________________
પ્રકરણ ૧૨
રમણલાલ વસ`તલાલ દેસાઈ ચૂનીલાલ વર્ધમાન શાહ ગુણવંતરાય આચાર્ય
રમણલાલ વ. દેસાઈ (૧૮૯૨–૧૯૫૪)
જીવન
ઈ. ૧૮૮૫માં હિન્દુસ્તાનમાં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ચૂકી હતી; દેશને એક નાનેા સુશિક્ષિત વર્ગ રાજકીય સભાનતાપૂર્વક સળવળાટ અનુભવી રહ્યો હતા. સમગ્ર દેશમાં શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન, ધર્મ ઈત્યાદિ ક્ષેત્રે ભારે પરિવતના થઈ રહ્યાં હતાં. તેવે સમયે, ઈ. ૧૮૯૨માં, મેની ૧૨મી તારીખે નર્મદા તીરે આવેલા શનાર ગામમાં રમણલાલના જન્મ થયા. એમની પ્રાથમિક કેળવણી શિનારમાં થઈ. એ પૂરી કરીને તે માધ્યમિક શિક્ષણ માટે વડાદરા આવ્યા. એમના પિતા વસંતલાલ દેસાઈ પ્રગતિશીલ વિચાર ધરાવનારા અને દેશભક્ત' નામના એક સાપ્તાહિકના સ`ચાલક હતા. રમણુલાલને નાની વયથી વાચનને શાખ લાગ્યા અને અભ્યાસ દરમ્યાન એમની કલમ પણ સળવળવા માંડી. ઈ. ૧૯૧૨માં કૈલાસવતી સાથે તેમનું લગ્ન થયું. એ લગ્ન તેમની દામ્પત્યભાવનાને મિષ્ટ કરવામાં મહત્ત્વને કાળા આપ્યા છે. ગુજરાતના મધ્યમવર્ગના કુટુંબજીવનનાં મધુર ચિત્રા તે આલેખી શકયા છે તેનું પ્રેરકબળ તેમનાં પત્ની કૈલાસવતી હતાં.
રમણલાલ વડાદરાની કૅાલેજમાં દાખલ થયા. ઉચ્ચ અભ્યાસના એ સમયમાં રમણલાલે વાચનની અભિરુચિ સારી પેઠે વિકસાવી, કૅાલેજની ચર્ચાસભાએમાં પણ તે ઉત્સાહથી ભાગ લેતા. ઈ. ૧૯૧૬માં એમ.એ. થયા પછી થાડાક વખત તેમને શિક્ષકની નેકરી કરવી પડી. એ પછી તરત તે સરકારી નેકરીમાં જોડાઈ ગયા. તેમણે સરકારી નેકરીમાં અનેક ગામાનેા તથા અનેક પ્રકારનાં કામના અનુભવ મેળવ્યા. ગ્રામજીવનના પ્રશ્નો પણ તેમણે આ સમય દરમ્યાન વિચાર્યું તે તેની ચિકિત્સા કરી. રમણુલાલ પ્રકૃતિએ શાંત, વિનમ્ર અને પ્રામાણિક હતા. તેમનામાં ઊંચી સ`સ્કારિતા હતી અને વિશાળ વાચને તેમની અભિરુચિ કેળવી હતી. એમણે ઈ. ૧૯૧૫માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં (સૂરત મુકામે ભજવવા