________________
૪૬૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ બદલે એમણે પ્રત્યેકની સૌંદર્યદર્શી અને અભ્યાસ પૂર્ણ સમીક્ષાઓ આપી છે અને એમ ટૉલ્સ્ટૉયના સાહિત્ય પ્રત્યે રુચિ જગાડવાને સહૃદય વિવેચકને ધર્મ પણ બજાવ્યું છે. “તિમિરમાં તેજ” (“પૂજા અને પરીક્ષા') નામના એક લેખમાં એમણે ટોસ્ટયની જીવનદષ્ટિ અને સાહિત્યદષ્ટિનો પણ સરસ પરિચય કરાવ્યું છે.
વિશ્વનાથની આવી વિવિધ સાહિત્યપ્રવૃત્તિના કેન્દ્રમાં તે એમનું વિવેચનકાર્ય જ રહેલું છે. સાહિત્યની “એકલક્ષી ચિરારાધનાને આદર્શ નજર સામે રાખીને એમણે સાહિત્યનું અવિરત નિદિધ્યાસ ન જ કર્યું છે અને સત્યપૂત સમતોલ વિવેચન આપ્યું છે એનું મૂલ્ય, એમના વિવેચનની કેટલીક મર્યાદાઓ છતાં, એાછું ઊતરતું નથી. વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી (૧૮૮૯)
પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનના ઊંડા પરિશીલનથી રસાયેલી ભાવનાવાદી સૌંદર્ય દષ્ટિનો તત્વવિચારમાં, વિશેષે તો સમકાલીન કૃતિઓની પ્રભાવવાદી સમીક્ષાઓમાં, ઉત્તમ વિનિયોગ કરનાર તેમ જ સંસ્કૃત સાહિત્યમીમાંસાના કેટલાક ઘટકનું નવેસર મૂલ્યાંકન કરનાર “અભિજાતરુચિ અને વ્યુત્પત્તિમતિવાળા અભ્યાસી૨૩ વિવેચક તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની આપણું વિવેચનસાહિત્યમાં એક વિશિષ્ટ મુદ્રા ઊપસે છે.
એમને જન્મ ૧૮૯૯ની ૪થી જુલાઈએ ઉમરેઠમાં. પિતાની સરકારી નોકરી એથી શિક્ષણ વિવિધ સ્થળે થયું. નડિયાદમાંથી મેટ્રિક થઈ ૧૯૧૬માં અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા. ત્યાં આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિને પિષી. એમના વિવેચનકાર્ય પર તેમ એમની જીવનદૃષ્ટિ પર પણ આનંદશંકરના ઊંડા સંસ્કાર પડયા. ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી ગુજરાત કોલેજમાં ફેલો અને કેટલોક સમય અધ્યાપક રહ્યા. ૧૯૨૧થી નિવૃત્તિપર્યત સુરતની કોલેજમાં અધ્યાપન કર્યું. તેજસ્વી વિવેચક અને વિદ્યાર્થીવત્સલ અધ્યાપક તરીકે એકધારી રીતે સાહિત્ય અને શિક્ષણની ઉપાસના તે કરતા રહ્યા છે.
લેખનકારકિદીના આરંભે, સ્વાધ્યાયના ફલરૂપે થતા રહેલા વિવેચનકાર્યની સાથેસાથે એમણે કવિતા, વાર્તા. સર્જનાત્મક નિબંધ જેવી કેટલીક રચનાઓ પણ કરેલી. પરંતુ, “ભાવનાસૃષ્ટિ' (૧૯૨૪)માં એમણે ગ્રંથસ્થ કરેલાં આવાં ભાવનારંગી અને વાગ્મિતાયુક્ત નિબંધ લખાણોનું, નાનાલાલની પાંખડીઓ પ્રકારની રચનાશૈલીના અનુસરણ સિવાય, કોઈ વિશેષ સર્જનાત્મક રૂપ બંધાતું