________________
૪૧૪ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ તેમ જ અન્યત્ર યથાવકાશ સાહિત્યના વિવિધ પ્રકારે બાબત જે સમીક્ષા કરી છે તેમાં કવિતા તથા ટૂંકી વાર્તાની સ્વરૂપચર્ચા મહત્ત્વની છે. તેમણે “પ્રાચીન ગુજરાતી છંદોમાં કાવ્યના નિબદ્ધ અને અનિબદ્ધ એમ બે વિભાગ કરી નિબદ્ધમાં નાટક, વર્ણનાત્મક પ્રબંધ, સંધાત વગેરેને તે અનિબદ્ધમાં પદો, ભજન, ગરબીઓ વગેરેને સમાવેશ કર્યો હતો. તેમણે પ્રબંધોનું વૃત્તબદ્ધ, જતિબદ્ધ અને દેશીબદ્ધ એમ પદ્યબંધના ધોરણે વગીકરણ કર્યું હતું. તેમણે વૃત્તબદ્ધ ઊર્મિકાવ્યને અલગ વિભાગ તરકે જોવાનુંયે પસંદ કર્યું છે. વળી તેમણે કાવ્યમાં નિરૂપિત જીવનવસ્તુના આધારે મહાકાવ્ય, આખ્યાનકાવ્ય, ખંડકાવ્ય અને ઊર્મિકાવ્યની એક શ્રેણી દર્શાવી છે. મહાકાવ્યમાં બૃહત્ સમાજ કે વંશ, આખ્યાનમાં વ્યક્તિજીવન, ખંડકાવ્યમાં વ્યક્તિના જીવનને કાઈ ખંડ – પ્રસંગ તે ઊર્મિકાવ્યમાં લાગણી –એકંદરે એ રીતની વ્યવસ્થા હોવાનું તેમનું મંતવ્ય છે.પ૨ આ સ્વરૂપમાં વિષયવસ્તુમાં ઉત્તરોત્તર સુશ્લિષ્ટતા વધારે જોઈએ એમ પણ તેઓ જણાવે છે. ખંડકાવ્યમાં લાગણી પ્રસંગ સાથે એકપિંડ એક પાસાદાર ઘનરૂપ પામે છે, જ્યારે લિરિકમાં લાગણું વહાવાય છે.૫૩ તેઓ ચિંતનપ્રધાન-વિચારપ્રધાન પ્રસંગકાવ્યોથી ખંડકાવ્યનું જુદાપણું બતાવે છે. રામનારાયણે સૌનેટને ગંભીર ભાવને અનુકૂળ કાવ્યપ્રકાર તરીકે તે મુક્તકનો “એક જ કલેકમાં સમગ્રપણે આવી જતા કાવ્ય” તરીકે પરિચય આપ્યો છે. “એક નાના હીરા ઉપર સફાઈબંધ કારીગરી હોય એવી કારીગરી મુક્તકમાં તેઓ જુએ છે.પ૪ રામનારાયણે પદનો ગેય પદ્યરચના” તરીકે ઉલ્લેખ કરતાં તેનાં દેશી, ભજન, ગરબો આદિ સ્વરૂપની પણ આસ્વાદલક્ષી ચર્ચા “નભોવિહાર”, “રાસ અને ગરબા” વગેરેમાં કરી છે. ગીતકાવ્ય માટે “ગીતાનુરૂપતા” તેમણે અનિવાર્ય માની છે. રામનારાયણે ગઝલને પણ સમુદારભાવે સત્કાર કરતાં તેને કાવ્યક્ષેત્રે થતા બહોળા પ્રયોગને આધુનિકતાના લક્ષણ તરીકે ઉલ્લેખે છે.૫૫ રામનારાયણે પોતે પોતાની મેળે વાંચી શકે એવા કાવ્યને “શ્રવ્ય તથા કઈ ગાઈ સંભળાવે એવા કાવ્યને “શ્રાવ્ય સંજ્ઞા આપી વાંચવાનાં અને સાંભળવાનાં કાવ્યોના બે ભેદ કરવાનો પ્રયાસ પણ કર્યો છે, જે ધ્યાનાર્હ ગણાય.
આ ઉપરાંત તેમણે દશ્ય કાવ્ય તરીકે નાટકને તેમ જ અન્ય વૃત્તાન્તબીજક કથાસાહિત્ય વિશે કેટલીક ચર્ચા કરી છે. તેમણે વૃત્તાન્તબીજક કથાસાહિત્યની શ્રેણીમાં ટુચકે, ટૂંકી વાર્તા, લાંબી વાર્તા, નવલકથા, અને પુરાણ અથવા મહાનવલ – એ રીતે ક્રમવ્યવસ્થા આપી છે. તેમણે યોગ્ય રીતે જ કહેવાની અને વાંચવાની વાર્તાઓ વચ્ચે ભેદ કર્યો છે. વાર્તાનું તીખામાં તીખું, એકાગ્રમાં એકાગ્ર, અણિયાળામાં અણિયાળું, સૂચકમાં સૂચક અને ધાર્મિકમાં ધાર્મિક સ્વરૂપ તે ટુચકે