________________
પ્ર. ૧૧ ] વિશ્વનાથ ભટ્ટ
[ ૫૯ જણાયેલું. સર્જનાત્મક કૃતિનું કઈ સિદ્ધાન્તોની મદદથી વગીકરણ-પૃથક્કરણ કરવાને બદલે કે એમાંથી નિયમો તારવવાને બદલે એના ચૈતન્યપૂર્ણ સૌન્દર્યલકનું મૂલ્યદર્શન કરાવતું વિવેચન સ્વયં એક આસ્વાદ્ય પદાર્થ છે, એવા એમના મંતવ્યનું એમણે વિરતારપૂર્વક, અનેક દલીલથી અને લોરેન્સ, સ્પિનગર્ન, રજન્સ, સેઇન્ટસબરી, મેંકન, આનાતાલ ફ્રાન્સ જેવા અનેક વિવેચકેનાં અવતરણો - થી સબળ સમર્થન કર્યું. એમના મતના વિરોધોને એમણે અત્યંત આક્રમક પ્રતિકાર પણ કર્યો. વિવેચનનું પ્રભવસ્થાન સર્જન જ હોવાથી એની સ્વયંપર્યાપ્તિના ખ્યાલની નિરર્થકતા તથા સર્જન અને વિવેચનના આખરી પ્રભાવની ભિન્નતાને લીધે વિવેચકની સર્જકતાના મતની નિરાધારતા રામનારાયણ પાઠકે અને ઉમાશંકર જોશીએ બતાવી આપેલાં તે પછી પણ વિશ્વનાથને પ્રતિવાદ ચાલતે. રહેલ – વિવેચકને સર્જકથી પણ ચડિયાત ગણવા સુધી એ ગયેલા.
આ આખાય વિવાદdebate)નું મૂલ્ય હવે તે એતિહાસિક રહી ગયું. છે પરંતુ એને સંદર્ભે વિશ્વનાથે વિવેચનધર્મની પણ વિસ્તૃત છણાવટ કરી છે એ તે આજે પણ પ્રસ્તુત રહે છે. એક તરફ સર્જનને પ્રેરક બનવામાં અને સર્જકને સજજ કરવામાં તે બીજી તરફ વાચકની રસવૃત્તિનું સંવર્ધન કરવામાં એને સાહિત્યભિમુખ કરવામાં, ને એમ સાહિત્યની ઉન્નતિ કરવામાં, એમણે વિવેચકને ધર્મ અને વિવેચનની અગત્ય જોયાં છે.૧૮ વિવેચકને “સવાઈ સર્જક ગણવામાં પણ એના વિશેષ ગુણ શિવત્વને –એનાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ચારિત્ર્યબળને – એમણે મહત્વનાં લેખ્યાં છે. વિવેચનની પવિત્રતા” (“પૂજા અને પરીક્ષા') નામના, લગભગ ૯૦ પાનાંના, સુદીર્ઘ લેખમાં એમણે વિવેચકમાં દષ્ટિની વેધકતા, બુદ્ધિની કુશાગ્રતા, સત્યનિષ્ઠા, રસિકતા, તલસ્પર્શિતા, તટસ્થતા જેવા ઉત્કૃષ્ટ ગુણેની આવશ્યકતા પ્રમાણે છે. એટલું જ નહીં, સાહિત્યેતર સામાજિક વ્યવહારમાં ભેરવાયા વિના અને પૂરી નિભતાથી એકનિષ્ઠ સાધના કરનારા તરીકે એને કહે છે. વિશ્વનાથ એક જગાએ ૧૯ પિતાને વિવેચનદેવતાને ઉપાસક તરીકે તથા અન્યત્ર પિતાના વિવેચનકાર્યને “સુદીર્ઘ સિદ્ધાન્તયુદ્ધ તરીકે ગણાવે છે તે આ સંદર્ભે બહુ લાક્ષણિક છે.
એમની સિદ્ધાન્તવિચારણું “સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય” (“સાહિત્યસમીક્ષા) તથા “શીલ અને સાહિત્ય” (“વિવેચન મુકુર) જેવા લેખોમાં પણ સેંધપાત્ર રહી છે. પશ્ચિમની વિચારણાને આધારે એમણે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય સાહિત્યનાં લક્ષણેની ખૂબ સજજતાપૂર્વક ઝીણું અને વિગતવાર ચર્ચા કરી છે. એમને. પક્ષપાત, અલબત્ત, કૌતુકરાગી સાહિત્ય તરફ રહ્યો છે. શૈલીવિચારમાં તે “શીલ