________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ એવી શિલી'ના મતને અનુસર્યા છે ને શિલીને સર્જકના જીવનાનુભવ, આચારવિચાર અને એના ઊમિનભાવનારૂપ શીલના નિષ્કર્ષરૂપ ગણાવી છે – એમાં આર્નલ્ડ આદિની વિચારણાને પ્રભાવ દેખાય છે. આ બંને લેખોમાં એમણે પોતાના મતેને પાશ્ચાત્ય વિચારનાં મંતવ્યોથી તેમ જ અત્રત્ય સાહિત્યકારોનાં સર્જનમાંથી ઉદાહરણે લઈ પુષ્ટ અને સમર્થિત કર્યા છે.
પ્રવાહદાન અને કર્તાઓ પરના અભ્યાસ : સાહિત્યપ્રવાહ વિશેનાં એમના વિવેચને માહિતીની નિઃશેષ નોંધ લેતાં અને ક્યાંક તુલનાત્મક દૃષ્ટિએ વિગતેનું મૂલ્યાંકન કરતાં હોય છે. આપણું નિબંધસાહિત્ય', “પંડિતયુગ', “િતેત્રીસનું ગ્રંથસ્થ વાડ્મય” આ પ્રકારના મહત્વના લેખે છે. ગુજરાતી નિબંધકારોની મહત્ત્વની લાક્ષણિક્તાઓને વિગતે પરિચય કરાવી નિબંધના વિકાસની સ્પષ્ટ રેખા ઉપસાવી આપવામાં, કેશવલાલ ધ્રુવના સાહિત્યકાર્યની ભૂમિકા રૂપે પંડિતયુગીના સાહિત્યની તલસ્પર્શી સમીક્ષા કરવામાં અને ૧૯૩૩ના ગ્રંથસ્થ સાહિત્યને વિસ્તારથી અવલોકીને તે સમયની સાહિત્યપ્રવૃત્તિને સંપૂર્ણ આલેખ આપવામાં એમનાં દૃષ્ટિપૂર્ણ પરિશ્રમ અને સંનિષ્ઠ અભ્યાસવૃત્તિ જણાઈ આવે છે.
કેટલાક સર્જકે વિશેના સુદીર્ઘ અભ્યાસલેખો વિશ્વનાથની સાહિત્યસેવાને મહત્ત્વને અંશ છે. દલપતરામ, નર્મદ, રમણલાલ દેસાઈ, મેધાણ આદિનાં સિદ્ધિમર્યાદાઓની એમણે ખૂબ જ વિસ્તારથી, સમગ્રદશી સમીક્ષા કરી આપેલી છે. સર્જક-અભ્યાસો મોટે ભાગે તે એમણે project તરીકે ઉપાડેલા છે અને
જનાબદ્ધ રીતે કર્તાની સમગ્ર લેખનપ્રવૃત્તિનું વિભાગવાર અને મુદ્દાસર વિવેચન એમણે કર્યું છે. કૃતિઓ નિમિત્તે પણ એમણે નર્મદ, ગોવર્ધનરામ અને બોટાદકરની સર્જક પ્રતિભાને વિગતે પરિચય કરાવેલો છે. નર્મદનું વિવેચન આ બધામાં સૌથી વધુ નોંધપાત્ર છે. વિવિધ નિમિત્તે નર્મદની સાહિત્યપ્રવૃત્તિ વિશે અને એની કૃતિઓ વિશે એમણે લખ્યું છે. (આ બધા લેખોનું સંકલન નર્મદ વિશેને એક સારા અભ્યાસગ્રંથ આપી શકે એમ છે.)
સંપૂર્ણ વિગતો આપવાની અને અશેષ નિરૂપણ કરવાના આગ્રહે એમની લેખન પદ્ધતિને ક્યારેક એક જ મુદ્દાના ઘેરા આલેખનના તેમ જ પુનરાવર્તનના દિષવાળી બનાવી છે. આમાં, પિતાની વાતને ભારપૂર્વક કહેવાની અને સામેનામાં ઠસાવવાની શિક્ષકવૃત્તિ પણ કારણભૂત છે. ઉપરાંત, કેટલીક સાવ ભૂમિકારૂપ બાબતોની માંડણ કરી લાંબું વિવરણ આપવાની ટેવને કારણે એમની ચર્ચાઓ ઘણુ વાર પ્રાથમિક સ્તરની પણ રહી જવા પામી છે. આથી એમની કેટલીક સુદીર્ઘ અભ્યાસલેખે વાસ્તવમાં પ્રસ્તારી લખાણ જેવા બની રહ્યા છે. સામ્પ્રત