________________
પ્ર. ૭ ]
કાલેલકર
[ ૩૧૩
સ્ફુરતાં શુભંકર તવામાં એનેાજ વિશેષ આવિર્ભાવ જોવા મળે છે. સત્યમ્ શિવમ્ અને સુન્દરમ્ એ ત્રણ એની જ મુખ્ય વિભૂતિઓ છે. ધ કળા સંસ્કૃતિ આદિમાં એની જ ઝાંખી થાય છે. એ ખરું કે વ્યવહારજીવનમાં હિંસતા કુત્સિતતા જેવાં વિઘાતક તત્ત્વાય કામ કરે છે — કાકાસાહેબ જીવનની નરી હકીકત લેખે એનેા ઇન્કાર કરતા નથી પણ તેઓ જે પ્રકારની જીવનભાવના કેળવી રહ્યા છે તેમાં એનું ઊંચું સ્થાન નથી. જીવનમાં પ્રગટ થતાં કોયસ્કર તત્ત્વામાં જ તેમની ઊંડી આસ્થા રહી છે.
-
-
‘જીવનદેવતા'ને પૂર્ણ રૂપમાં જોવા જાણવાની વૃત્તિ જ તેમને જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયામાં પ્રેરી રહી છે. કંઈક આશ્ચય લાગે એવી વાત છે કે, ધર્મ સંસ્કૃતિ સમાજવિજ્ઞાન નૃવંશશાસ્ત્ર ઇતિહાસ પુરાણુ સાહિત્યાદિ કળા, ગણિત ખગાળશાસ્ત્ર એવા અનેક વિષયામાં લગભગ એકસરખા રસથી તેમણે પ્રવેશ કર્યાં છે. એમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિ અને ધર્મદર્શનના તેઓ ઊંડા અભ્યાસી રહ્યા છે. વેદ ઉપનિષદનાં રહસ્યા તેમના જીવનવિચારમાં આતપ્રાત થઈ ચૂકયાં છે. વીસમી સદીનાં જાગતિક પરિબળાથી પણ તેએ સારી રીતે પરિચિત છે. માનવતાવાદની ભૂમિકા પણ એમના ચિંતનમાં વ્યાપકપણે ભળી છે. એટલે સ`કુચિત સંપ્રદાયવૃત્તિથી તે અળગા થઈ ચૂકયા છે. એટલે તેમને આ સંસ્કૃતિના પરિવ્રાજક' તરીકે ઓળખાવવામાં આવ્યા છે તે ચેાગ્ય જ છે. વળી વિવિધ વિદ્યાઓના સંસ્કારાથી તેમના મન કેષ અત્યંત સમૃદ્ધ બન્યા હાવાથી કિશેારલાલે તેમને જીવતાજાગતા જ્ઞાનધિ'ર તરીકે બિરદાવ્યા છે.
પણ કાકાસાહેબની પ્રતિભાને વિશિષ્ટ અંશ તે તેમની સૌંદર્ય વૃત્તિ છે. સૌંદર્યબાધતી તેમની ઇંદ્રિય ઘણી સતેજ અને સદેાતિ રહી હેાવાનું સમજાય છે. દેશમાં કે વિદેશમાં, જ્યાં જ્યાં તક મળી છે ત્યાં ત્યાં પ્રકૃતિનું સૌંદર્ય માણવાનું તેઓ ચૂકયા નથી. રામનારાયણ પાઠક એમ કહે છે કે સૌ વૃત્તિ એ જ કાકાસાહેબની પ્રતિભાને ખરા વિશેષ છે. કિશારલાલે૪ વળી એવું અવલેાકન નાંધ્યું છે કે ગાંધીજીની ‘કરુણાભીની' અને ‘અર્થશાધક' આંખેા પ્રજાજીવનની વિષમ વાસ્તવિકતા પર મંડાયેલી રહેતી, જ્યારે કાકાસાહેબની ‘રસભરી' અને ‘સૌંદર્ય શાધક’ દૃષ્ટિ સતત પ્રકૃતિના વૈભવ પર ઠરેલી રહેતી. કિશારલાલના આ અભિપ્રાયમાં, અલબત્ત, અત્યુક્તિ રહી છે. તાપણુ એટલું તેા સાચું જ કે સૌંદર્ય ખાધ અને તેની અભિવ્યક્તિની ઉત્કટ ઝંખના એ કાકાસાહેબની પ્રતિભાનું એક બળવાન અને ગતિશીલ તત્ત્વ છે. ગાંધીમંડળના લેખકેા-ચિંતામાં આ વૃત્તિવિશેષને કારણે તેઓ નિરાળા તરી આવે છે.