________________
૧૧ ]. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
[૪૬૭ આનંદાનુભવને જ એ સ્વીકારે છે–એ પછીની ક્ષણે જ ઉત્તમ કૃતિ દર્શનપર્યવસાયી પણ બને. આવી આનુપૂવી સ્વીકારવા પાછળ એમની સૌંદર્યદર્શી દૃષ્ટિ અને રમણીયતા માટે એમને આગ્રહ પડેલાં છે.
“રમણીયતા' સંજ્ઞા વિષ્ણુપ્રસાદના વિવેચનમાં વારંવાર આવતી, એમની પ્રિય સંજ્ઞા છે. કલાકૃતિના સૌંદર્યાનુભવને તે એ રમણીયતા કહે જ છે પણ એ ઉપરાંત એના મૂલ્યોધને પણ એ એમાં સમાવિષ્ટ કરે છે. ને કલાકૃતિની આ રમણીયતાને સમજવાનું દૃષ્ટિબિંદુ નિર્ધારી આપવામાં વિવેચકનું એક મહત્વનું કર્તવ્ય એ જુએ છે. મેથ્ય આર્નલ્ડ, કેચે, કેલિંગવુડ જેવાની વિચારણાને એમના પર ઠીકઠીક પ્રભાવ હોવાથી સર્જકની અનુભૂતિવિશેષમાં અને એની દર્શનશક્તિમાં એમણે રમણીયતા જોઈ છે, કૃતિની રૂપરચનાગત રમણીયતા એમને ઝાઝી ઉદ્દિષ્ટ ને રહી હોય એમ સમજાય છે. આ જ કારણે, આ સંજ્ઞાના ઉપગમાં કેટલાકે અસ્પષ્ટતા અને અસંગતિ પણ જોયાં છે.
સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવની એમની ચર્ચા પણ ઘણી નેંધપાત્ર છે. શરૂઆતમાં તો એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કાલગ્રસ્ત ગણીને – એને પુરાણું કબૂતરખાનું કહીને એ તરફ ઉદાસીનતા જ દાખવેલી. પછી એને ચર્ચવા પ્રવૃત્ત થયા ત્યારે પણ એમનું દૃષ્ટિબિંદુ એક ચિકિત્સકનું જ રહ્યું છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાંની રસસિદ્ધાન્ત અને સાધારણકરણની આખીય ચર્ચા આજના સાહિત્યને સંદર્ભે એમને અપર્યાપ્ત અને અસંતોષકારક જણાઈ છે. એમને લાગે છે કે, “આધુનિક સંવિલક્ષી કાવ્યોને રસસિદ્ધાન્તની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે કારણ કે “એ ધરણે તે આપણે કેટલાંક ઉત્તમ કાવ્યમાં પણ કાઈ ખાસ રસ જડશે નહિ૨૭ સાધારણીકરણ કે સર્વગ્રહણક્ષમતાના ખ્યાલમાં એમને સર્જકના વિશિષ્ટ વૈયક્તિક અનુભવની સૂક્ષમતા, વિશાળતા અને લકાત્તરતાનું મૂલ્ય બરાબર ન થતું હોય એમ લાગે છે. સંસ્કૃત સાહિત્યમીમાંસાના આવા કેટલાક સંકેતેની ફેરવિચારણા કરી એની મર્યાદાઓ ચીંધી આપવામાં અને પિતાની મૌલિક વિચારણને એ સંદર્ભે વિનિયોગ કરવામાં સુરેશ જોષી કહે છે એમ, “શાસ્ત્રનિષ્ટ બનવા કરતાં સત્યનિષ્ઠ બનવાનું એમણે પસંદ કર્યું છે. ૨૮
પ્રવાહદશન આદિઃ “અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ”ની એમની તપાસમાં, કલકત્તા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચન("સાહિત્યસંસ્પર્શમાં ગ્રંથસ્થ)માં ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહનું વિહંગાવલેકન કરવામાં તથા “અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં – એમ વિભિન્ન નિમિત્તે એમણે સાહિત્યનું પ્રવાહદર્શન કર્યું છે. હેમચંદ્રથી આરંભી એમના સમય સુધીના સમગ્ર