________________
પ્ર. ૭]. કાલેલકર
[૩૨૧ તેમની સંવેદનામાં તીણ ગ્રહણશક્તિ (perception) અને બારીક નિરીક્ષણશક્તિ (observation) એ બે શક્તિઓનું વિશેષ અનુસંધાન રહ્યું છે. એને કારણે પ્રકૃતિનાં દશ્ય અને પદાર્થો વિશે સ્વચ્છ સુરેખ તાજગીભર્યા પ્રતિભાવો તેઓ ઝીલી શક્યા છે. પ્રકૃતિનાં સામાન્ય કે તુચ્છ લાગતાં પાસાંઓમાંય તેઓ આકર્ષક રૂપે પ્રત્યક્ષ કરી શક્યા છે. પરિચિત જગતને જોવામાં ટેવમાં બંધાઈ જતી ઈન્દ્રિયોને સતત સતેજ રાખીને તેઓ ચાલ્યા છે. વર્ણનને પ્રસંગ કઈ પણ હ–રંગ બદલતાં આભલાં છે, કે તારાનક્ષત્રોની આકૃતિ હે, કે ખરતાં પાદડાંની ચક્રાકાર રમણા હે – એમાંથી મૂર્ત ઈન્દ્રિયગોચર વિગતે તેઓ ઝટ પકડી લે છે. વર્ણ વસ્તુને તેની આગવી રંગછાયા પિતા કે તેજછાંયની આભા સમેત પકડી લે છે. આથી ચિરપરિચિત દો અને પદાર્થોનેય નવું ચમત્કૃતિભર્યું રૂપ પ્રાપ્ત થાય છે.
જુદાજુદા પ્રસંગે લખાયેલા આ નિબંધેની માંડણી અને રજૂઆત પણ વિવિધ રીતે થતી રહી છે. કોઈ વાર પ્રાચીન સાહિત્યનું અવતરણ ટાંકી તેને અર્થઘટનથી શરૂઆત કરી છે, કઈ વાર સ્મૃતિમાં સચવાયેલા પ્રસંગકથનથી શરૂઆત કરી છે તે કઈ વાર પ્રસ્તુત વિષયના ચિંતનમનનથી કરી છે. તેમણે કથ્ય વસ્તુની રજૂઆતમાં સતત અરૂઢ એવી શિલી પ્રયોજી છે. એમાં સાક્ષરવૃત્તિમાંથી સહજ રીતે જન્મતી શુષ્કતા કે બેજિલતા ભાગ્યે જ વરતાય છે. પણ તેમની આ વિશિષ્ટ કથનશૈલી પ્રાકૃતતાના સ્તરથી પણ અળગી રહી શકી છે. ગાંધીજીની ગદ્યશૈલીની સરળતા સુઘડતા અને ઉક્તિલાઘવ એમના ગદ્યમાં આવ્યાં જ છે. પણ એમાં કુમાશ અને લાલિત્યનું તત્વ ઉમેરાયું છે. અંતરની પ્રાસાદિકતામાંથી સહજ જન્મતાં વાક્યો સતત નવાનવા વળાંકે અને વળોટે લેતાં દેખાય છે. એમાં લાંબાં અને ટૂંકાં વાક્યો કશાક મૂળભૂત લય અને આંતર સંવાદમાં સુભગ રીતે ગોઠવાયેલાં હોય છે. સંસ્કૃતને અપરિચિત શબ્દ કે સમાસ પણ આથી સંવાદ સાધીને દાખલ થાય છે. શબ્દખંડ કે વાક્યખંડને કેટલીક વાર વળી અનુપ્રાસની યુક્તિથી ચમત્કૃતિ સાથે સાંકળી લેતા હોય છે, તે અર્થાન્તરન્યાસી વિધાનની રીતિ પણ તેઓ કેટલીક વાર પ્રજે છે.
આ લલિત નિબંધો તેમની હાસ્યવિનોદિની લાક્ષણિક વૃત્તિને કારણે વધુ મર્માળા બન્યા છે. તેમનો હાસ્યવિનોદ તેમના અંતઃકરણની કે મળ વૃત્તિમાંથી જન્મતે હોય એવો નિર્દોષ અને નિર્દેશ પ્રતીત થાય છે. પ્રકૃતિના પદાર્થોમાં માનવવૃત્તિ કે વર્તનનું આરોપણ કરી તેઓ તેમાં વિદની ક્ષણ મેળવી લે છે. ગુ, સા. ૨૧