________________
પ્ર. ૧૧ ]. વિશ્વનાથ ભટ્ટ
L[ ૪૬૩ નિરૂપવાની સાથે લેખકે એના આંતરવિશ્વની મથામણને પણ ખૂબ ક્ષમતાપૂર્વક નિરૂપી આપી છે. નર્મદના વ્યક્તિત્વની ભૂલ-સૂમ ભૂમિકાઓને સમક્ષિત પરિચય કરાવી એના સંદર્ભમાં એના સાહિત્યનું મૂલ્યાંકન પણ એમણે કર્યું છે, પરંતુ મહદશે તે નર્મદના જીવનની મહત્તા -એનું પ્રભાવશાળી વીરત્વ–જ એમાંથી ઊપસે છે, લેખકને આશય પણ એ જ રહ્યો છે.
વિશ્વનાથનાં રસિકતા અને કલ્પનાશક્તિ, એમનાં ઝીણાં નિરીક્ષણે તથા પ્રસંગ-પરિસ્થિતિની અને સાહિત્યની સમુચિત સમીક્ષા કરવાની દૃષ્ટિ “વીર નર્મદને બેંધપાત્ર કૃતિ બતાવે છે. ગુજરાતીના ચરિત્રસાહિત્યમાં તે એનું સ્થાન મહત્વનું લેખાશે જ, પણ વિશ્વનાથની સમગ્ર સાહિત્ય-પ્રવૃત્તિમાંય આ પુસ્તક એમનું મૂલ્યવાન અર્પણ ગણાય એમ છે.
સંપાદન અને અનુવાદ સંપાદન : કારકિદીના આરંભે જ એમણે ગુજરાતી સાહિત્યમાંથી ઉત્તમ ગદ્યના નમૂનાઓનું સંપાદન “ગદ્યનવનીત' (૧૯ર ૬) આપેલું. એ પછી નર્મદની કવિતામાંથી અને “નર્મગદ્ય' સિવાયના ડાંડિયો', “કવિચરિત્ર', આત્મકથા, પ આદિ ગદ્યમાંથી બે ઉત્તમ સંચયે “નર્મદનું મંદિરઃ પદ્યવિભાગ' (૧૯૩૫) અને ‘નર્મદનું મંદિરઃ ગદ્ય-વિભાગ” (૧૯૩૮) આપ્યા. “નર્મદના પઘમંદિરની પ્રસ્તાવના રૂપે એમણે નર્મદની કવિતાની નોંધપાત્ર સમીક્ષા પણ આપી. ગુજરાતી નિબંધ સાહિત્યની ઉત્તમ કૃતિઓનું, નિબંધકારોની લાક્ષણિક્તાઓનું વિગતપૂર્ણ અવલેકને કરતા અભ્યાસપૂર્ણ ઉદ્દઘાત સાથેનું સંપાદન “નિબંધમાળા' (૧૯૪૦) વિશ્વનાથનું વિશેષ મૂલ્યવાન સંપાદન છે. ગુજરાત વિદ્યાસભાના નિમંત્રણથી એમણે તૈયાર કરેલ “પારિભાષિક શબ્દકોશ' (૧૯૩૦) પણ એમની સંનિષ્ઠ સાહિત્યસાધનાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. અંગ્રેજી પારિભાષિક સંજ્ઞાઓના વિવિધ ગુજરાતી પર્યાના સમર્થન માટે એમણે અનેક વિવેચનગ્રંથમાંથી સંબંધિત પર્યાયનો વિનિયોગ દર્શાવતાં અવતરણે નેધ્યાં છે એમાં કેશને પ્રમાણભૂત અને સાધાર બનાવવાની સૂઝ અને સામગ્રીસંપાદનની જહેમતમાં એમની નિષ્ઠા વરતાય છે. ૧૯૬૮માં આ ગ્રંથ રઘુવીર ચૌધરીને હાથે સંશોધિત રૂપ પામે છે. આપણે ત્યાં પરિભાષાના કેશની છે. આ પુસ્તકે ઠીકઠીક પ્રમાણમાં પૂરી છે.
અનુવાદઃ ટેસ્ટૉય એમને પ્રિય સર્જક. એમની વાર્તાઓ અને નવલકથા એના વિશ્વનાથે કરેલા અનુવાદો – “આવું કેમ સૂઝયું?' (૧૯૨૮), “કથાવલિ' ૧-૨ (૧૯૩૨, ૧૯૩૫), “નવો અવતાર” ૧થી ૩ (૧૯૩૨–૩૪), “લગ્નસુખ' (૧૯૩૬) ઇત્યાદિ ખૂબ સુઘડ અને સ્વચ્છ છે. કૃતિઓના અનુવાદ આપીને અટકી જવાને