________________
૪૬૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ આશય રહ્યો છે. આ કામને પણ એમણે એક મોટા અને મહત્ત્વાકાંક્ષી project તરીકે જ સ્વીકારેલું અને ત્રીજા દાયકાના અંતભાગથી આરંભી પૂરી એક પચીશી એની પાછળ એમણે આપેલી. ગ્રંથ (એને પૂર્વાર્ધ) પ્રકાશિત તો થયે એ પછી પંદરેક વરસે.
આ પ્રયાસમાં એમને સાહિત્યનિષ્ઠ પરિશ્રમ અને એમની વ્યાપક અભ્યાસદષ્ટિ જણાઈ આવે છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીમાંથી એમણે ટાંકેલાં ઉદાહરણોથી એમની કેટલીક ચર્ચાઓ અવશ્યપણે સમૃદ્ધ અને સાધાર બની છે. પરંતુ, સાહિત્યવિચારણનું દહન આપતા, કંઈક અંશે પ્રવેશ માટેની પ્રાથમિક ભૂમિકારૂપે લખાયેલા હડસનને આ પુસ્તકમાં જે કેટલીક બેંધપાત્ર વિચારણા છે એને વિશ્વનાથ બરાબર ઝીલી શક્યા નથી એટલે મૂળ પુસ્તકની તુલનાએ એમનું આ કામ કંઈક ફિસું પણ લાગે છે. વળી, વિશ્વનાથે જે પદ્ધતિ અખત્યાર કરી એમાં પણ, એક સ્વતંત્ર અને સળંગસૂત્ર વિચારણું સાથે બીજી જ સાહિત્યપરંપરાની વિચારણુઓને સાંકળવાથી આવતી મર્યાદાઓ પણ પ્રવેશી. શીલ અને શિલી, કલા ખાતર કલા, સાહિત્યઋણ આદિની હડસનની વિચારણાની અને કવિતાના પ્રકારની ચર્ચામાં દેખાઈ આવતી મર્યાદાઓને તથા વિશ્વનાથની વિચારણાનાં ચિંત્ય સ્થાનોને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે ખૂબ સ્પષ્ટતાથી ચીંધી આપ્યાં છે.૨૨ અલબત્ત એક વિદ્યાથી ભગ્ય પુસ્તક તરીકે આ ગ્રંથનું મૂલ્ય જરૂર છે.
ચરિત્ર
“વીર નર્મદ : સ્વીકારેલા જીવનધ્યેય માટે અને નિભી કસત્યકથન માટે સંઘર્ષને પણ નેતરવાન અને સતત ઝઝૂમતા રહેવાને વિશ્વનાથને સ્વ-ભાવ, પિતાનામાં પડેલી સર્જકતાના આવિષ્કારની એમની પ્રચ્છન્ન ઝંખના અને નર્મદના જીવન અને સાહિત્ય પ્રત્યેને એમને આદર –એ બધાને “વીર નર્મદ (૧૯૩૩)ના લેખનમાં ફાળો હોય એમ લાગે છે. એક ચરિત્રગ્રંથ તરીકે એનું આયોજન જ ઘણું પ્રભાવક અને પ્રસન્નકર છે. પ્રત્યેક પ્રકરણે નર્મદની વ્યક્તિત્વ-રેખાઓ ઊપસતી જાય છે ને એની પશ્ચાદ્ભૂમાં એના જમાનાનું બહુરંગી ફલક પણ સ્પષ્ટ થતું જાય છે, અને એમ, એક જીવનવીર દ્ધા તરીકેનાં, એક ઉત્સાહપૂર્ણ અને આત્મરાગી પણ સાહિત્યનિષ્ઠ સર્જક તરીકેનાં, એક વિલક્ષણ વિચારક અને સુધારક તરીકેનાં નર્મદનાં પરિમાણ ઊઘડતાં જાય છે. પ્રત્યેક પ્રકરણને નાટયામક આરંભ, પ્રસંગ-પાત્રને પ્રત્યક્ષ કરી આપતી ચિત્રાત્મક વર્ણનરીતિ, ગતિપૂર્ણ અને પ્રવાહી અભિવ્યક્તિ જેવાં શૈલીલક્ષણોથી ચરિત્રાલેખન રસાવહ અને વાર્તાત્મક બન્યું છે એ એની મોટી વિશેષતા છે. નર્મદના જીવનની બાહ્ય ગતિવિધિને