________________
૪૫૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ (‘પૂજા અને પરીક્ષા’ : ૧૯૬૨)માં એને વિગતવાર આલેખ સાંપડે છે. પ્રત્યેક સંગ્રહનાં લાંબાં નિવેદનમાં પણ એમની આ વિચારણાને અને વિવેચનના એમના વિભાવને એ સ્પષ્ટ કરતા રહ્યા છે.
વિવેચક સર્વપ્રથમ તો સાહિત્યના સૌંદર્યદર્શન માટે પ્રવૃત્ત થાય છે ને પછી એની કેળવાયેલી પરિષ્કૃત સૌંદર્યદષ્ટિથી (– જેને તે “સૌદર્યભાવના' કહે છે એનાથી-) સાહિત્યનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરે છે, એ વિશ્વનાથનું મુખ્ય પ્રતિપાદન (thesis) છે. સાહિત્યકૃતિના સૌંદર્યનું આકલન વિવેચક તર્ક બુદ્ધિથી કે વિદ્વત્તાથી નહિ પણ પિતાની સહજપલબ્ધિથી૧૪ કરતો હોવાથી વિવેચનમાં નિકષસ્થાને બુદ્ધિ નહિ, ઊર્મિ હોય છે૧૫ અને એમ, સહૃદયચિત્તે ઝીલેલા સંસ્કારોથી જ સત્યપૂત મૂલ્યાંકનદષ્ટિ ઉદય પામે છે એવું એમનું મંતવ્ય છે. આ દષ્ટિએ કરેલા વિવેચનને એ સર્જક માટે પણ આત્મદર્શનનું, – એના ગુણ-દેષદર્શન માટેનું – “મુકુર' કહે છે. પિતાની સમગ્ર વિવેચનપ્રવૃત્તિને પૂજા અને પરીક્ષા લેખવામાં પણ એમનો “સૌંદર્યભક્તિ અને સૌંદર્યભાવનાને ખ્યાલ જ પ્રગટ
થાય છે. ૧૬
આ દૃષ્ટિબિંદુ કૌતુકરાગી વિવેચનને ખૂબ જ લાક્ષણિક પરિચય આપે છે. વિજયરાય, વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદ જેવા આપણા કૌતુકરાગી વિવેચકેમાં પણ પંડિતયુગીન અને ગાંધીયુગીન સૌષ્ઠવદષ્ટિ વિવેચકન જેવાં બૌદ્ધિકતા, બહુશ્રુતતા અને શાસ્ત્રીયતા તો છે જ પરંતુ કૃતિ સાથે એમને પહેલા મુકાબલે ઊર્મિલક્ષી અને સૌંદયદશી હોય છે. કંઈક creative impulseથી સક્રિય થઈને કૃતિના સૌંદર્યવિશ્વને એ ઝીલે છે અને એનું નિવેદન કરે છે, ને પછી પિતાના બહોળા વાચન અને નિદિધ્યાસનથી કેળવાયેલી સૌંદર્યદષ્ટિથી એનું પરીક્ષણ પણ કરે છે એમાં માણેલાના આસ્વાદની સાથે – વિજયરાયમાં અને વિશેષપણે વિશ્વનાથમાં દેખાય છે એવી –કૃતિને દાની અસંદિગ્ધ, કડક આલોચના હાય છે. “સદેશનું સૌંદર્યદર્શન કે રસાસ્વાદને” અને પછી “અસદેશનું પરીક્ષણ -એવી પ્રક્રિયામાંથી જન્મેલા સત્યદશી અને સમતલદષ્ટિ મૂલ્યાંકનને વિશ્વનાથ વ્યથાર્થ વિવેચન ગણે છે.૧૭
કંઈક અભિનિવેશથી પ્રેરાયેલા અને એકપક્ષી મતાગ્રહમાં પરિણમેલા, વિવેચકની સર્જકતા અંગે એમણે ચલાવેલા વિવાદમાં પણ એમને મુખ્ય આશય તે વિવેચનને સૌન્દર્યદર્શનમાંથી ઉદ્ભવેલી એક સ્વયંપર્યાપ્ત પ્રવૃત્તિ તરીકે સ્થાપી આપવાને હતે. એક સૌન્દર્યવિશ્વને, કેવળ નિમિત્તભેદે, આત્મગત કરતી સક્રિયતાને સંદર્ભે એમને સર્જકનું અને વિવેચકનું કાર્ય સમાન્તરે જતું અને સમમૂલ્ય