________________
પ્ર. ૧૧] રસિકલાલ પરીખ
[૫૫ ઘટકે, પાશ્ચાત્ય વિવેચના આદિ અનેક વિષયોને આવરતા એમના સાહિત્ય પરિષદ (મુંબઈ અધિવેશન)ના સુદીર્ઘ અધ્યક્ષીય પ્રવચનમાં પણ શૈલીનું આ વૈશદ્ય જ અઘરા વિષયને સુગમ બનાવવામાં કામયાબ નીવડેલું જણાશે.
આકાશભાષિત' (૧૯૭૪)માં એમણે વિવિધ વિષયો પર આપેલા રેડિયે વાર્તાલાપે છે. પણ અહીં ગ્રંથસ્થ કરતાં પૂવે એમણે મોટા ભાગનાં વક્તવ્યને સંવર્ધિત-વિવર્ધિત કરી વ્યવસ્થિત અભ્યાસલેખો રૂપે મૂક્યાં છે. સંસ્કૃત સાહિત્ય અને વિવેચન, કલા, રંગભૂમિ, સંસ્કૃતિ, ઇતિહાસ, તત્વજ્ઞાન એમ અનેક વિષય પરની એમની તેજસ્વી વિચારણને એમાં પરિચય મળે છે. સંસ્કૃત નાટક અને રંગભૂમિ પરના લેખમાં કલાવિવેચક અને નાટયવિદ તરીકેની એમની પરિસ્કૃત રુચિનાં દર્શન થાય છે તે ભારતના નાટયશાસ્ત્ર અને ધ્વન્યાલકનાં એમણે આપેલાં વિવરણે એક અધિકારી વિદ્વાનને હાથે થયેલી પારદશી રજૂઆતના નમૂનારૂપ બન્યાં છે. મુખ્યત્વે ભાસની નાટ્યકૃતિઓની વિગતે સમીક્ષા કરતો એમને ગ્રંથ સંસ્કૃત નાટક સાહિત્ય' (૧૯૮૦) પણ આ દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે.
સંસ્કૃત કાવ્યવિચારનું વિશદ વિવરણ આપવામાં તથા તત્ત્વજ્ઞાન અને પાશ્ચાત્ય વિવેચનવિચારના સંદર્ભે એને આગવો પરિપ્રેક્ષ્ય આપવામાં રસિકલાલ પરીખનું આપણું વિવેચનને વિશિષ્ટ પ્રદાન રહ્યું છે.
એમના પ્રત્યક્ષ વિવેચનમાં સહદયતાના અને મર્મજ્ઞ રસિકતાના ગુણ સવિશેષપણે જોવા મળે છે. “પુરોવચન અને વિવેચન' (૧૯૬૫)ના સમીક્ષાલેખો તથા ૧૯૭૨માં એમણે ગુજરાત વિદ્યાસભાની “વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાનમાળા'માં આપેલાં વ્યાખ્યાનના ગ્રંથ “સરસ્વતીચંદ્રનો મહિમા –એની પાત્રસૃષ્ટિમાં' (૧૯૭૬) આની પ્રતીતિ કરાવે છે. કૃતિની લાક્ષણિકતાઓની ઝીણી નેંધ લેતાં એને આસ્વાદમૂલક પરિચય કરાવવા તરફ એમને વધુ ઝોક રહે છે. એમનું વિવેચન સામાન્યપણે ગુણાનુરાગી રહેતું હોવા છતાં ક્યારેક એમણે સર્જકની મર્યાદાઓ પણ અસંદિગ્ધપણે દર્શાવી આપી છે. સમક્ષિત કૃતિના સ્વરૂપની ચર્ચા સાથેનું વિસ્તૃત અને વિશ્લેષણાત્મક વિવેચન પણ એમણે ક્યારેક આપ્યું છે. “દ્વિરેફની વાતે', “શેષનાં કાવ્યો', “ગતી જવાની' વગેરે કૃતિઓની લાંબી સમીક્ષાઓ આ દષ્ટિએ ધ્યાનપાત્ર છે. એમની આ કૃતિસમીક્ષા કેટલીક મર્યાદાઓ પણ દેખાડે છે, સમીક્ષા ઘણી વાર માત્ર પરિચયદશ બની જાય છે તે ક્યારેક કૃતિના કેઈ એક જ પાસા પર કેન્દ્રિત થઈ અપર્યાપ્ત પણ રહી જાય છે. એ જ રીતે, “સરસ્વતીચંદ્રની પાત્રસૃષ્ટિને એમને પરિચય પણ રસલક્ષી બનતે હોવા છતાં ગેવર્ધનરામની પાત્રનિરૂપણુકલા પર કેઈ ઘાતક પ્રકાશ પાડતા ન હોવાથી એમાં