________________
પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨
[૩૮૫ પુસ્તિકાઓની સંખ્યા ઘણી છે. બાળકને લક્ષમાં રાખી એમણે કેટલીક લેકવાર્તાઓને નવેસરથી ઢાળી છે. બાળસાહિત્યને તે એ યુગપ્રવર્તક કહેવાય. એમના સેવાકાર્યની કદર રૂપે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
બાળશિક્ષણશાસ્ત્રવિષયક સાહિત્ય, કિશોરસાહિત્ય, બાળસાહિત્ય વગેરે પહેલી જ વાર દષ્ટિપૂર્વક ગિજુભાઈ આપણને આપે છે. બાળકને એના હાથાશ્યમાં, એના તળપદમાં સમજનાર સાહિત્યકાર આપણે ત્યાં એ પહેલા છે. ગિજુભાઈની શૈલી સરળ અને સુબોધ છે. જીભને એમણે ભાષા નથી આપી, જીભે જ એમને ભાષા આપી છે, તેથી એમનું સાહિત્ય આબાલવૃદ્ધ સૌ મેજથી માણી શકે છે.
ગિજુભાઈએ “વાર્તાનું શાસ્ત્ર' (ખંડ ૧ અને ખંડ ૨) રચ્યું છે. સાહિત્યસ્વરૂપના અભ્યાસમાં વાર્તાને શાસ્ત્રકારે જ રચેલા આ બે ગ્રંથે આપણા સાહિત્યના અમૂલ્ય ગ્રન્થ છે. વાર્તા વિશેની એમની સૂઝ અહીં પ્રગટ થાય છે. વિષય શિક્ષણશાસ્ત્રને હાય, બાળવાર્તાને હાય, શિક્ષકને કે વાલીઓને બોધ કે માર્ગદર્શનને હોય પણ ગિજુભાઈની શૈલી વિષયને અનુરૂપ ઢાળે ઢળતી હોય છે. એમનું દર્શન સ્પષ્ટ છે તેથી એમની અભિવ્યક્તિ પણ અસંદિગ્ધ છે. શિક્ષક ગિજુભાઈની સર્ગશક્તિને એમના સાહિત્યમાં પણ સંચાર વરતાઈ આવે એ છે. (મે.)
જુગતરામ ચીમનલાલ દવે (૧૮૯૧)ઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં જુગતરામભાઈને જન્મ થયો હતો. મુંબઈમાં તેઓ સ્વામી આનંદ, કાકા કાલેલકર આદિન ને પછી ગાંધીજીના સંસર્ગમાં આવ્યા. અહીંથી એમને જીવનમાં પરિવર્તન આવે છે. ઘર-કુટુંબ છેડીને ગાંધીજીના આશ્રમમાં બાળશિક્ષણનું કામ લઈને તેઓ બેસી જાય છે. ગાંધીજીની બહુવિધ પ્રવૃત્તિઓમાં તેઓ પરોવાઈ જાય છે. અસહકારની લડત વખતે ગાંધીજી અને તેમને બીજા બધા સાથીઓ જેલમાં ગયા ત્યારે ‘નવજીવન’ આદિ પત્રોનું સંચાલન જુગતરામભાઈએ કર્યું હતું. એમનાં પુસ્તકમાં મુખ્યત્વે શિક્ષણવિષયક અથવા શિક્ષણના સાધનરૂપ અથવા તત્વવિચારને લગતાં છે. “આશ્રમપ્રાર્થના, “કૌશિકઆખ્યાન' (૧૯૨૬), જેલડાયરી' (રાજાજીની ડાયરીને અનુવાદ, સં. ૧૯૭૯), “ચણીબોર” (સં. ૧૯૭૮) અને “રાયણું” ૧-૨ (સં. ૧૯૮૧) જેવા બાળગીતોના સંગ્રહે, “આંધળાનું ગાડું, ભેરુ' (સં. ૧૯૮૪), પ્રહલાદ (સં. ૧૯૮૫), “ગાંધીજી' (૧૯૨૯), બાળકને ગાંધીજી' (સં. ૧૯૮૫), ખેડૂતને શિકારી' (૧૯૩૧), “ચાલગાડી' ગુ. સા. ૨૫