________________
પ્ર. ૧૨]
રમણલાલ દેસાઈ
[ ૪૯૧
ચીતરીને અને વિશેષે કરીને ગુજરાતના મધ્યમ વર્ગનાં કુટુ ખેાની સંસ્કારમાધુરી વ્યક્ત કરીને લેાકહૃદયમાં પ્રબળ આકર્ષણ જમાવ્યું. વીસમી સદીના ચેાથા દસકામાં તા રમણુલાલની નવલકથાનું વાચન એ શિષ્ટતાનું જાણે કે પ્રમાણપત્ર બની ગયું.
રમણલાલની પ્રથમ નવલકથા ‘જયંત’ ૧૯૨૫માં પ્રગટ થઈ, જોકે ‘ઠગ’ એની પહેલાં લખાઈ હતી, પણ પ્રકાશમાં તે મેાડેથી આવી. ‘જયંત' એ એમની નબળી કૃતિ છે અને તેમણે તે સસક્રાય ...ીતે ખ્વીત’ પ્રસિદ્ધ થવા દીધેલી (બીજી આવૃત્તિની પ્રસ્તાવના). એ નવલકથા લેાકરજક બની શકે તે માટે તેમણે તેમાં ભેદભરમ, ઝપાઝપી, આગ-ખૂનના પ્રયાસેાની ઘટનાઓ, ભેદીમ`ડળ એવી ધણી બધી સામગ્રી ખેંચી દીધી છે. રમણુલાલના ચિત્ત પર જાસૂસી કથાના પ્રખળ સૌંસ્કારા હાય એ બનવાજોગ છે. એમની ‘ઠગ', ‘બ’સરી' જેવી નવલકથા એની શાખ પૂરશે. અને એમની અન્ય સામાજિક નવલકથાઓમાં પણ ભેદ-પ્રપંચ અને રહસ્યનાં તત્ત્વા એક કે બીજી રીતે પ્રગટ થયા વગર રહેતાં નથી. ‘જયંત’-- માં સંકલનાની કચાશ તેા છે જ, પણ એમણે જે પ્રકારની ઘટનાએ એમાં વવી છે તે ગુજરાતી સમાજના સંદર્ભમાં ભાગ્યે જ પ્રતીતિકર લાગે તેવી છે. તેમ છતાં પ્રથમ કૃતિમાં એમની વાર્તાકલાનાં કેટલાંક લક્ષણેા પ્રગટ થાય છે તે વધુકલાત્મકરૂપે પછીની નવલકથામાં જોવા મળે છે. ‘ઠગ' નવલકથા ાસૂસી પ્રકારમાં ગણવી જ યોગ્ય લેખાય. એમાં પણ ભાંયરાં, ભેદી પાત્રો, રહસ્યમય વાતાવરણ, પ્રપ ંચા એવું ઘણું બધું છે. પણ લેખકે ઠગ લોકોને ભાવનાવાદી કલ્પીને તેમને વીસમી સદીના આપણા દેશના વિપ્લવવાદી મડળાના સભ્યા જેવા કલ્પીને વાસ્તવિકતાના સીમાડા ઉલ્લંઘ્યા છે. લેખકે ઇતિહાસની તેમાં અવગણના કરીને પ્રાકૃતજનાને તત્કાળ પ્રસન્ન કરે તેવા થારસ પીરસ્યા છે. સામાન્ય વાચકાને રામાન્સની સૃષ્ટિમાં લઈ જવાને! આ તરીકેા કરણઘેલેા’ નવલકથાથી ચાલતા આવ્યેા છે. પણ રમણુલાલ તરત જ આ પ્રકારના સસ્તા મનેારંજક કથામાળખામાંથી બહાર નીકળીને ‘શિરીષ' (૧૯૨૭), કોકિલા’ (૧૯૨૮) જેવી શિષ્ટ વાર્તારસિક સમાજને સહેજે આકષી શકે તેવી નવલકથા રચવા માંડે છે, અને ચેાથા દસકામાં તા તે ‘દિવ્યચક્ષુ' (૧૯૩૨), ‘પૂર્ણિમા’ (૧૯૩૨), ‘ભારેલા અગ્નિ' (૧૯૩૫) જેવી કલાના ઉચ્ચ નમૂનારૂપ નવલકથાએ પ્રગટ કરીને ગુજરાતનું નવલકથાક્ષેત્ર સર કરી લે છે.
પ્રેમભાવના : રમણલાલની નવલકથાઓને અત્યંત લેાકપ્રિય બનાવવામાં ગુ. સા. ૩૧