________________
પ્ર. ૯]
અન્ય ગદ્ય લેખકો-૨
[ ૩૯૭
સરસ સંગ્રહા કર્યા છે. સરસ્વતીચંદ્રના વાર્તા રૂપે (૧૯૫૭) તેમણે સ ંક્ષેપ કરેલા છે.
વિક્ટર ઘગાની નવલકથા ‘લા મિઝરેબલ’ના ‘ગુના અને ગરીબાઈ' (૧૯૫૭) નામથી અને ચાર્લ્સ ડિકન્સકૃત નિકાલાસ નિકલબી'ના ‘કરણી તેવી ભરણી’ (૧૯૬૫) નામથી તેમણે સંક્ષેપ કર્યો છે. ઍલેકઝાન્ડર ડયૂમાકૃત ‘થ્રી મસ્કેટિયર્સ'ને તેમના સંક્ષેપ (૧૯૬૪) પણ લાકપ્રિય થયા છે. શ્રી રાજય જીવનયાત્રા (૧૯૪૬) નામે શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર પણ તેમણે લખ્યું છે. (સાં.)
મણિભાઈ ભગવાનજી દેસાઈ (૧૯૦૫) : વલસાડ જિલ્લાના ગણુદેવી તાલુકાના વતની મણિભાઈ ભગવાનજી દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણીના રંગે રંગાયા હતા. અનુવાદપ્રવૃત્તિમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે.
એમનાં મુખ્ય મુખ્ય અનૂદિત પુસ્તકા તે જવાહરલાલ નેહરુનું ‘જગતના ઈતિહાસનું રેખાદર્શન' (૧૯૪૫), કુમારપ્પાનું ‘હિંદબ્રિટનના નાણાંવ્યવહાર (૧૯૪૭), સુશીલા નય્યરનું બાપુના આગાખાન મહેલમાં એકવીસ દિવસ’(૧૯૫૦), બિરલાનું ‘મહાત્માજીની છાયામાં' (૧૯૫૬), બલવ ંતસિંહનું બાપુની છાયામાં' (૧૯૫૮), રાજાજીનુ` ‘રામચરિત' (૧૯૬૬), પ્યારેલાલનાં ‘ભાવિ સમાજરચનાની દિશામાં’ (૧૯૬૩), ‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ' ૧–૪ (૧૯૬૪) છે. ગાંધીવિચાર-પ્રભાવિત મણિભાઈ સમેત બીજા સંખ્યાબંધ અનુવાદકાએ અનુવાદને કળા અને વિજ્ઞાન તરીકે વિકસાવીને અનુવાદને વ્યવસાય પ્રતિષ્ઠિત કર્યા છે. સ`નલક્ષી સાહિત્ય કરતાં એ જરાય ઊતરતા નથી, એ પણ અનુવાદક પાસે દિલચસ્પીની અપેક્ષા રાખે છે. મૂળ ગુજરાતી ભાષામાં જ લખાયા હેાય એવી સહજતા અને સ્કૃતિ તેમના અનુવાદો દાખવે છે. ભાષાને લેાકજાગૃતિના અને સંસ્કારપ્રસારના માધ્યમ તરીકે આ લેખકેાએ ખીલવી છે.
એમનાં મૌલિક પુસ્તક્રામાં હિંદના જવાહર' (૧૯૫૪), તેમ જ ‘લિંકન” એ બે ચરિત્રા એમની રુચિના વિષયેાનું સૂચન કરે છે. મહુધા કિશારાને પ્રેરે એવા આચરત્રનાયકાનું ચિત્રણ સરસ થયું છે. નવજીવન વિકાસવાર્તા’ એમની મહત્ત્વની કૃતિ છે. સપાદનેામાં જે ઝીણવટ તથા નિષ્ઠા જોઈએ તે તા આ ડેડીના લેખાની તાલીમની મુનિયાદ છે જે અહી... મણિભાઈમાં પણ દેખાય. છે. ૧૯૮૦માં એમનુ` ઍબ્રહામ લિંકન' નામનું પુસ્તક પ્રગટ થયુ` છે. (મેા.)
શિવશંકર પ્રાણશ’કર શુક્લ (ઈ. ૧૯૦૮) : ગાંધીયુગના પ્રબળ સ્વાતંત્ર્ય આંઢાલનના પ્રભાવ હેઠળ એમણે તત્કાલીન સરકારી કેળવણીને, ખીન્ન ઘણાંની જેમ, છેાડી અને ગૂજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણી લઈને આ વિદ્યાવિશારદની પદવી મેળવી હતી.