________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ , ૪ તેમણે કૃતિનિષ્ઠ વિવેચનમાં કાવ્યાસ્વાદ-રસદર્શન, અવલોકનથી તે આકલનસમીક્ષા સુધીના વિવિધ પ્રકારે ખેડ્યા છે. કાવ્યપરિશીલન'માંના કાવ્યાસ્વાદે, શરદસમીક્ષા'ને લેખો, આનંદશંકર ધ્રુવના દિગ્દર્શન', “વિચારમાધુરી તથા આપણે ધર્મને ઉઘાતરૂપે લખેલા લેખે; “સરસ્વતીચંદ્ર', “રાઈનો પર્વત', પૂર્વાલાપ', “વિશ્વગીતા', “કાકાની શશી', “તણખામંડળ૧ અને ૩” વગેરે વિશેનાં એમનાં લખાણે એમની સત્ત્વશાળી કૃતિનિષ્ઠ વિવેચનાનાં ઉદાહરણ છે. એમની ૧૯ર૯ના ગુજરાતી ગ્રંથસ્થ વાલ્મય વિશેની સમીક્ષા એ પછીની સમીક્ષાઓ માટેના માર્ગદર્શક સ્તંભરૂપ જણાય છે.
રામનારાયણને તુલનાત્મક વિવેચનાને ખ્યાલ છે. તેઓ મહાભારતના નાપાખ્યાન અને પ્રેમાનંદના નળાખ્યાનની તુલના કરી વસ્તુદષ્ટિએ પ્રેમાનંદ કેટલા ને કેવા ફેરફાર કર્યા છે તેની નોંધ લે છે; રામાયણનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ તપાસે છે. સૈદ્ધાંતિક વિવેચન કરતાં ભારતીય અને પાશ્ચાત્ય વિવેચનાના કેટલાક નિષ્કર્ષો વચ્ચે રહેલા સાગ્યને ચીંધી બતાવે છે અને તદનુષંગે તેઓ સમન્વયલક્ષી વલણ પણ અપનાવે છે. કાવ્ય રસનિષ્પત્તિ માટે છે' – એ
ખ્યાલમાં તેઓ કલાને ખાતર કલાનો સિદ્ધાંતપ જુએ છે. “આર્ટ ઇઝ ઇલ્યુઝન'ના સિદ્ધાંતને શંકુકના ચિત્ર-તુરગન્યાયની સાથે મેળ જુએ છે. વળી કાવ્યજગતના અનુભવને ભાવનાત્મક કહેવામાં બેસાંકે (બેઝાકિટ)ના “આર્ટ ઈઝ કન્ટેન્સેટિવ'ના ખ્યાલનું તે કાવ્યજગતને અનુભવ સાધારણીકૃત છે તેમાં “લ આર્ટ ઇઝ યુનિવર્સલના ખ્યાલનું પ્રવર્તન જુએ છે. તેઓ “આર્ટ ઈઝ એકસ્ટ્રેશન ઑફ લાઈફ' સૂત્રનું સ્વારસ્ય “આત્મા એ જ સ્થાયી છેમાં આવી ગયેલું જુએ છે.’ રામનારાયણની સમન્વયદૃષ્ટિ કલા એ અનુકરણ છે અને કલા એ નવસર્જન છે – એ બંને મતોનું સમાધાન કરી શકે છે. તેઓ મૅથ્ય આર્નલ્ડની જેમ કાવ્યને જીવનની સમીક્ષારૂપે તેમ “જીવનના પ્રકટીકરણ૧૧-રૂપે પણ જુએ છે.
રામનારાયણની ઇતિહાસનિષ્ઠ વિવેચનાના સર્વોત્તમ ઉદાહરણરૂપે ૧૯૩૬માં ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં તેમનાં અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણેનાં પાંચ વ્યાખ્યાનોનો નિર્દેશ કરવો જોઈએ. આ વ્યાખ્યાનેમાં બહિરંગથી આરંભી કાવ્યને અંતરંગ સુધી પહોંચતાંમાં ગુજરાતી કવિતાના સર્વાગીણ વિકાસનાં મહત્ત્વનાં એવાં સ્થૂળ-સૂક્ષ્મ પરિબળાનું સમતોલ અને રસદૃષ્ટિએ સંગીન એવું નિરીક્ષણ એમણે સૌપ્રથમ વાર આપ્યું છે. રામનારાયણે ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના પ્રવાહા, સ્વરૂપ, કર્તાઓ અને કૃતિઓ વિશે અનેક અભ્યાસપૂત અભિપ્રાય ઉચ્ચાર્યા છે. તેમણે વિવેચકમાં