________________
પ્ર. ૧૦] રામનારાયણ પાઠક
[૪૧૯ મધ્યમ પિંગળનું કાર્ય રામનારાયણ કવિતાશિક્ષણમાં પિંગળની સમજને-ફાવટને કેવી અગત્ય આપે છે તેનું ઘોતક છે. કેટલાક દેની સીધેસીધી મહત્ત્વની માહિતી આપતા પદ્યપ્રયોગનું શાસ્ત્રીય નિરૂપણ લેખકે “પિંગળપ્રવેશમાં કરવા ધારેલું, તે “મધ્યમ પિંગળ'માં પરિશિષ્ટરૂપે સમાવી લેવામાં આવ્યું છે. એમાં હકીક્તલક્ષી શૈલીથી સરલપણે છંદેને શાસ્ત્રીય પરિચય રસિક રીતે તે તે છંદમાં આપવામાં આવ્યો છે.
રામનારાયણની કાવ્યમર્મજ્ઞ તરીકેની સાહિત્ય-સાધનામાં લયવિચાર-છ દેવિચાર-પિંગળવિચાર આટલો બધો મહત્ત્વનું બની રહ્યો એ ઘટના જ એમની કાવ્યગત સૂક્ષ્મ ભાવનકલાની સંકેતક છે. કાવ્યમાંના અર્થ તરફ આ ગાંધીયુગીન વિવેચકનું ધ્યાન જાય તો તે સ્વાભાવિક છે, પરંતુ કાવ્યનો અર્થ શેધતાં તેના લય તરફ વળ્યા અને છંદવિજ્ઞાની – પિંગળશાસ્ત્રી થયા એ ઘટના સાચે જ રોમાંચક છે. એમની પિંગળસાધનામાં કાવ્યગત સૌન્દર્યસાધનાનું જ પ્રેરણાબળ જેવું મુશ્કેલ નથી.
પ. સર્જન ૧. શેષનું કવિતાસર્જન
રામનારાયણનું જેમ વિવેચન તેમ એમનું સર્જન પણ વિપુલતા-ગુણવત્તાની દષ્ટિએ ધ્યાનાર્હ ગણાય. તેમણે સર્જનાત્મક સાહિત્યના નવ ગ્રંથે આપ્યા છે. વિવેયનની જોડાજોડ જ તેમનું સર્જનકાર્ય ચાલ્યું છે. તેમને પ્રથમ વિવેચનલેખ “કવિ બાલાશંકર કંથારિયાનાં કાવ્યો” ૧૯૨૧-૨૨માં પ્રગટ થયા ને એમનું રાણકદેવી' કાવ્ય પણ “જાત્રાળુ' નામથી ૧૯૨૧માં પ્રગટ થયું. “૧૯૨પના અરસામાં “શેષ” ઉપનામે “નર્મદાના આરે' પ્રગટ થયું. વચગાળામાં એક કાવ્ય ભૂલારામના ઉપનામે પણ પ્રગટ થયેલું. “શેષ'નું ગ્રંથસ્થ છેલ્લું કાવ્ય “સાલમુબારક ૧૮--૧૯૫૫ની તારીખ આપે છે. આમ જોઈ શકાશે કે તેમને સર્જનરસ જીવનભર ટકી રહ્યો અને તે અનેક રૂપે સાહિત્યમાં પ્રગટ થતો રહ્યો – સંપાદન, અનુવાદરૂપે પણ
હીરાબહેન પાઠક નિર્દેશે છે તેમ,91 પ્રિય પત્નીના જવાથી પિતે “શેષ” રહ્યા, અને એ પછી જે કાવ્ય ૧૯૩૮માં પ્રસિદ્ધ થયાં તે શેષનાં કાવ્યો. આ
શેષ વિગત થયે જે કાવ્ય પ્રસિદ્ધ થયાં તે વિશેષ કાવ્ય'. લગભગ સે-સવાસે રચનાના એ કવિ; પણ એમનાં કાવ્યો ગુજરાતી કવિતાના વિકાસમાં ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ૧૯૩૮માં “શેષનાં કાવ્યો' પ્રગટ થતાં સુન્દરમે લખ્યું કે