________________
૪૫૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
['. ૪
‘સરસ્વતીચંદ્ર'ના મહિમા ઝાઝા પ્રસ્થાપિત થઈ શકતા નથી. કેવળ પરિચયલક્ષા વિસ્તારથી આ વ્યાખ્યાના શિથિલબંધ પણ લાગે છે.
તત્ત્વજ્ઞાન અને ઇતિહાસ
તત્ત્વજ્ઞાનના એમના ઊંડા અધ્યયનના એમણે માટે ભાગે તા સાહિત્યમીમાંસામાં વિનિયેગ કર્યા છે ને એને એક આગવું પરિમાણુ આપ્યું છે. આ ઉપરાંત સાહિત્ય પરિષદના ૧૪મા અધિવેશનમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે આપેલા પ્રવચન ‘તત્ત્વજિજ્ઞાસા'(૧૯૪૧)માં તત્ત્વજ્ઞાનની એમની સ્વત ંત્ર વિચારણાને પરિચય મળે છે. ઇતિહાસ એમનુ એક ઘણું મહત્ત્વનું અભ્યાસક્ષેત્ર રહ્યું છે. ‘ગુજરાતની રાજધાનીએ’ (૧૯૫૮) અને ‘ઇતિહાસ – સ્વરૂપ અને પદ્ધતિ' (૧૯૬૯) એ બે ગ્રંથામાં એમનું ઇતિહાસ અને સંસ્કૃતિ અંગેનુ` ચિંતન ઉપલબ્ધ છે. પહેલા ગ્રંથમાં, નગરરચનાના મૂળમાં રહેલા માનવજાતના સાંસ્કૃતિક વિકાસની વિગતે ચર્ચા કરી એમણે નગરના સ્વરૂપના – એની વ્યાખ્યા અને વ્યુત્પત્તિ અર્થની ઝીણવટ સાથે, શાસ્ત્રાધારા ટાંકી – મૂળગામી પરિચય કરાવ્યા છે. ગુજરાતની પૌરાણિક-ઐતિહાસિક રાજધાનીએ વિશેની એમની ચર્ચામાં પણ સંશાધકની ચીવટ અને ચેાકસાઈ તથા એમની માર્મિક ઇતિહાસષ્ટિ જણાઈ આવે છે. કેવળ ઇતિહાસનિરૂપણને બદલે એમણે માણસના સાંસ્કૃતિક પુરુષાને આલેખી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. એથી ગ્રંથ વિશેષ મૂલ્યવાન બન્યા છે. આવા જ એક વ્યાપક છતાં મૂળગામી દષ્ટિકાણુથી ઇતિહાસનાં સ્વરૂપ અને પદ્ધતિને તપાસતા ગ્રંથ પણ એમના ઊંડા ચિંતનના અને એમની પયેષક બુદ્ધિના ઉદાહરણરૂપ અન્યેા છે.
સ‘શાધન
એમણે વ્યાકરણ અને દર્શનશાસ્ત્રના કેટલાક મૂલ્યવાન ગ્રંથના અનુવાદસંપાદન નિમિત્તે કરેલું સ`શેાધનકાર્ય પણ એમનું ગણનાપાત્ર પ્રદાન છે. મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ'ના ૧ થી ૬ ઉલ્લાસેાનેા, રામનારાયણ પાઠક સાથે કરેલા અનુવાદ (૧૯૨૪) તથા વૈદિક સંહિતા અને બ્રાહ્મણપ્રથામાંથી સંપાદિત અ'શાના ટિપ્પણી સાથેના અનુવાદ ‘વૈદિક પાઠાવલિ’ (૧૯૨૭) ઉપરાંત હેમચંદ્રનું ‘કાવ્યાનુશાસન' (૧૯૩૮), જયરાશિ ભટ્ટકૃત ‘તવાપપ્લવસિંહ' (પડિત સુખલાલજી સાથે, ૧૯૪૦), સિદ્ધિચદ્રનુ‘કાવ્યપ્રકાશખડન' (૧૯૫૩), ભટ્ટ સેામેશ્વરના સંકેત' સાથેનું ‘કાવ્યાદર્શી' (૧૯૫૯) તેમ જ ‘નૃત્યરત્નકાશ−૧, ૨' (પ્રિયબાળા શાહ સાથે, ૧૯૫૭ અને ૧૯૬૮)–નાં સંપાદના તથા ‘કાવ્યાનુશાસન’, ‘કાવ્યાદર્શી’ અને ‘નૃત્યરત્નાશ’ના અભ્યાસપૂર્ણ ઉદ્ધાતા એમની અધ્યયન-સંશાધનની