________________
(૪૩૧
પ્ર. ૧૦]
રામનારાયણ પાઠક ગાંધીજી અને કસ્તૂરબા જેવી વ્યક્તિઓ વિશેના લેખે છે. એ લેખમાં અહેવાલ, સંસ્મરણ, અંજલિ જેવાં સાહિત્યસ્વરૂપે નજરે ચઢે છે. જેમ અહીં વ્યક્તિવિશેષને લગતા તેમ સ્થળવિશેષને લગતા “ગુજરાતમાં પ્રવાસ', “ધુવાંધાર અને ભેડાઘાટ', વારાણસીમાં' જેવા લેખોયે છે. આ લેખમાંની વર્ણનાત્મક શૈલી ઉલ્લેખનીય છે. આ ઉપરાંત બારડોલીને પત્ર લેખ તે વિસ્તારના જનજીવનની ઝાંખી કરાવે છે. રામનારાયણે ૧૯૨૯ની અસહકારની ચળવળ દરમિયાન બારડોલી અંગેના તપાસપંચમાં કાર્ય કર્યું તેના ઈષ્ટ ફલસ્વરૂપ આ લેખ છે. રામનારાયણનું સમાજનિરીક્ષણ અને સામાજિક સ્થિતિ તથા સમસ્યાઓનું ચિંતન જેમ બારડોલીના પત્રમાં તેમ “પ્રજાકીય જ્ઞાનતંતુની નબળાઈ લેખમાં; “વિચારચંક્રમણના વિષયનાં તથા ગુજરાતમાં સ્ત્રીઓનું સ્થાન અને અસ્પૃશ્યતાને પ્રશ્ન –એ વિશેનાં તેમનાં લખાણમાં જોવા મળે છે. રામનારાયણનું કલાચિંતન ઉપર્યુક્ત સ્થળવિશેષના લેખમાં અને તદુપરાંત મોઢેરા, અડાલજ જેવાં સ્થળાના શિલ્પ સ્થાપત્યના નિરૂપણમાં તથા સંગીત અને ગરબા, કથકલિ આદિ નૃત્યપ્રકારોની સમીક્ષાવિચારણામાં અનુસૂત છે. રામનારાયણ આ નિબંધામાં પ્રકૃતિ અને સંસ્કૃતિના સાચા મર્મ તરીકે પ્રગટ થાય છે. આ નિબંધે રામનારાયણની ગાંધીસંસ્કારના રંગે રંગાયેલા ચિંતક પુરુષ તરીકેની અને તેજસ્વી નિબંધકાર તરીકેની મુદ્રા ઉપસાવી રહે છે.
૬. પ્રકીર્ણ સાહિત્યલેખન-અનુવાદ-સંપાદન ૧ પ્રકી સાહિત્યલેખનઃ રામનારાયણની સાહિત્યિક પ્રતિભા કેવળ લલિત સાહિત્યના સજન-વિવેચનમાં સીમિત ન રહેતાં, લલિતેતર સાહિત્ય સુધીયે વ્યાપ્ત થઈ છે. તેમને તર્ક અને તત્ત્વમાં ઊંડો રસ હતો. એ રસથી એમના સર્જન-વિવેચનને બુનિયાદી લાભ પણ થયો છે. એ રસે “પ્રમાણુશાસ્ત્રપ્રવેશિકા' જેવો ગ્રંથ સંપડાવ્યો. આ ગ્રંથ કેળવણસેવા અને રાષ્ટ્રસેવાની ભાવનાથી લખાયેલે જણાય છે. એ લખવા માટે પાશ્ચાત્ય તેમ જ ભારતીય તર્કગ્રંથનું સારું અધ્યયન એમણે કર્યું છે. આ પ્રમાણુશાસ્ત્રપ્રવેશિકાનાં ૨૪ પ્રકરણમાં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ પ્રમાણોની ચર્ચાવિચારણા છે. તેમાં વિષયચર્યાને જીવંત-રસમય બનાવવા માટે આદિત્ય, તિષ, ખગોળ, સંપત્તિશાસ્ત્ર, મને વિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, ઐતિહાસિક શોધખોળ આદિમાંથી ઉદાહરણ લીધાં છે. આ ગ્રંથે પ્રમાણુશાસ્ત્રની પરિભાષા ઘડવાંમાંયે યત્કિંચિત પ્રદાન કર્યું છે.
તેમણે વિદ્યાપીઠના ગૃહપતિની કામગીરી બજાવતાં છાત્રઘડતરને પ્રશ્ન પણ વિચારે. એ વિચારણના ફલસ્વરૂપ, લગભગ બાર અને તેથી વધારે ઉંમરના