________________
૪૦૦ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ ૪
ગુજરાતી કવિતાની અનન્ય સેવા કરનાર, છપ્પન વર્ષ જેટલા સુદીર્ધ સમય સુધી કુમાર' માસિકના સંપાદન દ્વારા ગુજરાતને સત્ત્વશાળી વાચન પૂરું પાડી ત્રણત્રણ પેઢીઓનુ` સંસ્કારઘડતર કરનાર, અનિયતકાલિક કવિતા' અને પછી કવિતા-સાયિક વિલેાક'ના પ્રેરક, ગુજરાતી લિપિને નવા મરોડ આપનાર, સુરુચિપૂર્ણ મુદ્રણકલાના નિષ્ણાત અને ‘ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકળા' આદિ કલાવિષયક તેમ જ મુદ્રણકળાવિષયક લેખા, કલાવિવેચને તથા કાવ્યાના મિતાક્ષરી અદ્યોતક આસ્વાદ કરાવનાર મર્મજ્ઞ કલાવિવેચક અને પત્રકારત્વને ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર બચુભાઈ રાવત (૧૮૯૮– ૧૯૮૦) વગેરેનું અણુ નોંધપાત્ર છે. (ચિ.)
[આ પ્રકરણમાં જે લખાણને અંતે (સાં.) લખ્યું છે તે લખાણ ભાગીલાલ સાંડેસરાનું, (પૃ.) લખ્યું છે તે કૃષ્ણવીર દીક્ષિતનું, (મા) લખ્યું છે તે મેહનભાઈ પટેલનું અને (ચ.) લખ્યું છે તે લખાણ ચિમનલાલ ત્રિવેદીનું છે.]