________________
પ્ર. ૭]
કાલેલકર
[૩૧૯
ખિસકેલી ને સમડીઓ જોડે કાગડાઓનું “મહાયુદ્ધ', વૃત્તનિવેદન” અર્થે બિલાડીનું પરિભ્રમણ, સ્નાનાગારમાં મંકડાનું મૃત્યુ, કાનખજૂરાની “ભવમુક્તિ', ચકલીના મહેલ'ની કથા, એકપરા કાગડાની ચતુરાઈ, પીળાં પતંગિયાંનું વૈર ઉદ્યન–આવા અનેક રસપ્રદ વૃત્તાંત તેમણે અહીં આલેખ્યા છે. કાકાસાહેબની તીવ્ર જિજ્ઞાસા સાથે તેમની બારીક નિરીક્ષણશક્તિને અહીં સુભગ યોગ થવા પામે છે. સામાન્ય માનવીની નજરને બિલકુલ તુચ્છ ને નગણ્ય લાગતી જીવસૃષ્ટિ અહીં એક સચેત લેક રૂપે છતી થઈ છે. આ જ તુલકને એની આગવી દિનચર્યાઓ છે, વૃત્તિપ્રવૃત્તિઓ છે, જીવન ટકાવવાના સંઘર્ષો અને મુકાબલાઓ છે, અને એ બધું અહીં સરસ રીતે રજૂ થાય છે. કાકાસાહેબની હાસ્યવિનોદની વૃત્તિ આ વર્ણનમાં વિશેષ રોચકતા આણે છે.
પંખીઓ, જીવજંતુઓ વગેરેની સૃષ્ટિમાં કાકાસાહેબ એવા તે ગરકાવ બની ગયા છે કે, ઘડીક જેલજીવનની કઠોરતા તેમને ખરેખર કઠતી હશે કે કેમ એ પ્રશ્ન થાય. તેમના અંતરની ઊંડી પ્રશાન્તતા અને પ્રસન્નતા જ અહીં વિશેષ પ્રત્યક્ષ થાય છે. જો કે પ્રસંગોપાત્ત આપણું વર્તમાન સમાજની ગતિવિધિ, તેના રાગદ્વેષ, ન્યાય અન્યાય કે જીવલેણ સંઘર્ષો તરફ વિદવ્યંગમાં તેઓ નિર્દેશ કરી લે છે ખરા, પણ તેથી વિશેષ ગંભીર ચિંતનનું અહીં કેઈ પ્રજન જ નથી. જેલજીવનના દિવસોમાં જંતુલેકને આ રીતને પરિચય તેમણે કર્યો, અને એક ન જ સંસાર તેમણે આપણી સમક્ષ ખુલ્લો કર્યો. આ પ્રકારનું “સંસારદર્શન વિશ્વસાહિત્યમાં બહુ ઓછું જ હશે, એમ લાગે છે. મીઠાના પ્રતાપે' (૧૯૫૮)નું પણ અહીં સ્મરણ કરવું જોઈએ.
લલિત નિબંધોની ગદ્યશૈલીઃ લલિત નિબંધેની શૈલી અને સંવેદના કાકાસાહેબના નિરાળા સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વથી અંકિત થઈ છે. પ્રકૃતિવિષયક નિબંધોમાં તેમની સૌંદર્યવૃત્તિને અનન્ય આવિર્ભાવ જોવા મળે છે. આપણું ગદ્યસાહિત્યમાં તેમની શૈલી અનેખી ભાત પાડે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, પ્રકૃતિને આત્મીયતાથી તેઓ નિહાળે છે, એટલે તારા નક્ષત્રે વાદળ કે પંખીઓ જોડે સરળતાથી વિઠંભકથા માંડી શકે છે, અપરિચિતતાનું આવરણ તડી તરત તેના અંતરમાં સ્થાન લે છે. આવા પ્રસંગોમાં તેમની બાલસુલભ કુતૂહલ અને વિસ્મયવૃત્તિ કામ કરી રહી હોય છે. કોઈ પણ રમણીય દૃશ્ય, અભિરામ છટા, કે જીવનશક્તિને ઉકેક તેમની કલ્પનાશક્તિને ઉત્તેજિત કરી મૂકે છે; કહે કે, તરંગવૃત્તિને સક્રિય કરી દે છે ! અને, તેમના અનુભવમાં આવેલી રમણીયતા નૂતન ચિત્રાત્મકતા ધારણ કરીને પ્રત્યક્ષ બની ઊઠે છે. કાકાસાહેબને વર્ણનમાં