________________
% ૯ ]
અન્ય ગદ્યલેખકો-૨
[ ૩૮૭
ખળ રહ્યું છે. ભારતીયતા સાથે શકય એટલા એને મેળ બેસાડીને દેશના વમાન સંદર્ભ સાથે અનુબંધ બાંધવાના પુરુષાર્થી હરભાઈએ કર્યું છે. એમનું ગદ્ય એના હેતુને તાકે છે. (મા)
તારાબહેન માડક (૧૮૯૨) : પૂનાનાં વતની આ બહેને દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાઈ બાલશિક્ષણ અને માટૅસેટરી શિક્ષણુપદ્ધતિમાં ગિજુભાઈ સાથે નોંધપાત્ર કામગીરી કરી છે. ‘બાળકાનાં રમકડાં’ (૧૯૨૭), ‘બાળવાર્તાની વેણીઆ', બાલચારિત્ર્ય’, ‘બાલકની માગણી ને હઠ', ‘ધરમાં મેાન્ટીસારી' જેવી અનેક કૃતિએ એમણે આપી છે. ‘શિક્ષણુપત્રિકા’નાં તેઓ સહતંત્રી હતાં. (ચિ.)
મગનભાઈ પ્રભુદાસ દેસાઈ (૧૮૯૯–૧૯૬૯) : આગ્રહી ગાંધીવાદી ચિન્તક અને કેળવણીકાર તથા ભાષાસાહિત્યના અભ્યાસી મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ ગૂજરાત વિદ્યાપીઠમાં એક અધ્યાપક અને મહામાત્ર તરીકે વર્ષો સુધી સેવા આપી હતી; ‘સાર્થ જોડણીકેાશ'નાં નવસ`સ્કરણામાં ફાળા આપ્યા હતા; વિદ્યાપીઠ તરફથી કેટલાંક વર્ષોં ચાલુ રહેલા માસિક ‘શિક્ષણ અને સાહિત્ય'નું સંપાદન કર્યું હતું; મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પછી કિશારલાલ મશરૂવાળાના તંત્રીપદે ચાલુ રહેલ ‘હરિજન’ સાપ્તાહિકાનું તંત્રીપદ કિશારલાલભાઈના અવસાન પછી મગનભાઈએ સ ંભાળ્યું હતું; એ સાપ્તાહિકા બંધ થયા પછી ‘સત્યાગ્રહ' નામે પેાતાનું સાપ્તાહિક કેટલાંક વર્ષોં ચલાવ્યુ` હતુ` અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે લગભગ છ વર્ષ કામ કર્યું હતું.
સાહિત્યક્ષેત્રે મગનભાઈના પ્રદાનના મુખ્યત્વે ચાર વિભાગ પાડી શકાય : સ્વરાજ્યવિચારણા અને રાષ્ટ્રીય કેળવણીનુ ક્ષેત્ર, કૈાશરચના અને ભાષાસાહિત્યનાં સંપાદના, ધર્મવિચારણા અને અનુવાદ.
સ્વરાજ્યવિચારણા અને રાષ્ટ્રીય કેળવણીના ક્ષેત્રે એમની મુખ્ય કૃતિઓ નીચે મુજબ છે : ‘રાષ્ટ્રીય મહાસભા અને વિદ્યાથી પ્રવૃત્તિ’ (૧૯૪૫), ‘વિદ્યાથી ગ્રીષ્મપ્રવૃત્તિ' (૧૯૪૬), ‘હિન્દની અંગ્રેજી વેપારશાહી, ઈ. સ. ૧૬૦૦ થી ૧૮૦૦’ (૧૯૪૬), ‘સત્યાગ્રહની મીમાંસા’(૧૯૩૪), ‘સત્યાગ્રહની સપ્તપદી' (સં.) (૧૯૫૨), ‘આપણા દેશમાં આપણું રાજ્ય' (૧૯૫૬), ‘સ્વરાજ્ય એટલે શું...?’ (૧૯૫૬), રાજા રામમેાહન રાયથી ગાંધીજી – હિન્દની આઝાદીના ઇતિહાસની સમીક્ષા' (૧૯૫૭), ‘આપણુ ́ પરમ યંત્ર (૧૯૫૭), ‘અંગ્રેજી અને સાંસ્કૃતિક સ્વરાજ્ય’ (૧૯૫૭), ‘મેકાલે કે ગાંધીજી? ભારતમાં અંગ્રેજીના સ્થાન વિષે ચર્ચા કરતા લેખાના સંગ્રહ' (૧૯૬૦), ‘ગાંધીજીને જીવનમા' (૧૯૬૬),