________________
૩૧૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ તેમનાં મોટા ભાગનાં લખાણે પહેલાં ગુજરાતીમાં જ અવતર્યા છે. આપણી ભાષાને પિતાને હૃદયની સકલ સમૃદ્ધિ રેડીને તેમણે એટલી સમર્થ રીતે ખેડી કે, ગાંધીજીએ તેમને “સવાઈ ગુજરાતીનું ઘેરું બિરુદ આપ્યું.
કાકાસાહેબે નિબંધ, પ્રવાસકથા, આત્મવૃત્તાંત, પત્ર આદિ ગદ્યના વિવિધ પ્રકાર ખેડયા. નિબંધમાં ચિંતનાત્મક અને લલિત બંને શૈલીનાં લખાણ તેમણે લખ્યાં. ચિંતનાત્મક લખાણમાં તેમની ચિંતક તરીકેની તેજસ્વી પ્રતિભાને પરિચય મળે જ છે. પણ તેમની પ્રતિભાને એ કંઈક સીમિત અને એકદેશીયા આવિષ્કાર છે. તેમનું બહુશ્રુત સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વ, તેમના પ્રવાસગ્રંથોમાં અને લલિતનિબંધોમાં, વધુ સુભગ રૂપમાં અને વધુ અખિલાઈમાં પ્રગટ થતું જોવા મળે છે. આકાશદર્શનના તેમના લેખો એમાં રજૂ થતા વિષયની નવીનતાને કારણે એક નિરાળો જ ઉન્મેષ બની રહે છે. ગાંધીજીએ સિદ્ધ કરેલી ગદ્યશૈલીમાં તેમણે લાવણ્યવતી એક અને ખી ગદ્ય છટા નિપજાવી. ગાંધીજીના પ્રખર તમય વ્યક્તિત્વ હેઠળ લાંબો સમય તેઓ રહ્યા. પણ તેમના હૃદયની સૌંદર્યવૃત્તિ તેથી કરમાઈ ગઈ નથીઃ એ વિભૂતિનાં તેજ પી પીને તે જાણે કે વધુ દીપ્તિમંત બની છે.
કાકાસાહેબની જીવનગતિ ગાંધીજી કરતાં કંઈક જુદી દિશાની દેખાય છે. ગાંધીજીની દૃષ્ટિમાં ભારતનાં કરોડો દરિદ્રનારાયણે હંમેશ માટે વસી ગયાં હતાં. તેમણે પિતાનું આખું જીવન એ દરિદ્રનારાયણના પુનરુદ્ધાર અથે સમર્પિત કર્યું હતું. લકશ્રેય, લોકસેવા અને લોકશિક્ષણ એ જ તેમના જીવનનાં મુખ્ય પ્રેરક બળ બની રહ્યાં હતાં. તેમને સત્યના પ્રયોગો આવા પરમ લક્ષ્યની દિશામાં ચાલ્યા હતા. તેમની પાસે સૌંદર્યદૃષ્ટિ નહતી એમ તમે કહી શકે નહિ. સંગીત ચિત્ર સાહિત્ય જેવી કળાઓમાં સૂમ રસદષ્ટિથી પ્રવેશ કર્યો હોય એવા અનેક પ્રસંગે તેમના જીવનમાં જોવા મળે છે. પિતાની આસપાસ વિસ્તરેલી પ્રકૃતિમાં વિશ્વના મહાન સર્જકની કળાનું પોતે દર્શન કરે છે, એમ પણ તેઓ કહેતા, પણ કેવળ સૌંદર્યની ઉપાસનાને તેમની જીવનવિચારણામાં ઝાઝું મહત્ત્વ નહોતું. બીજી બાજુ, કાકાસાહેબ પણ ગાંધીજીએ બતાવેલા રચનાત્મક કાર્યક્રમમાં જોડાયેલા રહ્યા, અને રાષ્ટ્રજીવનના તેમ માનવસમાજના પ્રશ્નો વિશે વિચારવિમર્શ પણ કરતા રહ્યા. પણ તેમની શોધ વિશ્વજીવન પાછળ રહેલા પરમ તત્વની હતી. આ પરમ તત્વને “જીવનદેવતા” તરીકે તેઓ ઓળખાવે છે. તેઓ કહે છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિ, ભૂમિ અને ભૂમાં – એમ સમગ્રને વ્યાપી લેતી “જીવનદેવતા' અનંતવિધ રૂપે વિલક્ષ્યા કરે છે. પ્રકૃતિનાં કરણ્ય તરોમાં તેમ માનવહૃદયમાં