેમની સમાજ અને સાહિત્યક્ષેત્રે પ્રવૃત્તિ ચાલતી રહી. એમના વ્યક્તિત્વના કેટલાક ગુણને કારણે અંગત મિત્રમંડળમાં તે “નવાબ' નામે ઓળખાતા અને કુટુંબમાં “ભાઈસાહેબના વહાલસોયા નામથી તેમને સહુ બોલાવતા. રમણલાલનું જીવન સાદું અને સરળ હતું. ઈ. ૧૯૪રમાં તેમને વનપ્રવેશ ઊજવાયો. તા. ૨૦-૯-૧૯૫૪ના રોજ તેમનું અવસાન થયું.
સાહિત્યસર્જન નવલકથાઓઃ ગુજરાતી નવલકથાક્ષેત્રે ઈ. ૧૯૧૫થી ૧૯૨૫ના સમયગાળામાં મુનશીએ એમની ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓથી ગુજરાતની પ્રજાને મુગ્ધ કરી દીધી હતી. પણ એમની નવલકથાલેખનપ્રવૃત્તિ દેઢેક દાયકા સુધી થંભી ગઈ તે સમયે રમણલાલે “જયંત' નવલકથા પ્રગટ કરીને નવલકથાક્ષેત્રે સસંકોચ પ્રવેશ કર્યો. મુનશીની નવલકથાપ્રવૃત્તિ થંભી ગઈ હતી તે દરમ્યાન રમણલાલે લોકલાડીલા વાર્તાકાર અથવા તો યુગમૂર્તિ વાર્તાકાર તરીકેની
ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી. મુનશીની નવલકથાઓની ગુજરાતભરમાં મોહિની પ્રસરી ચૂકેલી હતી. તે સમયે ગુજરાતી પ્રજાની વાર્તાભૂખને રૂડી પેરે સંતોષીને એક અગ્રણી નવલકથાકાર તરીકે પ્રગટ થવાનું કાર્ય તેમને માટે મુશ્કેલ હતું. તેમ છતાં રમણલાલે યુગચિત્રો આલેખીને, શિષ્ટ મૃપ્રેમની ભરમ ઘટનાઓ