________________
૪૦૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ " [ચં. ૪ લગ્નગ્રંથિથી જોડાવાનું થયું ત્યારે તેમનાં લગ્ન સાથે સામાજિક ઊહાપોહ તે ઘણો થયો, પરંતુ તેમને મધુર દામ્પત્યે એ ઊહાપોહને નિરર્થક ઠરાવ્યું. હીરાબહેને ૧૯૪૭થી હૃદયરોગના વ્યાધિમાં સપડાયેલા પાઠકસાહેબની ખૂબ કાળજીથી પરિચર્યા કરી; પરંતુ છેવટે ૨૧-૯-૧૯૫૫ના રોજ એ જ વ્યાધિને ત્રીજા હુમલાએ પાઠકસાહેબનું મુંબઈમાં નિધન થયું.
તેઓ રુચિ-૨ પુરુષ – મૅન ઑફ ટેસ્ટ – હતા. જીવન તેમ જ કવનમાં સુરુચિ પર– ઔચિત્યવિવેક પર ખાસ ભાર મૂકનારા હતા. તેમનું રસરુચિનું ક્ષેત્ર વિશાળ હતું - લોકસાહિત્યથી માંડીને પ્રશિષ્ટ સાહિત્ય સુધીનું સાહિત્ય ઉપરાંત ચિત્ર, નૃત્ય, સંગીતાદિ કળાઓ સુધીનું. તેઓ વાતચીતરસિયા (conversationalist) હા. શિષ્યમંડળ મોટું હતું, જેમાં સ્નેહરશ્મિ, સુન્દરમ, કરસનદાસ માણેક, નગીનદાસ પારેખ આદિ અનેકને સમાવેશ થતો હતો. ઉમાશંકર પણ એમની સાથે આનંદશંકરના કેટલાક ગ્રંથોના સંપાદનમાં જોડાયા એ પણ (ત્રણેયને સ્તો) સુયોગ તે ખરે જ. રામનારાયણ ગાંધીયુગના મહાન સાહિત્યગુરુ બની રહ્યા. બાળાશંકર, કાન્ત, બલવંતરાય, ન્હાનાલાલ – એ રીતે અનેક સાહિત્યવીરોને પોતાની આસપાસની ઊછરતી સાહિત્ય પેઢી સમક્ષ સમ્યગૂ રીતે રજૂ કરવાને સંપાદક-વિવેચક શિક્ષકને
સ્વધર્મ તેમણે અદબપૂર્વક અદા કર્યો. તેમણે પોતાની સારસ્વત પ્રતિભાને ઉત્તમ હિસાબ અધ્યાપક, સાહિત્યકાર અને પત્રકારના ઉદાત્ત ધર્મ પાલનથી ગુજરાતને આપ્યો.
તેઓ જીવનભર સાહિત્ય-શિક્ષણની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ને મંડળ સાથે જોડાયેલા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિદ્યાસભા જેવી સંસ્થા
માં તેમણે પ્રમુખીય જવાબદારીઓ પણ અદા કરી હતી. તેઓ નવમી અને તેરમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય-વિભાગના તેમ જ સોળમી પરિષદમાં સમગ્ર અધિવેશનના માનાર્હ પ્રમુખ થયા હતા. તેમણે ૧૯૩૩માં રા. બ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં “નર્મદાશંકર કવિ” – એ વિશે તે ફાર્બસ ગુજરાતી સભામાં “કવિ નર્મદનું ગદ્ય' –એ વિશે, ૧૯૩૩માં ગુજરાત વિદ્યાસભામાં
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય' વિશે તો ૧૯૩૫-૩૬માં ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' વિશે, ૧૯૫૧માં મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ વ્યાખ્યાનમાળામાં “ગુજરાતી પિંગળ નવી દષ્ટિએ – એ વિશે વ્યાખ્યાન આપેલાં, જે પછી ગ્રંથસ્થ સ્વરૂપે પણ સુલભ થયાં છે. રામનારાયણને “ઉત્તરમાગીને લેપ (૧૯૪૦) વાર્તા માટે ૧૯૪૩માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક, પ્રાચીન ગુજરાતી છો' માટે ૧૯૪૯નું હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક અને તે જ ગ્રંથ માટે ૧૯૪૬થી.