________________
પ્ર. ૧૦]. રામનારાયણ પાઠક
[૪૦૭ તરફથી પ્રસિદ્ધ થયેલ પુસ્તકમાં સામાન્ય સંપાદક તરીકે એમનું નામ છે, પરંતુ એ કામ એમના સ્વર્ગવાસ બાદ કે. કા. શાસ્ત્રી તથા ચૈતન્યબાળા દ્વારા થયેલું છે.]
આ ઉપરાંત “આલોચના'માં આપેલી પ્રકાશ્ય ગ્રંથની યાદીમાં “સાહિત્યસ્વાદ, અધ્યાપકની નૈધ ભાગ : ૧ અને ૨, “મનનવિહાર', 'દ્વિરેફની કિશોર વાર્તા, તથા “રા. વિ. પાની પત્રધારાને નિર્દેશ કરવામાં આવ્યા છે.
આ ગ્રંથયાદી જતાં રામનારાયણની સાહિત્યિક પ્રતિભા કેવી બહુમુખી હતી તે તુરત પ્રતીત થશે. સર્જક-વિવેચક-શિક્ષકનું વિલક્ષણ સાયુજ્ય એમની સારરવત પ્રતિમા “ઇમેજ')માં અનુભવાય છે.
૩. વિવેચન રામનારાયણની આ તેજસ્વી સારસ્વત પ્રતિમાનાં વિવિધ પાસાંનું અવલોકન કરતાં એમનું વિવેચક પાસું સૌપ્રથમ નજરે ચઢશે. - ઉમાશંકરે પિતાને ગમતા ત્રણ પ્રમુખ વિવેચકોમાં આનંદશંકર અને બલવંતરાય પછી રામનારાયણને નિર્દેશ કરેલો તે સાભિપ્રાય જણાય છે. વિપુલતા તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ પાઠકનું વિવેચન પ્રભાવક છે. એ એમની જીવનભરની મુખ્ય, પ્રિય અને સાતત્યવાળી પ્રવૃત્તિ રહી છે. તેમના વિવેચનકાર્યની પ્રગતિમાં સાહિત્યનું સંપાદન-અધ્યાપન, સાહિત્યિક પત્રકારત્વ (“યુગધર્મ' અને “પ્રસ્થાન માટેનું ગ્રંથાવલોકનકાર્ય) વગેરે સીધાં કારણભૂત જણાય છે. ૧૯૨૨થી ૧૯૫૫ સુધીની એમની વિવેચન-કારકિર્દી દરમ્યાન એમણે લગભગ દસેક ગ્રંથમાં બે હજારથીયે વધુ પૃષ્ઠોની વિવેચન-સામગ્રી આપી છે; તે ઉપરાંત એમનું અગ્રંથસ્થ અમુદ્રિત વિવેચનકાર્ય તે અલગ.
રામનારાયણના વિવેચક તરીકેના વિકાસમાં, એમની સાહિત્યિક વિભાવનાઓના ઘડતરમાં ભારતીય કાવ્યમીમાંસાને ઊંડો પ્રભાવ જોઈ શકાય. “મમ્મટની રસમીમાંસા, ક્ષેમેન્દ્રની ઔચિત્યવિચારચર્ચા' જેવો લેખ તો ભારતીય કાવ્યમીમાંસા સાથેના સીધા સાતત્યમાં જોઈ શકાય છે “કાવ્યની શક્તિ, “કાવ્ય અને સત્ય જેવા લેખેમાંયે એ મીમાંસાધારાનું અનુસંધાન સ્પષ્ટ રીતે જોવા મળે છે.
તેમણે વિવેચનના સૈદ્ધાંતિક, કૃતિનિષ્ઠ, તુલનાત્મક અને ઈતિહાસનિષ્ઠ–એ સર્વ મહત્વના પ્રકારો ખેડ્યા છે. કાવ્યની શક્તિ; જીવન અને સાહિત્યને તેમ જ સત્ય અને કાવ્યને સંબંધ; કાવ્યમાં ભવ્યતા, અત્યુક્તિ આદિનું સ્થાન; ટૂંકી વાર્તાનું સ્વરૂપ, વિવેચનના વિવિધ પ્રશ્નો – આ સર્વ વિશેની તેમની વિચારણું સૈદ્ધાંતિક વિવેચનના ધ્યાનાર્હ નમૂનારૂપ છે.