________________
૩૮૬]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[થ'. ૪
-
-6
- મેાટી અને નાની, ગિજુભાઈ સાથે (સ, ૧૯૮૮), ‘લાકપોથી' — નરહિર પરીખ સાથે (૧૯૩૯), ‘ગ્રામભજનમ`ડળી' (૧૯૪૦), ‘આત્મરચના અથવા આશ્રમી કેળવણી' (૧૯૪૬), ‘હળપતિ-મુક્તિ’ (૧૯૪૬), ગ્રામસેવાના દસ કાÖક્રમા' (૧૯૩૯), ગ્રામવિદ્યાપીઠની ભૂમિકા'—નાનાભાઈ વગેરે સાથે (૧૯૫૧), ‘સુરત જિલ્લા સર્વેદિયયેાજના' (૧૯૫૧), ‘અધ્યાપનકળા' (૧૯૫૩), સુંદરપુરની શાળાના પહેલા કલાક' (૧૯૫૪), ‘પંખીડાં' (૧૯૫૭), ‘ગાલ્લી મારી ઘરઘર જાય’ (૧૯૫૭), ‘ઈશ ઉપનિષદ' (૧૯૬૩), ‘ખાદીભક્ત ચુનીભાઈ' (૧૯૬૬), ‘ ગુરુદેવનાં ગીતા ' (૧૯૬૨) વગેરે પુસ્તકા એમની સમગ્ર જીવનપ્રવૃત્તિનાં દ્યોતક છે. ગુજરાતી ખાલસાહિત્યના ઇતિહાસમાં જુગતરામભાઈના પ્રદાનને ઉમળકાભેર સ્વીકાર કરવાના રહેશે. બાળક વિશે અને એના ઉછેરની નજાકતા વિશે વિચારીને લખતા બાલસાહિત્યના અત્યંત વિરલ લેખકેામાં તેમની ગણતરી કરવી પડે તેમ છે. જોડકણાં, બાળગીતા, બાળનાટક આદિમાં તેમનું પ્રદાન તેાંધપાત્ર છે. બાલસહજ સરળ મુગ્ધતા એનું લક્ષણ છે. બાલસાહિત્યની જેમ જ ગુજરાતની કેળવણીના ઇતિહાસમાં પણ એમનું સ્થાન મેાખરાનું છે. ઘણાં પ્રલેાભના જતાં કરીને સુરત જિલ્લાના વેડછી ગામમાં નાનકડા આશ્રમ લઈને આદિવાસી પ્રજાના ઉત્થાનના કામમાં તેઓ લાગી ગયા છે. એને અનુષ ંગે તેઓ શિક્ષણની પ્રવૃત્તિએ પણ કરે છે. ગાંધી વિદ્યાપીઠ' એ એમની પ્રવૃત્તિના સ્વાભાવિક પરિપાકરૂપ સંસ્થાનું નિર્માણ થયુ છે. હમણાં એમણે પોતાની જીવનકથા કહેવાને મિષે વેડછીની એમની પ્રવ્રુત્તિઓનેા આલેખ આપતી ‘મારી જીવનકથા' (૧૯૭૫) પ્રગટ કરી છે. આપણા ચરિત્રસાહિત્યમાં એ સુંદર ઉમેરા કરે છે. (મા.)
હરભાઈ દુર્લભજી ત્રિવેદી (૧૮૯૨–૧૯૭૯) : હરભાઈ ત્રિવેદીના જન્મ વરતેજ (જિ. ભાવનગર)માં થયેા. એમનું શિક્ષણુ મુખ્યત્વે ભાવનગરમાં થયું. હરભાઈ ને સાહિત્યમાં, અને સવિશેષ બાળસાહિત્યમાં ઊંડા રસ છે. ગુજરાતના પ્રથમ પંક્તિના કેળવણીકારામાં હરભાઈની ગણતરી કરી શકાય. એમણે જે થાડું લખ્યું તે પણ શિક્ષણને વિશે જ લખ્યુ છે. ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિભવન'ના પ્રયાગ ગુજરાતના શિક્ષણના ઇતિહાસમાં મહત્ત્વના છે. તેઓ ત્યાં જોડાયા, અને એમના પ્રયત્નથી જ ‘દક્ષિણામૂર્તિ'માં સહશિક્ષણ આરંભાયુ.
‘તથાગત’ (૧૯૨૪), ‘વિદ્યાર્થી એનું માનસ' (૧૯૨૪), ‘શરીરવિકાસ' (૧૯૨૪), ‘જાતકકથાએ’' (૧૯૨૮), 'નૃસિંહસાર' (૧૯૨૮), ‘ગુજરાતી કવિતા' વર્ષ ૧-૨-૩-૪ (૧૯૨૮), ‘જાતીયવિકૃતિનાં મૂળ' (૧૯૨૮), ‘ડોલ્ટનયેાજના' (૧૯૨૯), ‘ભયનેા ભેદ’ (૧૯૨૯), ‘ગ્રામપુનટના' (૧૯૨૯) વગેરે પુસ્તકા લખ્યાં છે. પશ્ચિમમાં વિકસતી જતી શિક્ષણવિચારધારાએ એમનાં લખાણાનું પ્રભાવક