________________
પ્ર. ૯]
અન્ય ગદ્યલેખકા-૨
[ ૩૭૯
અનુભવાય છે. રવીન્દ્રનાથના ગદ્યની પ્રાસાદિક સૌષમિકતાનેા અણુસાર અનુવાદ દ્વારા પણ પામી શકાય છે. જોકે કાકાસાહેબે આ અનુવાદની ભાષા અઘરી, સંસ્કૃતપ્રચુર અને ગૌરવાન્વિત ઢાવા વિશે ફરિયાદ કરી જ છે, અને એની સાથેસાથે ભાષા હમેશાં સાદી જ હેાય એ સિદ્ધાન્તની મર્યાદા વિશે ટંકાર પણ કરી છે. અનુવાદાથી ભાષાની નવીનવી શકયતાએ ઊઘડતી હેાય છે. રવીન્દ્રનાથ જેવા સર્જકની રચનાઓના અનુવાદથી ગુજરાતી સાહિત્યને ઠીકઠીક સંપ્રાપ્તિ થઈ જ છે, એને આનુષંગિક લાભ ગુજરાતી ભાષાને પણ મળ્યા જ છે.
મહાદેવભાઈની અનુવાદશક્તિના પરચા માલેની મૅન કૅામ્ગ્રામાઇઝ’ના અનુવાદ સત્યાગ્રહની મર્યાદા', અને પંડિત જવાહરલાલ નેહરુની આત્મકથા’ના અનુવાદોમાં થાય છે. ગુજરાતી ભાષાની પ્રકૃતિથી તદ્દન ભિન્ન પ્રકૃતિવાળી અંગ્રેજી ભાષામાં લખાયેલી આ રચનાઓની વૈચારિક સૂક્ષ્મતાએ, ભાવની નજાકતા તેમ જ અભિગમેાના અભિનિવેશાની વિવિધતાઓને ગુજરાતીમાં લઈ આવવાના પુરુષા અહીં વરતાય છે.
ચરિત્રલેખન : ગુજરાતી ભાષામાં ચરિત્રસાહિત્ય વિશે લખવું હાય. તાપણુ મહાદેવભાઈનું નામ યાદ કર્યા વિના ચાલે એવું નથી. એમણે કાઈ શકવતી` ચરિત્રા લખ્યાં નથી એ સાચું, પણ એમણે જે ચરિત્ર લખ્યાં છે તેમાં ચરિત્રસાહિત્યના નિર્માણની ભૂમિકા, અભિગમ, નિરૂપણરીતિ, સત્યને ઓળખીને લખવાને સતત જાગ્રત પ્રયત્ન આદિ વિશેની એમની વિભાવનાએ દ્વિધારહિત હાઈને સ્પષ્ટ છે. સંભવ છે કે એ બધા સાથે બધી રીતે આપણે સહ-મત ન. પણ થઈએ, પરંતુ ચરિત્રકાર મહાદેવભાઈના નિર્મળ પ્રયાસેાની પ્રતીતિ આપણને એમનાં ચરિત્રામાં થાય છે. સરદાર વલ્લભભાઈ, ખાનભાઈ જેવા એમના. સમકાલીને। જ માત્ર નહિ, એમના સાથીઓનાં ચરિત્રનિરૂપણમાં મહાદેવભાઈની સહાનુભૂતિપૂર્વકની સર્વૈકલક્ષિતા વરતાય છે. વ્યક્તિને એળખવીપરખવી અને એમ કરીને એમનાં ગુણલક્ષણાને ઉર્જાગર કરી આપવાની મહાદેવભાઈની શક્તિઓના પરિચય વાચકને થાય છે.
પત્રકારત્વ : સાહિત્યિક પત્રકારત્વ એ મહાદેવભાઈનું લક્ષ નહાતું, પણ એમની સાહિત્યિકતા એમનાં વૃત્તવિવેચનેાને અસ પ્રજ્ઞાતપણે ફાવતી રહેતી હાય છે. ગાંધીયુગે તમામ પ્રવૃત્તિઓને લોકાભિમુખ, સમાભિમુખ રાખવા તરફ અને એ પ્રવૃત્તિઓમાં લેાકાભિમુખતા કે સમાનભિમુખતાનું જે બળવત્તર તત્ત્વ રહ્યું હાય તેને તે રીતે યાજવાનું વલણ દાખવ્યું જ છે. એટલે વૃત્તપત્ર દ્વારા લેાકશિક્ષણનુ" ઉમદા કામ થઈ શકે એ વાત પર એમણે સતત લક્ષ રાખ્યુ છે. એટલે