________________
-૩૮૨ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ રજૂઆતની પ્રાંજલતા, જીવનના ઉદાત્ત તત્ત્વને એ પ્રસવ એની અપૂર્વતા સિદ્ધ કરે છે. સમગ્ર વિશ્વસાહિત્યમાંના ડાયરી સ્વરૂપની વાત કરીએ ત્યારે પણ મહાદેવભાઈની ડાયરીઓના આ મહવને પુરસ્કાર્યા વિના ચાલે એવું નથી.
નવલકથા, ચરિત્ર, વાર્તા આદિને જેમ નર્યા સાહિત્યપ્રકાર લેખે સ્વીકૃતિ આપી શકાય, તેવી જ સ્વીકૃતિ ડાયરીને આપવી એ જણાય છે એટલું સરળ નથી. હા, ગદ્યને એક નૂતન આવિષ્કાર એમાં શક્ય છે, – જે સમર્થ ગદ્યલેખકે તે લખી હેય. આ સ્વરૂપની નમનીયતા અચિંત્ય છે. ક્યારેક કથન, ક્યારેક વર્ણન, ક્યારેક ચિંતન ક્યારેક યાદ, ક્યારેક વિવાદ તો વળી ક્યારેક સંવાદ, ક્યારેક અંતર્મુખ થતાં વ્યક્ત થવાય, બહિર્મુખ થતાં વ્યક્ત થવાય...એક રીતે જોઈએ તો ચાક પરને તૈયાર પિંડ એને કહી શકાય, કેડિયું ઊતરે ને કુલડીચે ઊતરે, ઘડે ઊતરે ને ગાગરેય ઊતરે : જે ઉતારનાર ! ડાયરીલેખકે આપેલાં કેટલીક વ્યક્તિ
નાં રેખાચિત્ર, નખચિત્ર ચિરંજીવ છે. ડાયરીલેખકની ભાવિતાત્મકતા અને ઘાટ આપે છે. ડાયરીલેખકની ભાવાકૃતિ જેટલી દિધારહિત તેટલી ડાયરી સરળ અને પ્રાસાદિક રહેવાની.
ડાયરીલેખનને કેટલાક સ્વાભાવિક અભિવ્યક્તિરૂપ ગણીને તેને સાહિત્યિક મહિમા કરે છે. મહાદેવભાઈ જેવો કોઈ ડાયરી લખે ત્યારે આ અભિવ્યક્તિરૂપ સ્વાભાવિક રહી શકે છે એની પ્રતીતિ આપણને થાય છે. વળી મહાદેવભાઈની બહુશ્રત સ્વસ્થ સર્જક પ્રતિભાને પણ આ ડાયરીઓને લાભ મળે છે. તેથી આ 'ડાયરીઓમાં સાહિત્યિક મૂલ્યને સ્વીકાર-પુરસ્કાર કરી શકાય છે. કાકાસાહેબે આ ડાયરીઓ વિશે લખ્યું છેઃ
લોકજાગૃતિના અને ખાસ કરીને સત્યાગ્રહના વિરચિત જમાનામાં ગાંધીજીએ દેશમાં બધે યાત્રા કરી એનાં દોડતાં વર્ણન અને દેશસેવકોની પ્રવૃત્તિને લગતાં ટૂંકાં ચરિત્રચિત્રણે જે શૈલીમાં મહાદેવભાઈએ મૂક્યાં છે તે એક નવી શૈલી છે, એની અસર આજના જમાનાના અખબારી સાહિત્ય પર પણ પડેલી દેખાય છે. એ શૈલીનું જ્યારે રીતસરનું અધ્યયન થશે ત્યારે સમકાલીન જીવનનું પ્રતિબિંબ પાડતા એ નવા સાહિત્યની આપણે પૂરી કદર કરતાં શીખીશું. જીવન પ્રત્યે શુભ દૃષ્ટિએ જોવાની અને પરિસ્થિતિનો મર્મ ટૂંકમાં સમજાવવાની ખૂબી એ મહાદેવભાઈની ખાસ પ્રસાદી છે.”
આ ડાયરીઓમાં મહાદેવભાઈ પિતે ક્યાં એ પ્રશ્ન કઈ કરે છે ? મહાદેવભાઈનું અંગત કહેવાય એવું તે આ ડાયરીમાં સિંધુમાં બિંદુ જેટલું, પણ એ “અંગત'ને લોભ ન રાખીએ તે કૂલમાં રહેલી ફોરમની જેમ જ મહાદેવભાઈ આ ડાયરીઓમાં તત્સમ છે. એક ઉદાહરણ લઈએ, સાદું જ અને હાથે ચડ્યું છેઃ