________________
વિશ્વનાથ ભટ્ટ
[ ૪૬૧
પ્ર. ૧૧]
સાહિત્યિક પ્રશ્નોની પણ એમણે ઝીણુવટભરી અને ખૂબ નિભીક ચર્ચા કરી છે. મુનશી અને ખબરદારનાં સાહિત્યિક અપહરણાની અભ્યાસપૂર્ણ તેમજ કટાક્ષાત્મક શૈલીમાં કરાયેલી એમની ચર્ચા એના નોંધપાત્ર વ્યહરણરૂપ છે.
ગ્રંથસમીક્ષા : કૃતિના સૌંદર્યને લક્ષતા આસ્વાદન અને એના સત્યદશી સમતાલ પરીક્ષણુના આગ્રડથી થયેલી ગ્રંથસમીક્ષાએ એમના વિવેચનમાં વધુ નેધપાત્ર છે. કૃતિને અટ્ઠતા સ્પર્શ કરતું પરિચયાત્મક અવલાયન કે કૃતિના સૌથી વધુ સ્પર્શી ગયેલા અ`ાને જ અજવાળી આપતી સમીક્ષા નહિ પણ કૃતિના પ્રત્યેક ઘટકને ચતી સર્વાશ્લેષી દી સમીક્ષા આપવા તરફ જ એમની નજર રહેલી. આપણા પ્રભાવવાદી વિવેચક્રેામાં વિશ્વનાથ આ કારણે સહેજ જુદા તરી આવે છે. સરસ્વતીચંદ્ર' પરનું વ્યાખ્યાન (‘પંડિતયુગનુ મહાકાવ્ય’) એમની રસિકતા અને વિદ્વત્તાનું પ્રમાણ આપતી સમીક્ષા છે. તા 'શૈવલિની' અને ‘રાસતરંગિણી'ની સમીક્ષાએ માં ખેાટાદકરની સ`કતાની એમણે પૂરી સહૃદયતાથી પણ એના ગુણદોષોને સ્પષ્ટપણે ચીંધી બતાવીને વિગતે ચર્ચા કરી છે. મુનશીની આત્મકથાને એક ‘સનાત્મક આત્મકથા’ તરીકે મૂલવવામાં એમની રસદશી` ષ્ટિના અને ‘કરણઘેલા’ની, ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિએ કરેલી સમીક્ષામાં એમની આલાચનાત્મક દૃષ્ટિના પરિચય મળે છે.
સર્વાંગ્રાહિતા અને વૈશદ્ય એમની કૃતિવિવેચનાનાં મુખ્ય લક્ષણા છે. પેાતાના બહેાળા વાચનનેા અને સતેજ સ્મરણુશક્તિને વિનિયે એમણે તુલના કરવામાં કે પેાતાના મતના સમન માટે કરેલા છે એથી સંદર્ભો અને અવતરણા પણ એમની સમીક્ષામાં–સામાન્યપણે તા એમના સમગ્ર વિવેચનમાં – ધણા મેટા પ્રમાણમાં હાય છે. પેાતાની વાતને વધુ સ્પષ્ટ કરવા, એને ભારપૂર્વક કહેવા માટે અનેક લીલાના સહારે પણ એ લેતા હેાય છે. આથી એમના મુદ્દા વિશદ તેા બને છે, પણુ અનિવાય ન હેાય ત્યાં પણ ચર્ચા લખાતી હેવાને કારણે ઘણું બધું વિશાર્ણ થઈ જાય છે. એમનાં પ્રતિપાદનાનું સુશ્લિષ્ટ રૂપ કયારેક પૂરું ઊધડતું નથી.
ન
સાહિત્યના સ્વાધ્યાય’(પૂર્વાર્ધ) : હડસનના ‘ઇન્ટ્રોડકશન ટુ ધ સ્ટડી ઑફ લિટરેચર'ને આધારે એમણે તૈયાર કરેલા ગ્રંથ સાહિત્યને સ્વાધ્યાય (૧૯૬૩) એમનું વિલક્ષણ પ્રકારનું વિવેચન છે. મૂળ પુસ્તકનુ શબ્દશઃ ભાષાંતર કે એને સારાનુવાદ પણ આપવાને બદલે એમાં પ્રતિપાતિ પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાન્તાનું, અત્રત્ય સાહિત્ય અને વિવેચનમાંથી દૃષ્ટાંતા આપી, ગુજરાતીમાં સ્વતંત્ર ગણાય એવી ઢખે નિરૂપણુ કરતા એક વિશિષ્ટ ગ્રંથ આપવાને એમના