________________
પ્ર. ૧૦ ] રામનારાયણ પાઠક
[૪૦૫ ૧૯૫૦ સુધીના ગાળાના ઐતિહાસિક નિરૂપણના ઉત્તમ ગ્રંથ તરીકે સુરતની નર્મદ સાહિત્ય સભાને નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ “બૃહદ્ પિંગલ' માટે ૧૯૫૬નું સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક એનાયત થયેલાં. આ સર્વ વીગતે રામનારાયણની વિદ્વત્તાન -એમની સાહિત્યિક પ્રતિભાને કે સાર્વત્રિક અને ઉમદા સ્વીકાર-પુરસ્કાર ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ થયેલે તેને અણસાર આપી રહે છે.
રામનારાયણ સાહિત્યક્ષેત્રે વાર્તાકાર, કવિ, નિબંધકાર, નાટ્યકાર વગેરે અનેક રૂપાએ વિહર્યા છે પરંતુ એમના સમસ્ત સાહિત્યવિહારમાં એમની કલારસિક પ્રકૃતિને સ્વૈરવિહાર-ચિંતનવિહાર અવારનવાર પ્રતીત થાય છે. એમનામાં પિતાની અંદરના ગંભીર લેખકને હસી શકે એવો એક તોફાની વિદૂષક પણ હેવાનું તેઓ પોતે પકડી શક્યા છે. તેઓ એક હસતા ફિલસૂફની રીતે વિનોદ કરતાં કરતાં જીવનના અનેકાનેક પદાર્થોના અંતર મને ગંભીરતાથી
ઈ-પામી લેવામાંયે નિપુણ છે. તેઓ રસદષ્ટિએ જે કંઈ રહે છે તેને તર્ક પૂત રીતે રજૂ કરવાની કાબેલિયત પણ ધરાવે છે. જીવનના ને કાવ્યના એમના મમ: દર્શનમાં ગહનતા સાથે વિરોદતા અનિવાર્યતા સંપૂત હોય છે. તેઓ કાવ્યના ઈદને કાવ્યશાસ્ત્રી અને પિંગળશાસ્ત્રી ઉભયની નજરે જોવાની સાહજિક વૃત્તિશક્તિ દાખવે છે અને એમની આવી વૃત્તિશક્તિને કારણે જ એમના સાહિત્યમાં એકંદરે રસિક્તા ને પાંડિત્ય સાથે, સૌન્દર્ય અને સત્ત્વનું યે સહિતત્વ સમતાપૂર્વક હાંસલ કરી શક્યા છે.
૨. કૃતિઓ રામનારાયણનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે અર્પણ વિપુલતા તેમ જ ગુણવત્તા ઉભય દૃષ્ટિએ નૈોંધપાત્ર છે. એમના અત્યાર સુધીના પ્રકાશિત ગ્રંથોની યાદી નીચે પ્રમાણે છેઃ ૧. સર્જન
કવિતા (૧) શેષનાં કાવ્યો (૧૯૩૮), (૨) વિશેષ કાવ્યો (૧૯૫૯). નાટકઃ (૧) કુલાંગાર અને બીજી કૃતિઓ (૧૯૫૯). વાર્તાઃ (૧) દ્વિરેફની વાતો –૧ (૧૯૨૮), (૨) દ્વિરેફની વાતે-૨ (૧૯૩૫), (૩) દ્વિરેફની વાતે-૩ (૧૯૪૨). નિબંધઃ (અ) હળવા નિબંધે ઃ (૧) સ્વૈરવિહાર–૧ (૧૯૩૧), (૨) સ્વૈરવિહાર-૨ (૧૯૩૭). (બ) ગંભીર નિબંધ : (૧) મને વિહાર (૧૯૫૬). ૨. વિવેચન - (અ) સાહિત્યકલાગત ઃ (૧) અર્વાચીન ગુજરાતી સાહિત્ય (૧૯૩૩),