________________
પ્ર. ૯] અન્ય ગલેખકે-૨
[૩૮૩ ...જતન કરતાં આવડે તો એ શબ્દોમાં બાપુનું જીવન આવી જાય છે એમ કહી શકાય. “દાસ કબીર જતન કર ઓઢી, કી ત્યોં ધર દીની ચદરિયાં' એ શબ્દ બાપુને
ઈને ઘણી વાર યાદ આવી જાય છે. ૩૦-૩૫ વર્ષ થયાં શરીરની અને મનની શુદ્ધિનું જાગ્રત જતન એમણે જેવું કર્યું છે તેવું કોણે કર્યું હશે ?”
આમ જુઓ તે ગાંધીજીને જ આકારિત કરતા આ શબ્દ છે. ડાયરીલેખક મહાદેવભાઈને નહિ, પણ એ દ્વારા મહાદેવભાઈનું જે નિરંજન નિરાકાર નિરાકુલ રૂપ સર્જાય છે તે કેવું અનન્ય છે! ડાયરીઓમાં પરોવાઈને રહેલા મહાદેવભાઈ અહીં આંખથી દેખી શકાય એવો કોઈ આકાર ધારણ કરતા નથી. ડાયરીમાં સર્વત્ર એમની શક્તિઓની પરિચિતિ વરતાય છે.
ગાંધીયુગના નવજીવન-વિદ્યાપીઠ સંપ્રદાયના લેખકેએ વળી ગદ્યની નવીન ક્ષિતિજે બતાવી છે. મહાદેવભાઈના ગવે એમાં મહત્વનો ફાળો આપ્યો છે. અકૃત્રિમ, સીધું, સહજ જ અવબોધ કરાવે તેવું, પ્રાસાદિક એ ગદ્ય છે. ચિંતનની ગહનતાના ભારે એને ભારેખમ થવા નથી દીધું. કથનની ઋજુતાએ એને પચટ થવા નથી દીધું. વર્ણનના એશ્વર્યા છતાં એ નિરલંકૃત રહ્યું છે. આનંદશંકર કે કેશવ હર્ષદ ધ્રુવ જેવા સાક્ષર એમને કોઈ ભલે ન કહે, અક્ષરને એમણે મહિમા દીધો છે, ગોવર્ધનરામ જેવા સર્જક ભલે એ ન કહેવાય, એમની અભિવ્યક્તિ સર્જકત્વનું મંડન કરે છે. (મે.)
અન્ય લેખકે
[ કેળવણી, બાલસાહિત્ય આદિ ] નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ (ઈ. ૧૮૮૨-૧૯૬૧): નાનાભાઈ ભટ્ટઃ સાહિત્ય તેમ વિશેષ કરીને શિક્ષણને ક્ષેત્રે નાનાભાઈ ભટ્ટના આદરભર્યા નામે સુખ્યાત નૃસિંહપ્રસાદ ભટ્ટનો જન્મ પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં ઈ. ૧૮૮રમાં થયો હતો. જીવનની વિવિધ સમસ્યાઓ પ્રત્યેને એમનો અભિગમ શિક્ષક તરીકે હત, સાહિત્યકાર તરીકે નહિ. તેમ છતાં સાહિત્યના ઈતિહાસમાં અવશ્ય ઉલ્લેખનીય એવું એમનું સાહિત્યકાર તરીકેનું કર્મ હતું. એ પિતાને ભારતની સનાતન સંસ્કૃતિના વારસ તરીકે ઓળખે છે. પ્રત્યેક ભારતીય પિતાને એ રીતે ઓળખતે થાય એવી એમની કામના હતી. તેથી એમણે રચેલા નાનામોટા ગ્રંથમાં એમને આ અભિગમ અછતે રહેતા નથી. સાહિત્ય ખાતર સાહિત્ય એ મતમાં તેમને શ્રદ્ધા નહોતી. રામાયણ, મહાભારત અને ભાગવત એ ત્રણે ગ્રંથે એમણે આકંઠ પીધા છે ને એ ગ્રંથનાં રહસ્યને આપણી યુવાન પેઢીને તેને ઘડતર