________________
૪૩૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2*. ૪
કિશોરા અને યુવાનેાના દૈનંદિનીય આચારની ધર્મ પૂત વ્યાવહારિક દષ્ટિએ વિચારેલી સમાયેાજનારૂપે ‘નિત્યના આચાર' ગ્રંથ આપ્યા છે, ‘આચાર' વિશેના ખ્યાલ રીતભાત (‘મૅનર્સ') અને શિષ્ટાચાર(‘ઍટિકેટ')ને કેટલીક રીતે સ્પર્શતા છતાં તેના કેન્દ્રમાં જે ધર્મભાવના — ‘વિશ્વાભિમુખ દષ્ટિ' રહેલી છે તેનેા મર્મ સમજાવવાને પ્રયાસ આ કૃતિમાં થયા છે. આ કૃતિ એ રીતે ‘શિષ્ટાચારોથી’ ‘સંસ્કાર-શિક્ષિકા’(અ. મ. રાવળ) પણ ગણાય. રામનારાયણે બાળકના ઊઠવાથી તે તેના જાહેર વર્તાવ સુધીની જિ ંદા જીવનની ચર્યાં વિશે મૂલ્યવાન માદન આપ્યુ છે. અને તે પણ મુખ્ખીવટથી નહિ .પણ સમભાવપૂર્વક. એમાં એમની કિશારભાગ્ય લખાવટ અને પ્રેમાળ અભિગમ ધ્યાના છે. રામનારાયણના પૂરા વ્યક્તિત્વના અંદાજ મેળવવા ચાહનારે ‘કાવ્યની શક્તિ' સાથે ‘આચારની શક્તિ' પ્રેરતાં એમનાં આવાં પુસ્તકાનેાયે ખ્યાલ રાખવા ઘટે.
-
રામનારાયણે ઇન્ડિયન નૅશનલ થિયેટર માટે રાસ અને ગરબા' (૧૯૫૪) નામની પુસ્તિકા ગાવર્ધન પંચાલ સાથે રહીને આપી હતી એમાં એમનું કર્તૃત્વ તા કાવ્ય, ગાન અને નન આ ત્રિવિધ રીતે રાસ ગરબાની આલેાયના કરતા આ પુસ્તિકામાંના પ્રાસ્તાવિક લેખ પૂરતું જ મર્યાદિત છે. આ ઉપરાંત ‘બુદ્ધિપ્રકાશ' (૧૯૫૬)ના કૈામાં પ્રસિદ્ધ થયેલી ‘કાવ્યશાસ્ત્ર’ તથા ‘આનંદમીમાંસા’ લેખમાળાએ ખાસ ઉલ્લેખનીય છે. વળી ‘યુગધર્મી' તથા ‘ગુજરાતી નાટય' વગેરેમાં એમના ખીન્ન પણ કેટલાક લેખા છે. તેમણે ‘પુરાતત્ત્વ’માં ચાણુકચના અર્થશાસ્ત્ર વિશે કેટલુંક લખાણ આપેલુ. ‘આ વિદ્યા વ્યાખ્યાનમાળા’(૧૯૨૨)માં ચાલુકય કૌટિલ્ય વિશે એક દી વ્યાખ્યાનલેખ આપ્યા હતા. આ પ્રકારના લેખા તેમની વિશાળ દૃષ્ટિ અને રુચિના પરિચાયક છે. ‘દરેક પ્રજાને ભૂતકાળના અવાજ સાંભળવાને સુક જોઈએ જ અને રામનારાયણે યથાવકાશ એ સુકક પ્રેમથી કરેલું છે તે જોઈ શકાય છે.
૨. અનુવાદકમ : રામનારાયણ અધ્યાપનાદિ નિમિત્તે કાવ્ય, નાટકે, વાર્તાએ આદિના અનુવાદા આપતા રહ્યા છે. એમના એવા કેટલાક પ્રાસાદિક અનુવાદ ‘શેષનાં કાવ્યા’ તથા ‘કુલાંગાર અને ખીજી કૃતિઓ' વગેરેમાં જોઈ શકાય છે. રામનારાયણે અને નગીનદાસે ચુંબન અને ખીજી વાતા’(બીજી આવૃત્તિ ‘વામા' નામથી પ્રગટ થઈ છે.)ના જે અનુવાશ્રંથ આપ્યા છે તેમાં મે વાર્તાઓના અનુવાદ રામનારાયણના છે. વળી રિસકલાલ છે.. પરીખ સાથે રહીને કાવ્યપ્રકાશના ૧થી ૬ ઉલ્લાસનેા મૂળાનુસારી અનુવાદ તેમણે આપ્યા છે, તેમણે ધર્માનંદ કાસખી સાથે રહીને ધમ્મપદ’(૧૯૨૪)ના અનુવાદનું કાર્ય