________________
૩૯૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ ‘હદયમંથન” (ચેખોવની વાતોઓના અનુવાદઃ ૧૯૩૨), યુગાંતર' (નવલકથાઃ ૧૯૩૫), “સરિતાથી સાગર' (દાંડીકૂચનું જીવંત અને પ્રમાણભૂત વર્ણનચિત્ર: ૧૯૪૯), “ઈદિરાની આપવીતી' (૧૯૫૩), “એક પિપટની યાત્રા' (૧૯૫૯), “એક બાળકની ઝાંખી' વગેરે પુસ્તકે એમણે લખ્યાં છે. “માધવનિદાન” જેવા આયુર્વેદના શાસ્ત્રીય ગ્રંથને અનુવાદ આપ્યો છે. “પદ્ધ અને પોયણાં' (૧૯૬૧), “હરિસંહિતા”. નાં ઉપનિષદ (૧૯૬૪) જેવાં સંપાદને આપ્યાં છે. “સાપ વિશે એમણે એક મૌલિક પુસ્તક આપ્યું છે, અને ભારતના સર્વો” નામે દેવરસના અંગ્રેજી પુસ્તકને અનુવાદ આપ્યો છે. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનનાં જુદાં જુદાં ક્ષેત્રમાં પણ આ લેખકને જીવંત રસ છે એ દેખાઈ આવે એવું છે. ગુજરાતની લેકમાતાઓ પણ એમનું નદીવિષયક નોંધપાત્ર પુસ્તક છે. (મ.)
આ સમયગાળામાં જે નવપ્રસ્થાને થયાં છે તેની ઉપેક્ષા થઈ શકે એમ નથી–આ સર્વનાં શુદ્ધ સાહિત્યિક મૂલ્યને વિશે ગમે તેટલાં મતમતાંતરો હોય તોપણ. સાહિત્ય પણ જેની નીપજ છે તે મનુષ્ય જીવનને આમૂલચૂડ નવસંસ્કાર આ યુગમાં થવા લાગ્યો હતો. મનુષ્યજીવનના વિકાસને સારુ અકથ્ય અવકાશની ક્ષિતિજો ઊઘડવાને ઉપક્રમ આરંભાયો હતો. અમ્યુદય માટેની નવીન આશાઓ પાંગરવા માટેનું સ્કૂર્તિદાયક હવામાન, માનવમુક્તિ માટેની અપૂર્વ સંપ્રજ્ઞા પ્રગટ થતાં જતાં હતાં. એના પ્રભાવે કરીને, પહાણુ પલળીને ઝરણું થઈને વહે એમ, સર્જનની સરવાણીઓ વહેતી થઈ. આ બધું વિશેષ કરીને પ્રજાજીવનના શિક્ષણને તાકતું હતું. વિદ્યાનું સંવર્ધનવિવર્ધન પણ આ યુગે તાક્યું હતું. તેથી કેવળ સાહિત્યિકે નહિ, પણ સંશોધકે, સાક્ષર, લેખકે વગેરેનું કાર્ય પણ ઊંચી ગુણવત્તાવાળું બન્યું છે. આમાંથી કેઈએ શિક્ષણવિષયક, કેઈએ અર્થશાસ્ત્રવિષયક, કેઈએ વળી ગ્રંથાલયશાસ્ત્રવિષયક મૌલિક લખાણ કર્યા છે અને ગુજરાતી ભાષાને ખીલવી છે તથા ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. (મ.)
પત્ર, લેખ, ભાષણો (“સરદાર વલ્લભભાઈનાં ભાષણે') દ્વારા ગુજરાતી ગદ્યની વિશિષ્ટ અને પ્રબળ શક્તિ પ્રગટ કરનાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ (૧૮૭૫–૧૯૫૦); “મારે ચીનને પ્રવાસ', “પર્વમહિમા”, “સર્વોદયની સરવાણી', શિક્ષણ અને સંસ્કૃતિ', “ગ્રામરચના” જેવી કેટલીક કૃતિઓના લેખક ગુજરાતના અનન્ય લેકસેવક રવિશંકર મહારાજ (૧૮૮૪); “માનવતાનાં ઝરણું તથા સંસ્મરણોના લેખક ગણેશ વાસુદેવ માવળંકર (૧૮૮૯-૧૯૫૬); “ગાંધીદીક્ષા'ની સ્મરણમાળાના લેખક છગનલાલ જોશી; “ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ', ગાંધીજી