________________
૪૧૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ ચં’. ૪ ગદ્યશૈલી ગાંધીયુગીન સંસ્કારોને પ્રભાવ દાખવે છે. તત્ત્વતઃ તે તેમના લખાણની આંતરશિસ્તમાં – લખાણમાંથી વ્યંજિત થતા તેમના દષ્ટિપૂત અને મને પૂત સમાચરણમાંયે તેઓ ગાંધીયુગીન સત્ત્વને પ્રભાવ બતાવે જ છે. રામનારાયણમાં કલાકતિની સાથેની ઊંડી તદાત્મતા સાથે શાસ્ત્રકારની તટસ્થતા, પારદર્શિતા સાથે સૂકમ તાર્કિકતા, સમુદાર દર્શન સાથે અભ્યાસપૂત આકલન જોવા મળે છે, જે એમના વિવેચનમાં સમતુલા, શ્રયતા અને પથ્થતા લાવે છે. એમના વિવેચનમાં શાસ્ત્રની શિસ્ત છે, શાસ્ત્રાર્થજનિત કુંઠિતતા નથી. એમાં જીવનની અખિલાઈના સંદર્ભમાં કલાકૃતિમાં સત્ય માટે આગ્રહ છે પણ ક્યાંય કલાસૌંદર્ય પ્રત્યે બેઅદબી કે દ્રોહ નથી. વિશુદ્ધ દર્શન અને વિશદ વર્ણન –એ એમની ભાવયિત્રી પ્રતિભાની લાક્ષણિકતા છે. તેઓ દંભ, ભય, આછકલાઈ અને અધે – આ ચારેય કલારિપુઓથી બચતા ચાલ્યા છે. તેમના વિવેચનમાં સચ્ચાઈનું અને આસ્વાદજનિત પ્રફુલિતતાનું તેજ છે. સુન્દરમ કહે છે તેમ, તત્વના નિર્મળ નિરાડંબર આલેખનથી જ તેઓ પિતાનું કાર્ય સાધે છે. અને એ રીતે તેમના લખાણમાંથી સાહજિક તોપલબ્ધિને શાંત પ્રસન્ન રસ પ્રાપ્ત થાય છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિ કાવ્યની શક્તિને સાક્ષાત્કાર કરી તેને સાચો ખ્યાલ સૌને કરાવવાના શિવસંકલ્પની જ રમણીય પરિણતિરૂપ છે.
૪. પિંગળનિરૂપણ ગુજરાતી સાહિત્યમાં પિંગળને વ્યવસ્થિત અભ્યાસ તે અર્વાચીન કાળની દેણગી છે. “દલપત પિંગળ'થી આરંભીને કેશવ હર્ષદ ધ્રુવનાં “પદ્યરચનાની ઐતિહાસિક સમાલોચનાનાં વ્યાખ્યાને (૧૯૩૧) અને ત્યાર બાદ ખબરદારનાં ગુજરાતી કવિતાની રચનાકળા વિશેનાં વ્યાખ્યાને (૧૯૩૯) સુધીમાં ગુજરાતી પિંગળને કેવા પ્રશ્નો છે, અને તેના વ્યવસ્થિત અભ્યાસની કેવી જરૂર છે તેની સ્પષ્ટતા અભ્યાસીઓમાં થઈ ગઈ હતી. રામનારાયણને કાવ્યના બોલાતા શબ્દમાં –એના લયાન્વિત શબ્દમાં તીવ્ર રસ હતો અને તેથી ગુ. વ. સોસાયટી તરફથી અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય પર વ્યાખ્યાને આપવાનાં થયાં ત્યારે તેમાંયે ગુજરાતી પદ્યપ્રયોગની – એની છે દરચનાની તપાસ કરવાનું તેમણે પસંદ કર્યું. એ પછી “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણની વ્યાખ્યાનમાળામાં આ વિષયની કેટલીક તલસ્પર્શી તપાસ કરી ધ્યાનપાત્ર નિરીક્ષણે આપ્યાં.
રામનારાયણે પિંગળનું કાર્ય એક સંશોધકના જુસ્સાથી અને સાચા કાવ્યરસિકની હેસિયતથી કર્યું. તેમણે “પ્રાચીન ગુજરાતી છે દો' દ્વારા સ્વ. કે. હ. ધ્રુવ જ્યાં અટક્યા હતા ત્યાંથી, એટલે અપભ્રંશ-અપભ્રંશેત્તર કાલથી પદ્યરચનાની સમીક્ષાને છેક દયારામ સુધી પહોંચાડી “એ અભ્યાસની સળગતા”૬૦ સાધી આપી.