________________
પ્ર. ૧૧ ] વિશ્વનાથ ભટ્ટ
[૪૫૭ અવિરત ચાલતી રહેલી સાધનાનાં ફલ છે. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની ગ્રંથમાળાના (પ્રગટઃ ગ્રંથ ૧ થી ૬ : હરિપ્રસાદ શાસ્ત્રી સાથે) તેઓ સંપાદક છે અને ગુજરાતના ઇતિહાસવિષયક કેટલાંક પ્રકરણે પણ એમાં એમણે લખેલાં છે. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ (૧૮૯૮-૧૯૬૮)
સાહિત્યના સૌંદર્યદર્શન તેમ જ સત્યદર્શનના આગ્રહ સાથે, ઊર્મિપ્રાણિત પણ ગૌરવયુક્ત શૈલીમાં સમગ્રલક્ષી અને સુદીર્ધ અભ્યાસલેખે આપનાર તથા વિવેચનને એક ઉન્નત મૂલ્યવત્તાવાળી અને સ્વાયત્ત કલાપ્રવૃત્તિ લેખે મહિમા કરનાર વિવેચક તરીકે વિશ્વનાથ ભટ્ટ જણીતા છે.
૧૮૯૮ની ૨૦મી માર્ચે ભાવનગર જિલ્લાના ઉમરાળામાં એમનો જન્મ. અમરેલીમાંથી મેટ્રિક થઈ ૧૯૧૬માં ભાવનગરની શામળદાસ કોલેજમાં જોડાયા અને ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી સાથે બી.એ. થયા. એમ.એ.ની પરીક્ષા માટે તૈયારી કરેલી પણ એ દિવસમાં ચાલતા અસહકારના રાષ્ટ્રીય આંદેલનમાં સક્રિય રીતે જોડાતાં અભ્યાસ પડતો મૂક્યો. ૧૯૨૪માં ભરૂચ કેળવણી મંડળના આજીવન સભ્ય અને ત્યાંની શાળામાં શિક્ષક થયા. પાછળથી કેટલાક સમય અમદાવાદની કેલેજોમાં અધ્યાપનકાર્ય પણ કરેલું. વચ્ચે થોડોક વખત ભારતીય વિદ્યાભવન(મુંબઈ)માં પણ રહ્યા હતા. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશની કામગીરી સાથે પણ કેટલાક સમય સંકળાયેલા હતા. ૧૯૨૨ આસપાસ આરંભાયેલી અને લગભગ ત્રણેક દાયકા અવિશ્રાંત પણે ચાલેલી એમની લેખનપ્રવૃત્તિ ચોથા દાયકાના અંતભાગમાં એકાએક જ અટકી ગયેલી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફરીથી તે કંઈક લેખન સક્રિય થયેલા. ૧૯૬૮ની ૨૭મી નવેમ્બરે એમનું અવસાન થયું.
વિવેચન સૈદ્ધાતિક ચર્ચા વિવેચનના સ્વરૂપની વિચારણું અને વિવેચનની મૂલ્યવત્તા અંગેની ચર્ચા વિશ્વનાથમાં એકસાથે ચાલતાં રહ્યાં છે. વિવેચકની સજકતા વિશેના એમના પ્રતિપાદન - અને પછી એના વિરોધના પ્રતિવાદ રૂપે એમણે જગવેલા ઊહાપોહ-માં સમાન્તરે વિવેચનની અગત્ય, વિવેચકને કાર્યપ્રદેશ અને એની જવાબદારી વિશેની પણ વિગતપૂર્ણ ચર્ચા થતી રહી છે.
એમના ચારે વિવેચનસંગ્રહના આરંભના લેખે – “વિવેચનને આદર્શ (‘સાહિત્યસમીક્ષા': ૧૯૩૭), “વિવેચનની અગત્ય” (“વિવેચન મુકુર’: ૧૯૩૯), “વિવેચકની સર્જકતા” (નિકષરેખા: ૧૮૪૫)૧૩ અને “વિવેચનની પવિત્રતા”