________________
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ચં. ૪ જેમ શિક્ષક તેમ પત્રકાર પણ પ્રબ્ધિઓથી પીડાતા હોય તે ન ચાલે, એની સત્યનિષ્ઠા અડોલ હોય. એની સંતુલનાક્ષમ વિવેકક્ષમ બુદ્ધિશક્તિ સતત પ્રવૃત્તિ રહે તો જ પત્રકાર એને ખરે ધર્મ બજાવી શકે છે. ગાંધીજીની પડછે એમણે કરેલું પત્રકારત્વ પણ પુણ્યશીલ રહ્યું છે. મહાદેવભાઈમાં સમર્થ પત્રકાર તે રહેલે જ હતા એની એમણે પત્રકારત્વના ક્ષેત્રે કરેલું કામ શાખ પૂરે છે. હનુમાનને જેમ રામના નામથી અનુસ્મૃત રને હોય નહિ તો તે પણ નહોતાં ખપતાં, તેમ મહાદેવભાઈને કોઈ પ્રવૃત્તિમાં ગાંધીજી હાય નહિ તે તે પ્રવૃત્તિ ખપતી નહતી. ભારતના બહુ થોડા પત્રકારોમાં જે શક્તિઓ જોવા મળે છે એવી વિરલ શક્તિઓ મહાદેવભાઈમાં પ્રકૃતિથી જ હતી, છતાં ગાંધીજીની સંનિધિ વિનાની કઈ પ્રવૃતિ કરવામાં એમને રસ નહે. ગાંધીજીને જ નિવેદિત થઈને જે કંઈ થઈ શકે તે જ કરવું એવી જીવનરીતિ એમણે સ્વીકારી હતી.
ડાયરીલેખન : વેરિયર એટિવને મહાદેવભાઈને ગાંધીજીના બોઝવેલ તરીકે ઓળખાવેલા, ચક્રવતી રાજગોપાલાચારીએ એમને “ગાંધીજીની બીજી કાયા” તરીકે ઓળખાવેલા, કિશોરલાલે એમ કહેલું કે બાપુજી જે મહાદેવભાઈના પ્રાણવાયુ હતા, તે મહાદેવભાઈ બાપુજીનું ફેફસું હતા.– ગાંધીજી જેવા વિરલ મહાપુરુષની સાથેના એમના સંબંધને આમ વર્ણવાયો હતો. ગાંધીજીથી અળગા રહીને પણું મહાદેવભાઈ પિતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવી શક્યા હોત, પરંતુ ગાંધીજીને સમપિત થઈને એમણે જે કંઈ સિદ્ધ કર્યું છે તે દ્વારા રાષ્ટ્રની અનન્ય સેવા એ કરી શક્યા છે, ને છતાં એમનું ઉજ્જવલ વ્યક્તિત્વ તે સિદ્ધ થયું જ છે. મહાદેવભાઈ વિના ગાંધીજીને વ્યક્તિત્વનાં કેટકેટલાં પાસાં અને છતાં રહ્યાં હોત !
એમના મહિમાથી મંડિત એવી કેટકેટલી ક્ષણો શબ્દોમાં પ્રતિષ્ઠિત થયા વિનાની ' જ રહી ગઈ હેત ! ગાંધીજીના જીવનને અને કર્મને મહાદેવભાઈએ જે સમીપ
તાથી, જે સૂક્ષ્મતાથી, જે સ્કૂર્ત નવતાથી, પરિપ્રેક્ષ્યોના જે વૈવિધ્યથી જોયાં છે તેવાં બીજા કોઈએ જોયાં હોય એવું જાણ્યામાં નથી.
ગાંધીજીની દિનચર્યાની, એમનાં વિચાર, વાણી, વર્તનની ઝીણી ઝીણી નોંધ મહાદેવભાઈ રાખતા. એમના સ્વભાવ સાથે સહજ જ સંપૂત એવાં વિવેક અને વિનમ્રતા, કુશાગ્ર બુદ્ધિ અને ધર્મલક્ષિતા વગેરેને કારણે એમનું લખાણ સુષમ સુઘડ બનતું, શ્રદ્ધેય તો ખરું જ ખરું. અનેક પ્રકારનાં મનુષ્ય સાથેની ગાંધીજીની મુલાકાતો, વાર્તાલાપો આદિ મહાદેવભાઈએ જે નોંધ્યાં છે તે બતાવે છે કે મહાદેવભાઈની ગ્રહણશક્તિ, યાદશક્તિ, ધારણાશક્તિ કેટલી તે અનુત્તમ હતી. ૧૯૪રમાં પત્રકાર પરિષદમાં ગાંધીજીએ કરેલી વાતને પોતે કરેલા ટાંચણ પરથી જે નોંધ એમણે તૈયાર કરી હતી તે જોઈને લઘુલિપિના નિષ્ણાત અમેરિકન