________________
પ્ર. ૯ ]
અન્ય ગદ્યલેખકો-૨
[ ૩૯૯
અને મજૂર પ્રવૃત્તિ' વ.ના લેખક શ ́કરલાલ બૅંન્કર; શેકસપિયર તથા ખમાં શાની નાટયકૃતિનાં ભાષાન્તર તથા જીવન-અનુભવેાની સંસ્મરણુ–ને ધા આપનાર કૃષ્ણશંકર અં. વ્યાસ; રાષ્ટ્રીય સ્વતંત્રતાના ઇતિહાસની કીમતી સામગ્રી જેવાં કેટલાંક દસ્તાવેજી સંપાદના (બાપુના સરદાર ને પાતા પરના પત્રો, સરદાર વલ્લભભાઈ પટેલના લેખા', ‘ખારસદ સત્યાગ્રહ') આપનાર મણિબહેન વ. પટેલ (૧૯૦૩); ‘અભિનવ મહાભારત' તેમ જ અન્ય કૃતિના લેખક મુનિ સંતબાલજી (૧૯૦૪: સં. ૧૯૬૦); સ્વાતંત્ર્યસૈનિક, ‘વેરાન જીવન’ આત્મકથાના લેખક કમળાશંકર પંડયા (૧૯૦૪); ગાંધીજીની દિનચર્યાને ચીવટપૂર્ણાંક ડાયરીમાં નોંધી ‘એકલે ાને રે' ‘બિહારની કામી આગમાં', 'બિહાર પછી દિલ્હી', ‘દિલ્હીમાં ગાંધીજી' ૧-૨ જેવાં તેમ જ બાપુ મારી મા' આદિ પુસ્તકા આપનાર મનુબહેન ગાંધી (૧૯૨૭) વગેરેએ પણ નાંધપાત્ર અર્પણ કર્યું છે.
*
આ ઉપરાંત ‘ભગવદ્ગામંડલ કાશ'ના મુખ્ય સંપાદક ચંદુલાલ પટેલ (૧૮૮૯), ‘ઘેાડાં આંસુ : થેાડાં ફૂલ' આત્મકથાના લેખક અને સુખ્યાત નટ જયશંકર ‘સુંદરી' (૧૮૮૯–૧૯૭૫); ‘પાગલ હરનાથ' અને 'શ્રીકૃષ્ણે ચૈતન્ય’ આદિ પુસ્તકાના અનુવાદક નર્મદાશંકર ખી. પંડયા (૧૮૯૩); ‘ભગવદ્ગીતા એક અભિનવ દૃષ્ટિબિન્દુ' જેવી વિચારપ્રેરક કૃતિ, સંસ્કૃત કૃતિઓના અનુવાદા તથા અભ્યાસપૂર્ણ લેખા આપનાર સ ંસ્કૃતના વિદ્વાન પ્રતાપરાય માદી (૧૮૯૬); શિક્ષણ, અનુવાદ અને વાર્તાક્ષેત્રે કાર્યાં કરનાર ખાલકૃષ્ણે ચૂ. જોશી (૧૮૯૭); દક્ષિણ આફ્રિકાની લડતના કાર્યકર અને પત્રકારત્વ તથા અનુવાદક્ષેત્રે સેવા આપનાર પ્રાણશંકર સા. જોશી (૧૮૯૭); સમાજના ઉત્કર્ષ માટે અનેક દાન-ટ્રસ્ટા દ્વારા વિવિધ સંસ્થાઓને પ્રેરી, ધર્મ-વિજ્ઞાન-સાહિત્ય આદિનાં અનેક વિધ પ્રકાશને સુલભ કરાવી ગુજરાતી ભાષા અને વાઙમયને સમૃદ્ધ કરનાર, પ્રાર્થના-સ્તવન-ભજન-મુક્તક-ગઝલ આદિની પ્રભુપરાયણ અને આધ્યાત્મિક જીવનવિકાસ નિરૂપતી અનેક પદ્યકૃતિએ તેમ જ પત્ર-જીવનચરિત્ર-પ્રવાસ-પ્રસંગ આદિની સાધનાવિષયક સેાળેક (‘જીવનસંગ્રામ', ‘જીવનપાથેય', 'હિરજન સંતા', ‘જીવનપેાકાર’ વ.) ગદ્યકૃતિ આપનાર શ્રી મેાટા (૧૮૯૮–૧૯૭૬); કાવ્ય હજી હસ્તપ્રતમાં જ હેાય ત્યારે જ કવિને સહૃદયાના પ્રતિભાવ જાણવાની તક મળે એવી એકમાત્ર અને જગતમાં વિરલ ગણાય એવી કવિઓની ‘વર્કશોપ’ બુધ કવિસભા'નું ચારેક દાયકા સુધી દર છુધવારે નિયમિત સંચાલન કરી