________________
૩૨૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ સજીવારોપણ અલંકારે વારંવાર આવ્યા છે, તેય સૂચક છે. શિશુસુલભ એવી તેમની કલ્પના પ્રકૃતિના પદાર્થોને અને સોને જાણે કે જીવંત વ્યક્તિરૂપે જ પ્રત્યક્ષ કરે છે ! વૃક્ષ વાદળ કે નક્ષત્ર – દરેકમાં માનવસહજ વૃત્તિઓ વર્તન અને ભાવાનું તેઓ આરોપણ કરવા પ્રેરાયા છે. તેમની આ પ્રકારની ગ્રહણશક્તિ ઘણી વાર વળી ઉપમા ઉઝેક્ષા રૂપે પ્રગટ થાય છે. સજીવારોપણ ઉપમા અને ઉઝેક્ષા, એ ત્રણ અલંકારો કાકાસાહેબના લલિત ગદ્યમાં વિશેષ ચમત્કૃતિ આણે છે. તેમની સર્ગશક્તિ મુખ્યત્વે આ ત્રણ અલંકારો રૂપે જ સાકાર થઈ છે. એ દ્વારા તેમનું ગદ્ય ચિત્રાત્મક બન્યું છે એ તો ખરું જ, પણ તાજગી નૂતનતા અને હતાના ગુણે પણ પ્રાપ્ત કરી શકહ્યું છે.
પ્રકૃતિના વર્ણનમાં કાકાસાહેબને જ્ઞાનવિજ્ઞાનના સંસ્કારે સહજ રીતે ઊતરી આવ્યા છે, વિશેષ કરીને સંસ્કૃત કાવ્યનાટકાદિના સંસ્કારે તરત ધ્યાન ખેંચે છે. તારાનક્ષત્રોના વર્ણનમાં વેદ પુરાણના સંદર્ભે એટલા જ પ્રબળ છે. તેમના અનુભવકથનમાં આ રીતે અર્થનું ગૌરવ જન્મે છે, કહે કે એક વિશેષ રૂપનું સાંસ્કૃતિક પરિમાણ ઊભું થાય છે. આ ઉપરાંત ઈતિહાસાદિ વિષયોના સંસ્કાર પણ તેમના કથનવર્ણનમાં સહજ ઊતરી આવ્યા જણાશે. પ્રાચીન સાહિત્યના પાત્ર કે પ્રસંગને કેટલીક વાર ઉપમાન લેખે સ્વીકારે છે, તે કેટલીક વાર પિતાના વક્તવ્યને સ્ફટ કરવા દૃષ્ટાંત રૂપે આણે છે. પ્રાચીન કલેક કે ઉક્તિનું અર્થઘટન પણ એમાં ચાલતું રહે છે. હાસ્યવિનેદના પ્રસંગોમાં કેટલીક વાર પ્રાચીન ઉક્તિ કે પદ શ્લેષ અથે પ્રયોજાયેલાં જોવા મળે છે. આમ પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિનાં તો તેમને ગદ્યમાં સતત પ્રવેશતાં રહ્યાં છે. સદાજાગ્રત અને સદાદિત એવી તેમની સ્મૃતિ આપણું સંસ્કૃતિનાં કેટકેટલાં પાસાં એને સ્પર્શતી રહી છે ! એટલે જ, ઉમાશંકર જોશીપ એમ કહેવા પ્રેરાયા છે કે કાકાસાહેબની ગદ્યશૈલીમાં છેલ્લાં પાંચ હજાર વરસની સંસ્કૃતિની સુવાસ છે.” આવી ગદ્યશૈલીને કારણે ગાંધીયુગના જ નહિ, આપણા સમસ્ત અર્વાચીન સમયના નિબંધકારમાં તેઓ અનન્ય સ્થાન ધરાવે છે.
કાકાસાહેબ બહુશ્રુત અભ્યાસી હોવા છતાં લલિત સુકુમાર ગદ્યનું સર્જન કરવા તેઓ સમર્થ બન્યા છે. કંઈક વિશેષ રૂપની સૌમ્યતા ઋજુતા અને લાવણ્ય તેમાં અનાયાસ સિદ્ધ થયાં છે. તેમની કામળ રુચિ અને અંતઃકરણ વૃત્તિને એમાં વારેવારે આપણને પરિચય થાય છે. તેમના ગદ્યમાં જે વિશદતા અને પ્રાસાદિકતા જમ્યાં છે તેમાં તેમના અંતરની સંસ્કૃતિ અને પ્રસન્નતા જ કારણભૂત છે એમ સમજાય છે.