________________
૪૧૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર'. ૪
નવા ક્ષ્ાકબધ કરી શકાય છે એમ જણાવે છે.૬૮ તેએ યોગ્ય રીતે જ અક્ષરમેળ વૃત્તો સંધિના ન્યાસથી અને સ ંધિએ લઘુગુરુના ભ્યાસથી છે એમ જણાવે છે. રામનારાયણ તાટક જેવા છંદોને માત્રામેળના વર્ષોંમાં તા અનુષ્ટુપને સંખ્યામેળના વર્ગમાં મૂકવાના મતના છે.૬૯ મનહર, ધનાક્ષરી જેવા સંખ્યામેળ છ ંદોમાં અતિદેશનાં કેટલાંક લક્ષણ્ણા જુએ છે. તે અક્ષરમેળ છંદો માટે ‘અનાવૃત્તઅક્ષરસ`ધિમેળ' (વૃત્ત) તે માત્રામેળ છ ંદો માટે આવૃત્તમાત્રાસધિમેળ' એવાં શાસ્ત્રીય નામેા ચીંધે છે. રામનારાયણે છંદ-ચર્ચા કરતાં અક્ષરસંધિ, માત્રાસંધિ વગેરેનાં સ્વરૂપ; તેમના પંક્તિગત મેળ વગેરેની સદૃષ્ટાંત સૂક્ષ્મ ચર્ચાવિચારણા કરી છે. કેટલાક ચતુષ્કલ છંદોમાં ‘જ’ગણુની ઉપસ્થિતિ શા માટે નિષિદ્ધ છે તેનાં કારણેામાં તેઓ ઊંડા ઊતરે છે. વળી પિ’ગળના છંદોના સંગીત સાથેના સંબંધની, દેશીઓમાં આવતા તાનપૂરા, ધ્રુવપક્તિઓ(અથવા ટેક કે આંકણી)ની પણુ રસપ્રદ ચર્ચા તેમણે કરી છે.
બૃહદ્ પિંગલ'નાં પંદર પ્રકરણા અને વીસ પરિશિષ્ટામાં ઉપરની ચર્ચા વધુ વિસ્તારથી, વધુ વિગત, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાદાહરણ નિરૂપી છે. એમાં છંદનું કાર્યાં, અક્ષરનું સ્વરૂપ, લઘુગુરુવિવેક, વૈદિક છ ંદાનું સ્વરૂપ અને તેના પ્રકારા, અક્ષરમેળૠત્તોનુ સ્વરૂપ અને તેમનાં મેળ-મિશ્રા, ડિંગળના છંદ, ગઝલના છંદો, મરાઠીમાંથી આવેલા આવી અભંગ આદિ છંદા, દેશીઓનું સ્વરૂપ તથા પ્રવાહી છંદ કે સળંગ પદ્યરચનાના પ્રયત્ના આમ ગુજરાતી પિંગળના લગભગ સર્વાંગ્રાહી અભ્યાસ આપવાને અહીં પહેલી વાર સમ પુરુષા જોવા મળે છે. પિંગળની પરિભાષા, છંદોના વિશ્લેષણની પદ્ધતિ તથા તેમની ઉચ્ચારણદૃષ્ટિએ સમસ્યાએ – આ સર્વાંનાં વ્યવસ્થિત, સપ્રમાણ સમીક્ષા-અભ્યાસ અડી થયાં છે. બૃહત્ પિંગલ' એમના જીવનભરના પિ ́ગલ-અધ્યયનના જ નહિ, આપણી આજ પર્યંતની પિંગલ-અધ્યયનપરંપરાનાયે ઉત્તમ ફલરૂપ જણાય છે. છંદની પઢનપતિ બદલાતાં છંદોવિકાસની નવી દિશા ઊઘડે છે’૭૦ એ માર્મિક વાત જેમના ધ્યાનમાં છે એ કાવ્યન પિ ́ગલશાસ્ત્રી પિંગલના ભાવિ વિકાસ-અધ્યયનની આવશ્યકતા પર પણ ભાર મૂકે એ સ્પષ્ટ છે. રામનારાયણુ આ એક આકર ગ્રંથથીયે ગુજરાતી સાહિત્યમાં ચિર’જીવપદના અધિકારી છે જ.
-
તેમણે કવિતાના અભ્યાસીઓ-વિદ્યાર્થી એ માટે મધ્યમ પિંગળ’ની યેાજના કરી, તેનાં લગભગ ચાર પ્રકરણા પણ લખ્યાં હતાં; પરંતુ તેમનુ... અણુધાર્યું" અવસાન થતાં એ કામ અધૂરું રહેલું. તે કાર્ય ચિમનલાલ ત્રિવેદી તથા કાન્તિલાલ કાલાણીના સંયુક્ત પ્રયત્ને પૂરું થઈ, પુસ્તકરૂપે હવે સલભ થયું છે. આ