________________
પ્ર. ૧૦ ]
રામનારાયણ પાર્ટફ
[ ૪૧૫
એપ” એમ જણાવી તેને સૌપ્રથમ વાર તે ટૂંકી વાર્તાની સ્વરૂપચર્ચામાં સાંકળે છે. રામનારાયણ ટૂંકી વાર્તામાં વાર્તાની જીવંતતા, પાત્રોની વ્યક્તિતા, નિરૂપણુની સ્વાભાવિકતા અને પ્રતીતિકરતા પર ભાર મૂકે છે. ટૂંકી વાર્તામાં તેઓ લાધવ સાથે ચમત્કૃતિયે વાંછે છે પણ તે સંભવિતતાના ભાગે નહિ,
તેએ કથા અને વૃત્તાંત વચ્ચે ભેદ કરતા જણાય છે.પ૮ વૃત્તાંતમાંથી ભાવાકૃતિરસાકૃતિનું નિર્માણ થવું ઘટે. તેઓ નવલકથામાં લેખકના આગવા દષ્ટિક્રાણુની જિકર કરે છે. ઐતિહાસિક નવલકથામાં ઐતિહાસિક સમયને કલાત્મક રીતે સજીવન કરવાની લેખક પાસે તએ અપેક્ષા રાખે છે. ઐતિહાસિક નવલકથાયે કલાકૃતિ તા બને છે લેખકની જીવનના રહસ્યને વ્યંજિત કરવાની સર્જકતાના પ્રતાપે. રામનારાયણે લેાકસાહિત્ય-લેાકગીત વિશે અણ્ડતી જ વાત કરી છે તે તેમાં એ સાહિત્યની સામાજિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ જે ઉપયેાગિતા છે તેની વાત કરી, લેાકેાથી અલગ થવાથી નૈ રહેવાથી સાહિત્યને જ નુકસાન થાય છે તે તેમણે સ્પષ્ટ દર્શાવ્યું છે. તેમણે આપણે ત્યાં બાલસાહિત્યના ક્ષેત્રે જે મર્યાદાએ છે તે તરફ પણ પ્રસંગેાપાત્ત ધ્યાન દોર્યું" હતુ.
તેમની સમસ્ત વિવેચના તેમની ઉત્કૃષ્ટ સાહિત્યરસિકતા અને ઉત્કટ જીવનનિષ્ઠાની દ્યોતક છે. તેમની વિવેચનામાં કળાબળ સાથે કાળબળનેાયે ખ્યાલ સતત રખાતા જોવા મળે છે. એમ કરવામાં કેટલીક વાર પ્રશ્નોયે થતા હેાય છે. દા. ત., પ્રેમાનંદની બધી જ મર્યાદાઓને એના સમાજની મર્યાદાએ માનીને ચાલી શકાય નહિ. વળી આખ્યાનકાવ્યા અને મહાકાવ્યા નહિ ફાલવાનું કારણ ઊર્મિકાવ્યના અને નવલકથા-ટૂંકી વાર્તાના વિકાસ છે એમ માનવુ` કેટલે અ ંશે યોગ્ય તે પ્રશ્ન છે. રામનારાયણ લાગણીના અનુભવની અને સર્જનની ક્ષણને અલગ લેખે છે૫૯ તે મુદ્દો પણ ઘણા સંકુલ હેાઈ તેમાં વધુ ચર્ચાને સ્પષ્ટતાની અપેક્ષા રહે છે. તેમનું મહાકાવ્ય, આખ્યાનકાવ્ય ને ખંડકાવ્યનું વસ્તુદૃષ્ટિએ કરેલુ વર્ગીકરણ વ્યાવર્તક લક્ષણાના ધેારણે કેટલુ ટકે એ પ્રશ્ન છે જ. આવા કેટલાક પ્રશ્નોને બાદ કરતાં વિવેચનાત્મક લખાણામાંથી રામનારાયણ પાઠકની વિવેચક તરીકેની જે મુદ્રા ઊપસે છે તે ધણી તેજસ્વી અને ચિત્તાકર્ષક જણાય છે.
રામનારાયણુ ગાવર્ધનરામ, મણિલાલ, આનંદશંકરની પરંપરા સાથે સાતત્ય જાળવીને, સાક્ષરયુગીન વિવેચના સાથેનું અનુસંધાન રાખીને, ગાંધીયુગીન વિવેચનાના સંગીન પાયા નાખે છે. જીવનની અખિલાઈના સદ સાચવીને કલાની સ્વાયત્તતાને તેએ સ્પષ્ટતયા પક્ષ લે છે. તેમનું ચિંતક-માનસ, તેમનું પાંડિત્ય ૫ડિતયુગીન પરંપરાનું સ્મરણ કરાવે છે તે તેમની રજૂઆતરીતિ — તેમની