________________
૩૭૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ત્ર. ૪
તેમ આ ઇતિહાસ કાઈ સૈનિક કે સરદાર લખે તા કદાચ જુદી રીતે લખાયે હેાત, એટલે મહાદેવભાઈને આ ઇતિહાસલેખનમાં એક આગવેશ અભિગમ છે એ સ્પષ્ટ થાય છે. ગ્રંથના પ્રકરણનાં શી કે (જેવાં કે, ભક્ષણનીતિ, લાટું અને હથેાડા, ઊંધમાંથી જાગ્યા, રળિયામણી ઘડી...વગેરે) પણ મહાદેવભાઈના આગવા અભિગમનાં દ્યોતક બની રહે તેવાં છે. સાજૈનિક વ્યવહારમાં અહિંસાને શસ્ત્ર તરીકે ઉપયેાગમાં લાવવાના પ્રયાગ જ્યાં જ્યાં જેવા ચાલશે ત્યાં ત્યાં આ ‘બારડેાલી સત્યાગ્રહના ઇતિહાસ'નું મૂલ્ય રહેશે જ એ નિર્વિવાદ છે. લડતનું અખંડ સંવેદનાયુક્ત તે સાચું ચિત્ર ખૂબ ચોકસાઈપૂર્વક આલેખવાને આ એક સફળ
પ્રયાસ છે.
અનુવાદ : અનુવાદ-પ્રવૃત્તિ એ ગાંધીયુગના એક વિદ્યાકીય તેમ જ શૈક્ષણિક વિશેષ હતા. લેાક-સેવા માટેની એક અનિવાર્યું પ્રવૃત્તિ તરીકે એ યુગના કેટલાક સાક્ષરાએ એને અપનાવી હતી. એમ હેાવાથી એ કાળે એ પ્રવૃત્તિ થઈ તે દાયિત્વના પૂરા ગાંભીથી થઈ છે. પરિણામે, અનુવાદ કરવા માટેની અનુવાદકેાની ક્ષમતા પ્રગટ થઈ છે, અનુવાદની વિવિધ સમસ્યા પ્રત્યે અનુવાદકેાનું લક્ષ ગયું છે. મહાદેવભાઈના અનુવાદેશમાં લિલત વાડ્મયમાં જે સહજસ્ફૂર્તિ હાય છે તે તથા શાસ્ત્રમાં જે ચેાકસાઈ હાય છે તે બેયને સુંદર સમન્વય જોવા મળે છે. રવીન્દ્રનાથનુ ‘પ્રાચીન સાહિત્ય’અનૂદિત કરતા હાય, જવાહરલાલની ‘આત્મકથા'ના અનુવાદ કરતા હાય કે રમખાણાની તપાસના અહેવાલના અનુવાદ કરતા હાય,– અનુવાદની જટિલ સમસ્યાએ વિશેની મહાદેવભાઈની કાઠાસૂઝે વરતાયા વિના રહેતી નથી. અનુવાદના સ ંદર્ભમાં મહાદેવભાઇએ કહ્યું છે ...ગાય જેમ પેાતાના વાછરડાને ચાટી ચાટીને રૂપાળુ` કરે છે તેમ ભાષાંતર પણ રૂપાળું કરવાનું હેાય છે. અનુવાદ પ્રત્યેના મહાદેવભાઈને આ અભિગમ એમના અનુવાદોમાં ચરતાર્થ થતા જાય છે. બુદ્ધિથી તેમ જ હૃદયના ભાવાથી અનુવાદની માવજત મહાદેવભાઈએ કરી છે. મૂળ કૃતિ એનાં જે ગુણલક્ષણા થકી પ્રશસ્ત હેાય એ ગુણલક્ષણાને અનુવાદકે સમાદર કરવાના હેાય છે. એમ ન થાય ત્યારે અનુવાદ ઊણા અપૂરતા જ રહી જતા હેાય છે.
નરહરિભાઈની સાથે મળીને ‘પ્રાચીન સાહિત્ય’ના જે અનુવાદ એમણે કર્યો છે તેમાં રવીન્દ્રનાથની વિચારસરણી જ માત્ર નહિ, એ વિચારસરણીએ શૈલીના જે વાઘા ધારણ કર્યાં છે તે પણ સચવાયા છે. અનુવાદની ભાષા પરના સંપ્રજ્ઞાત સ્વામિત્વ વિના આમ થવુ શકય નથી હતું. રવીન્દ્રનાથનું સમગ્ર મનને પ્રસન્ન કરી દે તેવું લલિત કામલ વિવેચન મૂળ બંગાળીના જેવુ... જ ગુજરાતીમાં પણ