________________
પ્ર. ૧૦] રામનારાયણ પાઠક
[૩૩ પણ કર્યું હતું. આ બધા અનુવાદે રામનારાયણની અધ્યાપન અને અધ્યયનનિષ્ઠાના અને માનવીય સંરકાર-સંસ્કૃતિ પ્રેમના દ્યોતક છે.
૩સંપાદન: રામનારાયણે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન કરતાં ત્યાંના વિદ્યાર્થીઓને નજરમાં રાખીને કવિતાના કેટલાક પાઠસંચયે કર્યા અને એ રીતે હિંમતલાલ અંજારિયાના કાર્યને આગળ ધપાવ્યું. તેમણે નરહરિ પરીખ સાથે રહી નરસિંહના કહેવાતા “ગેવિંદગમન (સં. ૧૯૭૯)નું સંપાદન કરી આ પ્રવૃત્તિને શુભારંભ કર્યો. એ પછી કાવ્યસમુચ્ચયના બે ભાગ અને પછી નગીનદાસ પારેખ સાથે રહી “કાવ્યપરિચયના બે ભાગમાં જે સંપાદન કર્યા તેણે તેમને સંપાદક તરીકે યશ અપાવ્યું. તેમણે આ કાવ્યસંપાદનમાં ઐતિહાસિક અને તુલનાત્મક પરિપ્રેક્ષ્ય પણ ધ્યાનમાં રાખે જણાય છે. આ સંચયએ ગુજરાતી કવિતા પ્રત્યેની અભ્યાસીઓની વ્યાપક અને સમ્યગ રચિના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો જણાય છે. આ ઉપરાંત તેમણે માધ્યમિક શાળાઓ માટેના સાહિત્યિક સંપાદનમાંયે રસ લીધો હતે.
તેમણે ‘કાન્ત’ને ‘પૂર્વાલાપ'ની બીજી આવૃત્તિનું તથા ઉમાશંકર સાથે આનંદશંકરના “કાવ્યતત્વવિચાર', “સાહિત્યવિચાર”, “દિગ્દર્શન અને વિચારમાધુરી–૧નું જે સંપાદન કર્યું એ પણ મોટી સાહિત્યસેવા લેખાય. ‘કાન્ત’ના સંપાદનમાં તેમને જીવનદર્શન અને કાવ્યસર્જનના સંબંધને સ્પષ્ટ કરતાં જે ઉદ્દઘાત અને ટિપ્પણ છે તે મૂલ્યવાન છે. વળી “આપણે ધર્મની ત્રીજી આવૃત્તિમાં તથા આનંદશંકરના અન્ય કેટલાક ગ્રંથોમાં ઉદઘાતરૂપે જે લેખે લખ્યા તે તેમની વ્યાપક, સૂક્ષ્મ અને ઊંડી ચિંતનશીલતાના તથા સઘન અભ્યાસનિષ્ઠાના દ્યોતક છે. “આપણે ધર્મ” નિમિત્તે આનંદશંકરની જ્ઞાનગંગાને સુપેરે ઝીલવાનું સામર્થ્ય બતાવી તેમની ઊંચી સારસ્વતશક્તિને સૌને પર કરાવ્યું.
હીરાબહેન સાથે “ગૂર્જરવાર્તાવૈભવની શ્રેણીમાં સામાજિક કથાઓનું એમણે એક સંપાદન કર્યું હતું. વળી “મુનશી સૂક્તિસંચય'ના સંપાદકમાં પણ તેમને સમાવેશ થતો હતો. તેમણે “ન્હાનાલાલ સ્મારક ગ્રંથ (૧૯૫૩)ના સંપાદકેમાંયે મોખરાની જવાબદારી અદા કરી હતી. તેમની સંપાદનશક્તિને. સમ્યફ પરિચય તે “યુગધર્મ', “પ્રસ્થાન આદિ દ્વારા સૌને થયો છે, ખાસ કરીને પ્રસ્થાન દ્વારા. ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદેથી ચાલતા “યુગધર્મ'માં તેમણે ૧૯૨૪ના ફેબ્રુઆરીથી કલા અને સાહિત્યવિભાગનું તંત્રી કાર્ય કરેલું. એ પછી
ગુ. સા. ૨૮