________________
૩૨૨] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
ચં. ૪ એમ કરતાં માનવસમાજની અજ્ઞાનતા જડતા કે મૂર્ખાઈ તરફ બંગભર્યો નિર્દેશ પણ કરી લે છે. પણ એમાં દાહક રોષ કે ડંખ ભાગ્યે જ જોવા મળે છે. ઘણી વાર તે શબ્દશ્લેષ કે શબ્દચાતુરીથી વિનોદ કરે છે. તેમની આ જાતની વિદવૃત્તિ પાછળ તેમની વ્યાપક અનુકંપા રહેલી છે, નિર્વ્યાજ ઉલ્લાસ રહ્યો છે એમ સમજાય છે.
૪. પ્રવાસગ્રંથ હિમાલયને પ્રવાસ (ઈ. ૧૯૨૪) : કાકાસાહેબને પ્રથમ પ્રવાસગ્રંથ હિમાલયને પ્રવાસ” આપણું ગદ્યસાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ છે, અને એની અપૂર્વ સંસ્કારસમૃદ્ધ શૈલીને કારણે આ પ્રકારના આપણું સાહિત્યમાં વિરલ સ્થાન ધરાવે છે. પ્રવાસકથાને લેખક એટલે આંતરિક રીતે સમૃદ્ધ હોય તેટલી જ તેની પ્રવાસકથા પણ સમૃદ્ધ નીવડી આવવા સંભવ છે. “હિમાલયનો પ્રવાસના સંદર્ભમાં આ અવેલેકન ઘણું યથાર્થ લાગે છે. હિમાલયની વિભૂતિ તે એની એ જ છે, અનેક પ્રવાસીઓએ એનું બયાન આપવાના પ્રયત્ન કર્યા છે, પણ એ સૌમાં કાકાસાહેબનો ગ્રંથ નિરાળા તરી આવે છે. તેમના અંતરની વિપુલ સમૃદ્ધિ એમાં પ્રગટ થઈ શકી છે.
હિમાલયના પ્રવાસની આ કથા, એક રીતે, કાકાસાહેબના આધ્યાત્મિક જીવનનું એક રસપ્રદ પ્રકરણ બની રહે છે. હિમાલ્ય હિંદુ ધર્મ અને સંસ્કૃતિને મુખ્ય સ્ત્રોત રહ્યો છે, એવી તેમની પહેલેથી જ શ્રદ્ધા રહી છે. છેક બાળપણથી જ તેમને હિમાલય માટે ગૂઢ આકર્ષણ રહ્યું હતું. એટલે ઈ. ૧૯૧૨માં તેમને જેવી મોકળાશ મળી કે તરત જ પોતાના બે નિકટના સાથી મિત્રો અનંત બુવા મઢેકર અને સ્વામી આનંદ જોડે હિમાલયમાં લગભગ ૨૫૦૦ માઈલની પદયાત્રા તેઓ કરી આવ્યા. એ પ્રવાસની કથા તે પછીથી સાતેક વરસના ગાળા બાદ તેમણે લખી. સત્યાગ્રહ આશ્રમના વિદ્યાથીઓ ત્યારે હરતલિખિત સામયિક ચલાવતા હતા. તેમાં આ પ્રવાસકથા પહેલાં લેખમાળારૂપે રજ થઈ. પછીથી તે પુસ્તકાકારે પ્રગટ થઈ.
કાકાસાહેબના હૃદયમાં હિમાલય માટે ઊંડે ભક્તિભાવ હતો. એટલે એના પ્રવાસ સમયના અનુભવો ચિત્તમાં તીવ્રતાથી અંકાઈ ગયા હોય એ સ્વાભાવિક છે. અને એટલે જ, પ્રવાસ પછી સાતેક વરસને ગાળો વીતી જવા છતાંય એ સમયનાં સ્મરણે ઉત્કટતાથી તાજાં કરી શકાય. કાકાસાહેબ માટે આ પ્રવાસ જાણે કે આંતરખોજ માટે નિમિત્ત બન્યા. આચાર્ય કૃપાલાનીજીએ આ સંદર્ભમાં એક મામિક મુદ્દો ને છેઃ કાકામાં જે વિશાળ જ્ઞાનને ધોધ વહેતા જોઈએ