________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ વિવેચનનું મૂલ્ય અને વિવેચકના કર્તવ્યની એમની ચર્ચાઓ કાવ્યનાં સૌંદર્ય અને મૂલ્યવત્તાની તથા સર્જનના ભાવન-આસ્વાદનની ચર્ચાઓને પણ હંમેશાં સાંકળતી રહી છે. એમાંથી કાવ્ય અને વિવેચન અંગેના એમના કેટલાક લાક્ષણિક વિભાવો સ્પષ્ટ થતા રહ્યા છે. “ઉપાયન૨૫માંના “વિવેચકને કાર્યપ્રદેશ”, વિવેચનની પ્રતિષ્ઠા', “અનુભાવના' જેવા લેખોમાં તથા “સાહિત્યસંસ્પર્શ'માંનાં કવિતા અને વિવેચન વિશેનાં કેટલાંક સંક્ષિપ્ત લખાણોમાં એમની આવી વિચારણું જોવા મળે છે.
ભાવકની – અને એ રીતે આખીય પ્રજાની – રસવૃત્તિના ઘડતરમાં અને સાંસ્કૃતિક મૂલ્યબોધમાં એમણે વિવેચકનું કર્તવ્ય જેવું છે. આથી કૃતિની આસ્વાદમૂલક તેમજ અતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ આલોચના કરવા ઉપરાંત એ કૃતિમાંના જીવનરહસ્યને, કર્તાના જીવનદર્શનને ચીંધી આપવાનું પણ એમણે વિવેચકને માટે આવશ્યક લેખ્યું છે. – આ જ કારણે વિવેચકને એ જીવનફિલસૂફ અને કલાફિલસૂફ' પણ કહે છે. આના સંદર્ભમાં, કાવ્યકૃતિમાં સર્જકના અનુભવની વિશિષ્ટતાની તેમજ ઉત્તમ કવિતામાં આવશ્યક દર્શનતત્વની એમણે તરફદારી કરેલી છે– પહેલાં અનુભાવનાના અનુષંગે અને પછી “સાધારણીકરણ અને “દ્વિજોત્તમ કવિતાજાતિ લેખ દ્વારા કરેલા ઊહાપોહમાં.
રીતિની વિશિષ્ટતાથી કાવ્યનો વિશેષ પ્રતીત થાય છે એવા મતનો અસ્વીકાર કરી એમણે સર્જકના અનુભવ પર ભાર મૂક્યો. એમની દષ્ટિએ, દરેક શુદ્ધ અનુભવ મૂલતઃ વિશિષ્ટ જ હોય છે, સામાન્ય કે સાધારણ એ તો બુદ્ધિએ તારવેલે પદાર્થ છે. એટલે, કવિની અંગતતમ અને મૌલિક લાગણી પણ આસ્વાદને વિષય બની શકતી હાઈ “વિશિષ્ટને અનુભવ જ મૂલ્યવાન છે૨૬ એમ એ કહે છે. કાવ્યને પ્રાણ આમ કવિના અનુભવવિશેષમાં જોતા વિષ્ણુપ્રસાદ કલાકૃતિની સંધટના કે સંવિધાનમાં પ્રગટતા કવિકર્મને પણ અત્યંત ગૌણ લેખવાની હદે જાય છે – સંવેદનની આંતરસમૃદ્ધિને જ એ પ્રધાન ગણે છે. આ જ વિચારણા તંતુ ઉત્તમ કવિતામાં દર્શનતત્ત્વની ચર્ચા સુધી લંબાયેલું છે. ઠાકોરે વિચારપ્રધાન કવિતાને “દ્વિજોત્તમ ગણાવેલી. વિષ્ણુપ્રસાદ એની સામે ચિંતનપ્રધાન શબ્દની હિમાયત કરે છે, કારણ કે વિચાર કવિતામાં બહારથી પ્રવેશેલ નહિ પણ સંવેદનના ક્ષેત્રમાં ઊગી આવતા હોય છે એથી એની કોટિ ચિંતનની છે. આવી ચિંતનપ્રધાન કવિતા ઉત્તમ. પણ “કવિતાજાતિમાં દ્વિજોત્તમ ગણાવા લાયક' કૃતિ માટે તે, એક ડગલું આગળ જઈ, સત્યની ઝાંખી કરાવતા દર્શનતત્વને એમણે આવશ્યક ગયું છે. આમ છતાં, કાવ્યના પ્રથમ સાક્ષાત્ અનુભવ તરીકે તે